Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશતાબ્દી વર્ષમાં પ્રવેશતા પોતાના માતા હીરાબાના આશીર્વાદ લેવા પહોચ્યા દેશના PM: જાણો...

    શતાબ્દી વર્ષમાં પ્રવેશતા પોતાના માતા હીરાબાના આશીર્વાદ લેવા પહોચ્યા દેશના PM: જાણો માતા સાથેના કયા સંસ્મરણો મોદીએ પોતાના વિશેષ બ્લોગમાં ટાંકયા

    મોદીએ લખ્યું હતું કે, "મા, એ માત્ર એક શબ્દ નથી, એ જીવનની અનુભૂતિ છે, જેમાં પ્રેમ, ધૈર્ય, વિશ્વાસ, ઘણું બધું સમાયેલું છે. મારી માતા, હીરાબા આજે 18મી જૂને તેમના શતાબ્દી વર્ષનો પ્રારંભ કરીને તેમના શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. હું મારી ખુશીઓ અને કૃતજ્ઞતા શેર કરું છું."

    - Advertisement -

    આજે ભારતના પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ પોતાના જીવનના 100મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ દરમિયાન પોતાના બે દિવાસીય પ્રવાસ માટે ગુજરાત આવેલ મોદીએ વહેલી સવારે ગાંધીનગરના રાયસણ સ્થિત ઘરે પોતાની મતાની મુલાકાત લઈને આશીર્વાદ લીધા. સાથે જ સોશિયલ મીડિયા પર પોતાની માતા માટે લખેલો એક નરેન્દ્ર મોદીનો ભાવભર્યો બ્લોગ પણ શેર કર્યો હતો.

    હીરાબેન મોદી વડાપ્રધાનના નાના ભાઈ પંકજ મોદી સાથે ગાંધીનગર શહેરની હદમાં આવેલા રાયસણ ગામમાં રહે છે. જેમ પહેલાથી શક્યતા હતી એમ પીએમ મોદીએ પોતાની માતા સાથે અડધા કલાક જેવો સમય ગાળ્યો હતો અને પછી ત્યાથી પોતાના આગળના કાર્યક્રમો માટે નીકળી ગયા હતા. પોતાની માતાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાનેથી નીકળતા પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ તેમની માતા હીરા બાના પગ ધોયા અને તેમના આશીર્વાદ લીધા હતા.

    ત્યારબાદ પીએમ મોદીએ ઘરમાં મૂકેલા મંદિરમાં માતા સાથે આરતી કરી અને તેમને પ્રસાદ ચડાવ્યો હતો. ત્યારપછી તેમણે તેમની માતાને ગુલાબના હાર અને શાલથી શણગાર્યા હતા. વિડિયોમાં PM મોદી તેમની માતાની બાજુમાં જમીન પર બેઠેલા અને અન્ય કાર્યક્રમ માટે ઘરની બહાર નીકળતા પહેલા તેમની સાથે થોડો સમય પસાર કરતા જોવા મળી રહ્યા છે. આ બેઠક અડધા કલાકથી પણ ઓછા સમય સુધી ચાલી હતી.

    - Advertisement -

    માતા હીરાબા સાથેની આ ટૂંકી મુલાકાતના અમુક ફોટાઓ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર મૂકીને પ્રધાનમંત્રીએ મોદીએ લખ્યું હતું કે, “આજે મારી માતા તેમના 100માં વર્ષમાં પ્રવેશી રહી છે ત્યારે તેમના આશીર્વાદ લીધા છે.”

    નરેન્દ્ર મોદીએ માતા હીરાબા માટે લખ્યો વિશેષ બ્લોગ

    આ અવસર પર પોતાની માતા હીરાબાને સંબોધીને હિન્દી અને અંગ્રેજી ભાષામાં લખેલો પોતાનો એક બ્લોગ પણ પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટર પર શેર કર્યો હતો. પીએમ મોદીની વેબસાઇટ Narendramodi.in પર લખાયેલા આ બ્લોગનું મથાળું હતું ” मां / Mother ” .

    પોતાનો આ બ્લોગ શેર કરતાં મોદીએ લખ્યું હતું કે, “મા, એ માત્ર એક શબ્દ નથી, એ જીવનની અનુભૂતિ છે, જેમાં પ્રેમ, ધૈર્ય, વિશ્વાસ, ઘણું બધું સમાયેલું છે. મારી માતા, હીરાબા આજે 18મી જૂને તેમના શતાબ્દી વર્ષનો પ્રારંભ કરીને તેમના શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. હું મારી ખુશીઓ અને કૃતજ્ઞતા શેર કરું છું.”

    પોતાના આ બ્લોગમાં પીએમ મોદીએ દિલ ખોલીને વાત કરી છે. જેમાં પોતાની માતા સાથેના અનેક યાદગાર પ્રસંગોને તેમણે ટાંકી લીધા છે. પોતાના બાલ્યકાળ પોતાના ઘરની ખરાબ પરિસ્થિતીને યાદ કરીને મોદીએ લખ્યું છે કે તેમના ઘરની પરિસ્થિતી એટલી ખરાબ હતી કે વરસાદમાં તેમના ઘરમાં હમેશા પાણી ટપકતું. આવી પરિસ્થિતિમાં પણ હીરા બાએ તેમના ઉછેરમાં કોઈ કમી રહેવા દીધી નહોતી. ભણતરથી લઈને ઘડતર સૂનધિ હીરાબાએ તેમને દરેક સંસ્કાર ખૂબ સારી રીતે આપ્યા હતા.

    મોદીએ પોતાની માતા હીરાબાની ઝીણીઝીણી ખાસિયતો બ્લોગમાં વિસ્તારથી આલેખી છે કે કેવી રીતે તેમની માતા રોજ સવારે 4 વાગે ઊઠીને ઘરના કામમાં લાગી જતી, એમને ઘર સાફ અને સુંદર રાખવું કેટલું ગમતું, તેમણે ઘર શણગારવા શું શું કરતાં વગેરે.

    શ્રીનગરના લાલા ચોકમાં તિરંગો ફ્ર્કવ્ય બાદ અમદાવાદમાં મોદીના સન્માન સમારંભમાં તિલક કરતાં હીરાબા (ફોટો: Narendramodi.in)

    આગળ તેમણે જણાવ્યુ કે હમણાં સુધી તેમના માતા માત્ર 2 જ વાર તેમની સાથે કોઈ જાહેર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. એકવાર, એકતા યાત્રા પછી જ્યારે મોદી શ્રીનગરના લાલ ચોકમાં ત્રિરંગો લહેરાવીને પાછા ફર્યા હતા, ત્યારે અમદાવાદમાં નાગરિક સન્માન કાર્યક્રમમાં તેઓની માતા સ્ટેજ પર આવ્યા અને તેમણે મોદીને તિલક કર્યો હતો.

    મોદી જ્યારે પહેલી વાર ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા ત્યારે શપથગ્રહણ સમારંભમાં હીરાબા (ફોટો: narendramodi.in)

    બીજીવાર હીરાબા સાર્વજનિક કાર્યક્રમમાં મોદી સાથે ત્યારે દેખાયા હતા જ્યારે મોદી પહેલી વાર ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે શપથ લઈ રહ્યા હતા. 20 વર્ષ પહેલાનો એ શપથગ્રહણ સમારંભ એ એવો છેલ્લો જાહેર કાર્યક્રમ છે જેમાં મોદીજીના માતા હાજર રહ્યા હોય. એ બાદ આજ સુધી તેઓ ક્યારેય મોદી સાથે કોઈ સાર્વજનિક કાર્યક્રમમાં નથી દેખાયા.

    આવા અનેક રસપ્રદ અને ભાવનાત્મક કિસ્સાઓ નરેન્દ્ર મોદીએ પોતાના આ વિશેષ બ્લોગમાં ટાંકયા છે, જે આપ અહી નરેન્દ્ર મોદીનો ભાવભર્યો બ્લોગ વાંચી શકો છો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં