Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજમ્મુ-કાશ્મીર બાદ કચ્છમાંથી પણ મળી શકે છે લિથિયમનો જથ્થોઃ જિયોલોજિકલ સર્વે...

    જમ્મુ-કાશ્મીર બાદ કચ્છમાંથી પણ મળી શકે છે લિથિયમનો જથ્થોઃ જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા કરી રહી છે સર્વે

    વર્તમાન સરકાર ઇલેક્ટ્રિક વાહનો તેમજ સૌર ઉર્જાને વધું મહત્વ આપી રહી છે. આ બધામાં લિથિયમ અતિ મહત્વપૂર્ણ ધાતુ છે. ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરી બનાવવા માટે લિથિયમ રિઝર્વ હોવું ખૂબ જ જરૂરી છે. હાલમાં ભારત લિથિયમ બહારથી આયાત કરી રહ્યું છે. માટે જ લિથિયમ ભારતમાં મળશે તો અન્ય દેશો પર આધારિત રહેવું પડશે નહીં.

    - Advertisement -

    આખા વિશ્વમાં ઉર્જાના વિકલ્પો શોધવા માટે મથામણ થઇ રહી છે, કારણ કે હાલમાં હાજર ઉર્જાના સ્ત્રોતો કાં તો સીમિત છે અથવા અન્ય દેશો પર વધુ પડતો આધાર રાખવો પડી રહ્યો છે. વિવિધ ઉર્જાના સ્ત્રોતમાં હાલમાં લિથિયમ અતિ મહત્વનું તત્વ છે. કારણ કે બેટરી બનાવવા અતિ ઉપયોગી છે. વર્તમાનમાં લિથિયમ બાબતે ચીન અને ઓસ્ટ્રેલીયા તેના લિથિયમના ભંડારના રિઝર્વને કારણે આખા વિશ્વમાં પોતાનો દબદબો બનાવતું આવ્યું છે. વિશ્વ લિથિયમ બાબતે આ બંને દેશો પર વધુ પડતું આધાર રાખી રહ્યું છે. પરંતુ ભારતમાં લિથિયમ બાબતે સારા સમાચાર મળી રહ્યા છે. થોડા સમય પૂર્વે કાશ્મીરમાં લિથિયમનો મોટો જથ્થો મળી આવ્યો હતો તો હવે કચ્છમાં પણ લિથિયમ હોવાની આશા સેવાઈ રહી છે. 

    મળતી માહિતી અનુસાર, જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (જીએસઆઇ)ની ટીમને જમ્મુ કાશ્મીરમાં લિથિયમનો જથ્થો શોધવામાં સફળતા મળી છે, ત્યારે તેમને ગુજરાત સહિતના અન્ય પણ કેટલાક રાજ્યોમાં લિથિયમ માટે સર્વે કર્યા હતા. ગુજરાતના કચ્છમાં લિથિયમનો મોટો જથ્થો હોવાના સંકેતો મળ્યા છે. જો કે કચ્છ હંમેશા ખનિજોનો ભંડાર રહ્યો છે અને જેઓ ભૂશાસ્ત્રીઓ છે તેમના માટે હમેશા કુતુહલનો વિસ્તાર જ રહ્યો છે. કચ્છ સિવાય રાજસ્થાન, બિહાર અને આંધ્રપ્રદેશના મીકા બેલ્ટ તેમજ ઓડિશા અને છત્તીસગઢમાં પેગ્મેટાઈટ બેલ્ટમાં મોટા પ્રમાણમાં લિથિયમ હોવાની પૂરી શક્યતા જોવાઈ રહી છે. 

    વર્તમાન મોદી સરકાર ઇલેક્ટ્રિક વાહનો તેમજ સૌર ઉર્જાને વધું મહત્વ આપી રહી છે. આ બધામાં લિથિયમ અતિ મહત્વપૂર્ણ ધાતુ છે. ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરી બનાવવા માટે લિથિયમ રિઝર્વ હોવું ખૂબ જ જરૂરી છે. હાલમાં ભારત લિથિયમ બહારથી આયાત કરી રહ્યું છે. માટે જ લિથિયમ ભારતમાં મળશે તો અન્ય દેશો પર આધારિત રહેવું પડશે નહીં. ઉર્જા ક્ષેત્રે એક નવી ઉચાઇ પર ભારત પહોચશે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ મહત્વપૂર્ણ શોધ કરનાર જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (જીએસઆઇ)ની સ્થાપના ભારત સરકાર દ્વારા 1851માં રેલવે માટે કોલસાના ભંડારની શોધ કરવા માટે કરવામાં આવી હતી. ત્યારથી, જીએસઆઇ (GSI) દેશમાં વિવિધ ક્ષેત્રોમાં આવશ્યક ભૂસ્તરશાસ્ત્રની માહિતીના ભંડાર તરીકે વિકસ્યું છે એટલું જ નહીં, પરંતુ તેણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભૂ-વૈજ્ઞાનિક સંગઠનનો દરજ્જો પણ પ્રાપ્ત કર્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં