Wednesday, May 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભારત સાથે 1000 વર્ષ યુદ્ધ લડવાની તૈયારી દેખાડનાર પાકિસ્તાનમાં ઘઉંનો લોટ દોહ્યલો...

    ભારત સાથે 1000 વર્ષ યુદ્ધ લડવાની તૈયારી દેખાડનાર પાકિસ્તાનમાં ઘઉંનો લોટ દોહ્યલો થયો; અનેક જગ્યાએ લોટ માટે હિંસા થઇ

    બલુચિસ્તાનમાં તો હાલત આ તમામ સ્થળોથી વધુ ખરાબ છે. અહીંના ખાદ્યમંત્રી જમારક અચકઝઈએ જણાવ્યું છે કે તેમનાં પ્રાંતમાં ઘઉંનો સ્ટોક ‘સંપૂર્ણ થઇ ગયો છે.”

    - Advertisement -

    એક સમયે પાકિસ્તાનના શાસકો ભારત સાથે 1000 વર્ષ સુધી યુદ્ધ લડવાના બણગાં ફૂંકતા હતાં, પરંતુ આજે પાકિસ્તાનમાં ઘઉંનો લોટ મેળવવો મુશ્કેલ બની ગયો છે. પાકિસ્તાનમાં હાલમાં ઘઉંનો ભાવ 5000 પાકિસ્તાની રૂપિયા પ્રતિ મણ સુધી પહોંચ્યો છે અને રાવલપીંડીમાં તેનો લોટ 150 પાકિસ્તાની રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યો છે.

    અહેવાલો અનુસાર પાકિસ્તાનમાં 15 કિલો ઘઉંના લોટની બેગ 1800 થી 2250 પાકિસ્તાની રૂપિયામાં વેંચવામાં આવી રહી છે અને તો પણ કેટલાકને આ બેગ મળી રહી નથી. પાકિસ્તાની અખબાર ધ એક્સપ્રેસ ટ્રીબ્યુનમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર પાકિસ્તાનમાં ઘઉંના લોટ તેમજ ઘઉંની કિંમત પર જો કાબુ મેળવવામાં નહીં આવે તો રાવલપીંડી નાનબાઈ એસોસિએશન એક રોટીની કિંમત ફરીથી 5 રૂપિયા વધારી દેશે.

    ફક્ત રાવલપીંડી જ નહીં પરંતુ કરાચીમાં પણ ઘઉંનો લોટ 140 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી માંડીને 160 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વેંચાઈ રહ્યો છે. દેશની રાજધાની ઇસ્લામાબાદમાં તેમજ પેશાવરમાં આ ભાવ 150 રૂપિયા છે.

    - Advertisement -

    બલુચિસ્તાનમાં તો હાલત આ તમામ સ્થળોથી વધુ ખરાબ છે. અહીંના ખાદ્યમંત્રી જમારક અચકઝઈએ જણાવ્યું છે કે તેમનાં પ્રાંતમાં ઘઉંનો સ્ટોક ‘સંપૂર્ણ થઇ ગયો છે.”  બલુચિસ્તાનને તાત્કાલિક 4 લાખ બોરી ઘઉંની જરૂર છે અને જો તે નહીં મળે તો સંકટ વધુ ઘેરું બની જશે. તો બલુચિસ્તાનને અડીને આવેલા ખૈબર પખ્તુન્ખવા પ્રાંતમાં તો ઘઉંનો લોટ સડેલી અવસ્થામાં વેંચવામાં આવી રહ્યો છે. સમગ્ર પાકિસ્તાનમાં ઘઉંનો લોટ અહીં સહુથી મોંઘો એટલેકે 310 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યો છે.

    તો દિવસની મુખ્ય જરૂરિયાત એવો આ લોટ મેળવવા માટે બહાવરા બનેલા પાકિસ્તાનીઓ હવે હિંસા પર પણ ઉતરી આવ્યા છે. દેશમાં સરકાર સબસીડી પર પણ લોટ આપી રહી છે પરંતુ હવે એ સ્ટોક પણ ખલાસ થવા આવ્યો છે આથી આ સ્થળોએ લોટ ન મળતાં અથવાતો સ્ટોક ઓછો હોવાની બીકે લોકો ધક્કામુક્કી કરી રહ્યાં છે.

    સિંધ રાજ્યના મીરપુર ખાસ જીલ્લામાં સરકારી તંત્ર દ્વારા ટ્રકમાં ભરીને મોકલવામાં આવેલા લોટના પેકેટ ખરીદવા માટે ભીડ ભેગી થઇ ગઈ હતી. અહીં લોટનું પેકેટ મેળવવા માટે લોકોમાં રીતસરની પડાપડી થઇ હતી જેમાં 35 વર્ષનો એક મજુર સ્થળ પર જ કચડાઈ મર્યો હતો.  

    પાકિસ્તાન ખરાબ આર્થિક હાલતથી પરેશાન છે. હાલમાં જ ત્યાં વિદેશી મુદ્રા બચાવવા માટે ઈલેક્ટ્રીસિટીનો ઓછો ઉપયોગ કરવા માટે દેશભરના શોપિંગ મોલ્સ અને લગ્ન સ્થળો રાત્રે આઠ-સાડાઆઠે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં મોંઘવારી દર 25% થઇ ગયો છે.

    પાકિસ્તાનમાં ઘઉંનો લોટ જેમ દરરોજ મોંઘો થઇ રહ્યો છે તેમ પાકિસ્તાની રૂપિયા સામે અમેરિકન ડોલર પણ દરરોજ મોંઘો થઇ રહ્યો છે. 1 અમેરિકન ડોલર હાલમાં 228.26 પાકિસ્તાની રૂપિયામાં મળે છે. જ્યારે ભારતીય રૂપિયો પણ લગભગ પોણા ત્રણ પાકિસ્તાની રૂપિયા જેટલો મોંઘો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં