Monday, May 6, 2024
More
    હોમપેજગુજરાતપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા ગુજરાત: અમદાવાદ એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત,...

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા ગુજરાત: અમદાવાદ એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત, નારીશક્તિ વંદન અધિનિયમ માટે મહિલાઓ કરશે અભિવાદન

    એરપોર્ટથી ગુજરાતીઓનો આવકાર ઝીલતા ઝીલતા PM મોદી ખુલ્લી જીપમાં સવાર થઈને નારીશક્તિ વંદન અધિનિયમ 2023ના અભિવાદન કાર્યક્રમ સ્થળ સુધી પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં સંસદમાં નારી શક્તિ વંદન બિલ પાસ થવા પર મહિલાઓ વડાપ્રધાન મોદીનો આભાર માનશે

    - Advertisement -

    મગળવારે (26 સપ્ટેમ્બર) સાંજે પ્રધાનમંત્રી મોદી વિમાનમાર્ગે ગુજરાત પહોચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. સાથે જ મોટી સંખ્યામાં ગુજરાતીઓ અને એમાં પણ ખાસ કરીને મહિલાઓ તેમના સ્વાગત માટે ઉમટી પડી હતી. તાજેતરમાં પાસ થયેલ મહિલા અનામત બિલને લઈને સૌ કોઇ પ્રધાનમંત્રીનો આભાર માનવા પહોચ્યા હતા.

    પોતાના નિયત દ્વિદિવસીય ગુજરાત પ્રવાસ માટે PM મોદી અમદાવાદ આવી પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. PMને આવકારવા મોટી સંખ્યામાં મહિલાઓ પણ એરપોર્ટ ખાતે પહોચી હતી.

    એરપોર્ટથી ગુજરાતીઓનો આવકાર ઝીલતા ઝીલતા PM મોદી ખુલ્લી જીપમાં સવાર થઈને નારીશક્તિ વંદન અધિનિયમ 2023ના અભિવાદન કાર્યક્રમ સ્થળ સુધી પહોંચ્યા હતા. હાલ PM મોદી આ કાર્યક્રમ માટે પહોચી ચૂક્યા છે, જ્યાં હજારોની સંખ્યામાં મહિલાઓ તેમના અભિવાદન માટે રાહ જોઈ રહી છે.

    - Advertisement -

    આ કાર્યક્રમમાં સંસદમાં નારી શક્તિ વંદન બિલ પાસ થવા પર મહિલાઓ વડાપ્રધાન મોદીનો આભાર માનશે. મહિલા અનામત બિલ પાસ કરવા પર વડાપ્રધાન મોદીનું નારીશક્તિ દ્વારા ભવ્ય સન્માન પણ કરવામાં આવશે.

    ગુજરાતને આપશે ₹5,206 કરોડના વિકાસકાર્યોની ભેટ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ 26-27 સપ્ટેમ્બરના રોજ નિર્ધારિત છે. અહીં તેઓ ‘વાઇબ્રન્ટ ગુજરાત’ સમિટનાં 20 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત ખાસ કાર્યક્રમમાં ભાગ લેવાનાં છે. તેમજ છોટાઉદેપુરના બોડેલીમાં ₹5200 કરોડનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ પણ કરવાના છે. 

    આ ઉપરાંત, પીએમ વડોદરાના સિનોરમાં નર્મદા નદી પર બનાવવામાં આવેલા નવનિર્મિત પુલ, વડોદરામાં EWS માટે બનાવવામાં આવેલાં 400 નવાં ઘરો, ગુજરાતનાં 7500 ગામડાંમાં વિલેજ વાઇફાઇ પ્રોજેક્ટ, દાહોદમાં નવીનીકરણ પામેલ તળાવ તેમજ નવનિર્મિત જવાહર નવોદય વિદ્યાલયનું પણ લોકાર્પણ કરવાના છે.

    આ ઉપરાંત, પીએમ મોદી છોટાઉદેપુરમાં વોટર સપ્લાય પ્રોજેક્ટ, ગોધરામાં ફ્લાયઓવર બ્રિજ અને કેન્દ્ર સરકારની યોજના ‘બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ’ હેઠળ દાહોદમાં નિર્માણ પામનાર FM રેડિયો સ્ટુડિયોનું ખાતમુહૂર્ત પણ કરવાના છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં