Monday, April 22, 2024
More
  હોમપેજદેશસર્વોચ્ચ નાગરિક સન્માનથી વિભૂષિત થયા રામરથયાત્રાના રથી: રાષ્ટ્રપતિએ ઘરે જઈને લાલકૃષ્ણ અડવાણીને...

  સર્વોચ્ચ નાગરિક સન્માનથી વિભૂષિત થયા રામરથયાત્રાના રથી: રાષ્ટ્રપતિએ ઘરે જઈને લાલકૃષ્ણ અડવાણીને ‘ભારત રત્ન’ એનાયત કર્યો, PM મોદી પણ રહ્યા ઉપસ્થિત

  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કર્યા છે. આ માટે રાષ્ટ્રપતિ સ્વયં તેમના નિવાસસ્થાન પર પહોંચ્યા હતા. આ પહેલાં રાષ્ટ્રપતિએ શનિવારે દેશની ચાર વિભૂતિઓને પણ ભારત રત્નની સન્માનિત કરી હતી.

  - Advertisement -

  દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અને રામ રથયાત્રાના રથી લાલકૃષ્ણ અડવાણીને પણ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વયં તેમના નિવાસસ્થાન પર જઈને તેમને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કર્યું છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે અન્ય મીડિયાના લોકો અને દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા.

  રવિવારે (31 માર્ચ, 2024) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કર્યા છે. આ માટે રાષ્ટ્રપતિ સ્વયં તેમના નિવાસસ્થાન પર પહોંચ્યા હતા. આ પહેલાં રાષ્ટ્રપતિએ શનિવારે દેશની ચાર વિભૂતિઓને પણ ભારત રત્નની સન્માનિત કરી હતી. LK અડવાણીની તબિયત નાજુક હોવાથી તેઓ તે કાર્યક્રમમાં હાજર રહી શક્યા નહોતા, તેથી રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને સ્વયં તેમની મુલાકાત લઈને અડવાણીને ભારત રત્ન એનાયત કર્યું છે. વડાપ્રધાન મોદીએ 3 ફેબ્રુઆરીના રોજ તેમને ભારત રત્ન આપવાની ઘોષણા કરી હતી. તેઓ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને ભાજપના સંસ્થાપક સભ્ય નાનાજી દેશમુખ બાદ આ સન્માન મેળવનારા ભાજપ અને RSS સાથે સંકળાયેલા ત્રીજા નેતા છે.

  શનિવારે યોજાયો હતો કાર્યક્રમ

  નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવાર (30 માર્ચ, 2024)ના રોજ ચાર વિભૂતિઓને મરણોપરાંત દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કરી હતી. સન્માન મેળવનાર વ્યક્તિઓમાં પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંઘ, પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના જનક વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનનો સમાવેશ થાય છે. આ તમામને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

  - Advertisement -

  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવને (મરણોપરાંત) ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. આ પુરસ્કાર તેમના પુત્ર પીવી પ્રભાકર રાવે સ્વીકાર્યો હતો. આ ઉપરાંત ચૌધરી ચરણ સિંઘનો પુરસ્કાર પણ તેમના પ્રપૌત્ર જયંત સિંઘને આપવામાં આવ્યો હતો. કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનનો ‘ભારત રત્ન’ પુરસ્કાર તેમના પુત્રી નિત્યા રાવે સ્વીકાર્યો હતો. આ સાથે જ કર્પૂરી ઠાકુર તરફથી તેમના પુત્ર રામનાથ ઠાકુરને એવોર્ડ એનાયત ક્રવામાં આવ્યો હતો.

  આ ચાર વિભૂતિઓના પરિજનો રાષ્ટ્રપતિ ભવન ખાતેના તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે લાલકૃષ્ણ અડવાણી સ્વાસ્થ્યના કારણોસર તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા. તેથી રવિવારે તેમના નિવસ્થાન પર તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં