Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાન આર્થિક કટોકટી: પાકિસ્તાનના ભૂખે મરતા લોકોએ રાવલપિંડીમાં પોલ્ટ્રી ફાર્મમાંથી 5,000 મરઘીઓ...

    પાકિસ્તાન આર્થિક કટોકટી: પાકિસ્તાનના ભૂખે મરતા લોકોએ રાવલપિંડીમાં પોલ્ટ્રી ફાર્મમાંથી 5,000 મરઘીઓ લૂંટી, લૂંટાયેલ મરઘીઓની કિંમત 30 લાખ રૂપિયા

    હાલમાં પાકિસ્તાનમાં ભારે આર્થિક સંકટ પ્રવર્તી રહ્યું છે. લોકોને ખાવા લોટ નથી મળી રહ્યો અને આ દરમિયાન રાવલપિંડીમાં એક પોલ્ટ્રી ફાર્મમાં લૂંટના સમાચાર આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ફાર્મના મજૂરોને બંધક બનાવીને અહીંયા લૂંટ કરવામાં આવી હતી.

    - Advertisement -

    પાકિસ્તાનમાં મોંઘવારી અને આર્થિક સંકટ એટલું ગંભીર થઈ ગયું છે કે હવે લોકોએ લૂંટફાટનો આશરો લીધો છે. રાવલપિંડી કે જે પાકિસ્તાન આર્મીનું હેડક્વાર્ટર છે, ત્યાં એક પોલ્ટ્રી ફાર્મમાં લૂંટ થઈ છે. લોટ અને માંસની મોંઘવારી વચ્ચે, પોલ્ટ્રી ફાર્મ્સમાં લૂંટના સમાચાર અહીં હેડલાઇન્સ બનાવી રહ્યા છે. આ દેશ અત્યારે ગંભીર આર્થિક સંકડામણમાં છે.

    અહેવાલો અનુસાર રાવલપિંડીમાં 12 હથિયારધારીઓએ એક પોલ્ટ્રી ફાર્મમાં લૂંટ ચલાવી હતી. અહીં 5000 મરઘીઓ લૂંટી લેવામાં આવી હતી અને આ માટે તેઓએ પહેલા ફાર્મના કામદારોને બંધક બનાવ્યા હતા. આ મરઘીઓની કિંમત લગભગ 30 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

    પોલ્ટ્રી ફાર્મના માલિક વકાસ અહેમદે એફઆઈઆર નોંધાવી છે, આ એફઆઈઆરમાં 10થી 12 અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ છે. વકાસ અહેમદનું કહેવું છે કે ગુરુવારે કેટલાક લોકો પાસે હથિયાર હતા અને તેમણે પોલ્ટ્રી ફાર્મ પર હુમલો કર્યો હતો.

    - Advertisement -

    આરોપીઓએ ત્રણ કર્મચારીઓને બંધક બનાવી લૂંટ ચલાવી હતી. વકાસ અહેમદે જણાવ્યું કે લૂંટારુઓ ત્રણ મિની ટ્રકમાં આવ્યા હતા અને તેમની સાથે બે મોટરસાઈકલ પણ હતી. એફઆઈઆર અનુસાર, કર્મચારીઓને વોશરૂમમાં બાંધી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ લૂંટારુઓએ મરઘીઓને ટ્રકમાં સ્થાનાંતરિત કરી અને ભાગી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે આ મરઘીઓની કિંમત લગભગ 30 લાખ રૂપિયા હતી. શુક્રવારે સવારે સ્થાનિક ગ્રામજનો દ્વારા કામદારોને મુક્ત કરવામાં આવ્યા હતા.

    મરિયમે કહ્યું- નવાઝ પરિસ્થિતિ જાણે છે

    પાકિસ્તાન હાલ ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી પેકેજ મેળવવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યું છે. બીજી તરફ વડાપ્રધાન શાહબાઝ શરીફની ભત્રીજી અને પૂર્વ પીએમ નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝની વાત માનીએ તો તેમના પિતા દેશની સ્થિતિથી વાકેફ છે.

    મરિયમના મતે દેશમાં મોંઘવારી વધી રહી છે અને નવાઝ આ વાત સારી રીતે જાણે છે. મરિયમે વચન આપ્યું છે કે તેમની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) દેશને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે સખત મહેનત કરશે.

    પાકિસ્તાનમાં અનેક જગ્યાએ લોટ માટે હિંસા થઇ

    એક સમયે પાકિસ્તાનના શાસકો ભારત સાથે 1000 વર્ષ સુધી યુદ્ધ લડવાના બણગાં ફૂંકતા હતાં, પરંતુ આજે પાકિસ્તાનમાં ઘઉંનો લોટ મેળવવો મુશ્કેલ બની ગયો છે. પાકિસ્તાનમાં હાલમાં ઘઉંનો ભાવ 5000 પાકિસ્તાની રૂપિયા પ્રતિ મણ સુધી પહોંચ્યો છે અને રાવલપીંડીમાં તેનો લોટ 150 પાકિસ્તાની રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યો છે.

    અહેવાલો અનુસાર પાકિસ્તાનમાં 15 કિલો ઘઉંના લોટની બેગ 1800 થી 2250 પાકિસ્તાની રૂપિયામાં વેંચવામાં આવી રહી છે અને તો પણ કેટલાકને આ બેગ મળી રહી નથી. પાકિસ્તાની અખબાર ધ એક્સપ્રેસ ટ્રીબ્યુનમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર પાકિસ્તાનમાં ઘઉંના લોટ તેમજ ઘઉંની કિંમત પર જો કાબુ મેળવવામાં નહીં આવે તો રાવલપીંડી નાનબાઈ એસોસિએશન એક રોટીની કિંમત ફરીથી 5 રૂપિયા વધારી દેશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં