લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33% અનામત અપાવવા માટેનું બિલ પસાર થયા બાદ PM મોદી પ્રથમ વખત ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યા છે. PM મોદી મંગળવારે (26 સપ્ટેમ્બરે) સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. સાથે જ મોટી સંખ્યામાં ગુજરાતીઓ અને એમાં પણ ખાસ કરીને મહિલાઓ તેમના સ્વાગત માટે ઉમટી પડી હતી. જ્યારે બુધવારે (27 સપ્ટેમ્બરે) PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. જેમાં તેમણે અમદાવાદ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ PM મોદી છોટા ઉદેપુર અને વડોદરા ખાતેના કાર્યક્રમમાં ભાગ લેશે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @nare ના ગુજરાત પ્રવાસ દરમ્યાન આવતીકાલે યોજાનારા અમદાવાદ, છોટા ઉદેપુર અને વડોદરા ખાતેના કાર્યક્રમો
— BJP Gujarat (@BJP4Gujarat) September 26, 2023
લાઈવ નિહાળો:
• https://t.co/sYQMNVy1qP
• https://t.co/3xD28cKFF2
• https://t.co/ZTR8waOqmd pic.twitter.com/fJHviyfpJR
PM પહોચ્યા સાયન્સ સિટી
નિર્ધારિત કાર્યક્રમ મુજબ PM મોદીના ગુજરાત પ્રવાસનો બુધવારે (27 સપ્ટેમ્બરે) બીજો દિવસ થયો છે. બીજા દિવસના કાર્યક્રમમાં PM મોદી સવારે 10 કલાકે સાયન્સ સિટી ખાતેના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે રોબોટિક ગેલેરીનું નિરીક્ષણ પણ કર્યું હતું.
તેમણે વાઈબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, અમદાવાદના મેયર પ્રતિભા જૈન અને મુખ્ય સચિવ રાજકુમાર ઉપસ્થિત રહ્યા હતા.
#WATCH | PM Modi inaugurates an exhibition on 20 years of the Vibrant Gujarat Global Summit, in Science City, Ahmedabad pic.twitter.com/uK39IRHHdh
— ANI (@ANI) September 27, 2023
₹5,206 કરોડના વિકાસકાર્યોનું કરશે ઉદ્ઘાટન
આ કાર્યક્રમ બાદ લગભગ 12.45 કલાકે PM મોદી છોટા ઉદેપુરના બોડેલી ખાતે પહોંચશે, જ્યાં તેઓ ₹5,200 કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે એ ઉપરાંત PM મોદી છોટા ઉદેપુરમાં 22 જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં Wi-Fi સુવિધાઓ સાહિય અન્ય વિકાસના પ્રોજેક્ટસનું પણ ઉદ્ઘાટન કરશે. એ ઉપરાંત ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ’ કાર્યક્રમ હેઠળ વિવિધ પ્રોજેક્ટ સહિત ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0’ પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે.
આ ઉપરાંત, પીએમ મોદી છોટાઉદેપુરમાં વોટર સપ્લાય પ્રોજેક્ટ, ગોધરામાં ફ્લાયઓવર બ્રિજ અને કેન્દ્ર સરકારની યોજના ‘બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ’ હેઠળ દાહોદમાં નિર્માણ પામનાર FM રેડિયો સ્ટુડિયોનું ખાતમુહૂર્ત પણ કરવાના છે.
એ સિવાય બપોરે 2.00 કલાકે વડોદરા ખાતે ‘નારી શક્તિ વંદન અધિનિયમ 2023’ માટે PM મોદીનો અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવશે. એ ઉપરાંત પીએમ વડોદરાના સિનોરમાં નર્મદા નદી પર બનાવવામાં આવેલા નવનિર્મિત પુલ, વડોદરામાં EWS માટે બનાવવામાં આવેલાં 400 નવાં ઘરો, દાહોદમાં નવીનીકરણ પામેલ તળાવ તેમજ નવનિર્મિત જવાહર નવોદય વિદ્યાલયનું પણ લોકાર્પણ કરશે.
PM મોદીએ નારી શક્તિ વંદન અભિનંદન કાર્યક્રમમાં લીધો હતો ભાગ
નોંધનીય છે કે મંગળવારે (26 સપ્ટેમ્બરે) સાંજે અમદાવાદ આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિવાદન માટે એરપોર્ટ પાસે નારી શક્તિ વંદન અભિનંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. PM મોદીએ કાર્યક્રમમાં પોતાનું વક્તવ્ય પણ આપ્યું હતું.
PM મોદીએ મહિલાઓનો આભાર માનતા તેમજ અભિનંદન પાઠવતા કહ્યું હતું કે “તમારા ભાઈએ વધુ એક કામ દિલ્હીમાં કર્યું છે. નારી શક્તિ વંદન અધિનિયમ એટલે વિધાનસભાથી લઈને લોકસભા સુધી મહિલાઓનું પ્રતિનિધિત્વ.” PM મોદીએ વધુમાં કહ્યું હતું કે “આ આપની વધતી તાકાત છે કે નારી શક્તિ અધિનિયમ સંસદમાં રેકોર્ડ મતોથી પાસ થયું છે. જે લોકોએ દશકો સુધી બિલને લટકાવી રાખ્યું હતું તેમને પણ તમારા ડરથી એનું સમર્થન કરવા માટે મજબૂર થવું પડ્યું છે.”