ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગૌહત્યાના એક આરોપીને જામીન આપવાના મામલે અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. ગૌહત્યારા સલીમપર હાઇકોર્ટમાં કેસ દરમિયાન આરોપીને જામીન આપતા પહેલા કોર્ટે શરત મૂકી હતી કે તેણે ગૌશાળાને 1 લાખ રૂપિયા ચૂકવવા પડશે. તેમજ સલીમને એક મહિના સુધી ગાયોની સેવા કરવાની કડક સૂચના આપવામાં આવી હતી. ગૌહત્યારા સલીમ સામે અલાહાબાદ હાઇકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ગૌહત્યારા સલીમ સામે હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આરોપી સલીમે ગૌહત્યાના આરોપમાં ધરપકડ કર્યા બાદ અગાઉ પણ જામીન અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી. જોકે, અલ્હાબાદ કોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવની સિંગલ બેન્ચે પોતાના આદેશમાં કહ્યું હતું કે જો સલીમ જામીન પર છૂટ્યા બાદ શરતોનું પાલન નહીં કરે તો તેના જામીન રદ કરવામાં આવશે. કોર્ટે સલીમને અનેક શરતો પર જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું, “અરજદારે છૂટ્યાના એક મહિનાની અંદર બરેલી જિલ્લાની રજિસ્ટર્ડ ગૌશાળાની તરફેણમાં એક લાખ રૂપિયા જમા કરાવવા પડશે. જેલમાંથી છૂટ્યા પછી તરત જ અરજદાર પોતે ગૌશાળામાં જશે અને એક મહિના સુધી ગાયોની સેવા કરશે.” સલીમે જામીન લેવા માટે કોર્ટને એમ પણ કહ્યું હતું કે તે કોર્ટને દરેક રીતે સહકાર આપશે અને પોતાના જામીનનો દુરુપયોગ નહીં કરે.
Deposit ₹1 lakh in Gaushala and serve cows for one month: Allahabad High Court imposes bail condition
— Bar & Bench (@barandbench) June 4, 2022
report by @whattalawyer https://t.co/GG0RCC4od3
કોર્ટે કહ્યું, “અરજદારે છૂટ્યાના એક મહિનાની અંદર બરેલી જિલ્લાની રજિસ્ટર્ડ ગૌશાળાના ટ્રસ્ટમાં એક લાખ રૂપિયા જમા કરાવવા પડશે. તેમજ જેલમાંથી છૂટ્યા પછી તરત જ અરજદાર પોતે ગૌશાળામાં જશે અને એક મહિના સુધી ગાયોની સેવા કરશે.”
ઉલ્લેખનીય છે કે સલીમની ગયા વર્ષે 3 ઓગસ્ટ 2021ના રોજ બરેલીના ભોજીપુરા વિસ્તારમાંથી ગૌહત્યા નિવારણ કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે ગૌહત્યા અધિનિયમ, 1955ની કલમ 3/8 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તેની જામીન અરજીમાં તેણે નિર્દોષ હોવાની દલીલ કરી હતી અને દાવો કર્યો હતો કે તેની પાસેથી કોઈ ગૌમાંસ મળી આવ્યું નથી. બતાવવામાં આવેલ હુમલાનું કોઈ સ્વતંત્ર સાક્ષ્ય નથી તેમ પણ તેણે જણાવ્યું હતું.
જોકે, પોલીસે સલીમના કબજામાંથી મળી આવેલ ગૌમાંસની રીકવરી બતાવી છે. આ કેસની સુનાવણી ટૂંક સમયમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે. સલીમે કોર્ટને કહ્યું છે કે તે આ કેસમાં તમામ પ્રકારનો સહયોગ આપશે. સાથે જ કોર્ટે બે શરતો પર તેના જામીન મંજૂર કર્યા છે.