Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટફરી એક વાર પાલઘર કાંડ થતા-થતા રહી ગયો: પોલીસે 2 સાધુઓને મોબ...

    ફરી એક વાર પાલઘર કાંડ થતા-થતા રહી ગયો: પોલીસે 2 સાધુઓને મોબ લીંચિંગથી બચાવ્યા, ‘બાળક ચોર’ની અફવા ફેલાવી ટોળાએ ઘેરી લીધા હતા

    2 સાધુઓ ભિક્ષા મેળવવા માટે ભ્રમણ કરી રહ્યા હતા. આ દરમિયાન ગામમાં અફવા ફેલાઈ ગઈ હતી કે બાળકો ઉઠાવી જનાર ગેંગ સાધુના વેસ્મા ગામમાં ફરી રહી છે. જે બાદ ગામના ટોળાએ બન્ને સાધુઓને ઘેરી લીધા હતા.

    - Advertisement -

    મહારષ્ટ્રના પાલઘરમાં પોલીસે 2 સાધુઓને મોબ લીંચિંગથી બચાવી લીધા હોવાની ઘટના સામે આવી છે. એક ટોળાએ વનગામ વિસ્તારમાં ભિક્ષા માંગી રહેલા 2 સાધુઓને બાળક ચોર સમજીને ઘેરી લીધા હતા. આ વાતની જાણકારી પોલીસને મળતાની સાથે જ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ટોળાથી સાધુઓને બચાવી લીધા હતા. પોલીસે સમય સુચકતા વાપરીને ટોળાને સમજાવી લેવામાં સફળતા મેળવતા મોટી હિંસા થતા થતા રહી ગઈ હતી.

    અહેવાલોમાં જણાવ્યાં અનુસાર પાલઘરમાં પોલીસે 2 સાધુઓને મોબ લીંચિંગથી બચાવ્યા હોવાની ઘટના વનગામ પોલીસ સ્ટેશન હદમાં આવતા ચંદ્રનગર વિસ્તારની છે. જ્યાં 2 સાધુઓ ભિક્ષા મેળવવા માટે ભ્રમણ કરી રહ્યા હતા. આ દરમિયાન ગામમાં અફવા ફેલાઈ ગઈ હતી કે બાળકો ઉઠાવી જનાર ગેંગ સાધુના વેસ્મા ગામમાં ફરી રહી છે. જે બાદ ગામના ટોળાએ બન્ને સાધુઓને ઘેરી લીધા હતા.

    હજુ ટોળું સાધુઓને નુકસાન પહોંચાડે તે પહેલા પોલીસને આખી ઘટનાની જાણ થઇ જતા પોલીસે ત્વરિત પગલા લઈ ઘટના સ્થળે પહોંચીને સાધુઓને સુરક્ષા ઘેરામાં લઈ લીધા હતા. અને ટોળાના હાથેથી છોડાવીને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યાં હતા.

    - Advertisement -

    ત્યારે તાજેતરની ઘટના પર એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “આ પહેલાની ઘટના બાદ તેમાંથી શિક્ષા લઈ પોલીસ કર્મચારીઓ ગામડાઓની મુલાકાત લે છે, અને વિશ્વાસ વધારવા અને સંકલન સુધારવા માટે સ્થાનિક લોકો સાથે વાતચીત કરે છે. અમારી સામૂહિક સંદેશાવ્યવહારની પહેલને કારણે, અમને સમયસર મળી ગઈ હતી હતી અને અનિચ્છનીય પરિસ્થિતિ ટાળી દેવામાં આવી હતી. અમે ગડચિંચાલની ઘટનાનું પુનરાવર્તન નથી ઈચ્છતા”

    પાલઘર હત્યાકાંડ

    નોંધનીય છે કે વર્ષ 2020માં જયારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવ સેના, NCP, અને કોંગ્રેસની મહાવિકાસ આઘાડીની સરકાર હતી અને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હતા. તે સમયે મુંબઈથી ગુજરાત આવી રહેલા સાધુઓ અને તેમના સેવક ડ્રાઈવરને પાલઘરના જ ગઢચીનચલે ગામમાં ટોળાએ ક્રુરતાથી હત્યા કરી દીધી હતી.

    નોંધનીય છે કે તે સમયે પણ સાધુઓ બાળકો ઉઠાવનાર ગેંગ હોવાની અફવા ફેલાવવામાં આવી હતી. આ હત્યામાં 200 થી વધુ લોકોના ટોળાએ રસ્તો પૂછી રહેલા સાધુઓ પર હુમલો કરી દીધો હતો. સાધુઓ બચવા માટે પોલીસ સ્ટેશનમાં પણ ગયા હતા, પરંતુ પોલીસે તેમને બચાવવાની જગ્યાએ ટોળાને હવાલે કરી દીધા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં