આજથી શરૂ થતા નૂતનવર્ષને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ગુજરાતના ગૃહમંત્રી સુધી તમામે લોકોને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા દેશની જનતાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને પાઠવેલી પોતાની શુભેચ્છામાં લખ્યું હતું કે, “વિશ્વભરમાં નૂતન વર્ષ પર્વ મનાવી રહેલા મારા સૌ પરિવાર જનોને નૂતન વર્ષાભિનંદન. આ વર્ષ એક વિશેષ વર્ષ બન્યું છે કેમકે આપ સૌ એ વોકલ ફોર લોકલ અભિયાન ને જ્વલંત સફળતા અપાવી.” આ સાથે જ તેમણે, “સ્થાનિક પ્રોડક્ટની ખરીદી દ્વારા નૂતન વર્ષનો નવતર ઉજાસ ફેલાવ્યો છે.” લખીને મેક ઇન ઇન્ડિયાની સફળતાનો પણ આડકતરો ઉલ્લેખ કરી દીધો. તેમણે આગળ લખ્યું કે, “વિકસિત ભારતના નિર્માણ માટે આપણે સૌ આવનારા વર્ષોમાં પણ આ જ ઉત્સાહથી વોકલ ફોર લોકલ માટે પ્રતિબદ્ધ થઇએ.”
વિશ્વભરમાં નૂતન વર્ષ પર્વ મનાવી રહેલા મારા સૌ પરિવાર જનો ને નૂતન વર્ષાભિનંદન.
— Narendra Modi (@narendramodi) November 14, 2023
આ વર્ષ એક વિશેષ વર્ષ બન્યું છે કેમકે આપ સૌ એ વોકલ ફોર લોકલ અભિયાન ને જ્વલંત સફળતા અપાવી.
સ્થાનિક પ્રોડક્ટ ની ખરીદી દ્વારા નૂતન વર્ષ નો નવતર ઉજાસ ફેલાવ્યો છે.
વિકસિત ભારત ના નિર્માણ માટે આપણે સૌ…
બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ X પર પોસ્ટ કરીને નૂતન વર્ષનું શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું કે, “નૂતન વર્ષની મારા સૌ ભાઈઓ અને બહેનોને શુભકામનાઓ. આ નૂતન વર્ષ તમારા સૌના જીવનમાં ઉત્સાહ અને ઉમંગનો સંચાર કરે.”
નૂતન વર્ષની મારા સૌ ભાઈઓ અને બહેનોને શુભકામનાઓ.
— Amit Shah (@AmitShah) November 14, 2023
આ નૂતન વર્ષ તમારા સૌના જીવનમાં ઉત્સાહ અને ઉમંગનો સંચાર કરે. pic.twitter.com/gFF4erF0jB
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ મીડિયા મારફતે ગુજરાતની પ્રજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, “આજથી શરૂ થતા સંવંત 2080 નવા વર્ષે સહુ નાગરિકોને હ્રદયથી ખુબ શુભેચ્છાઓ પાઠવું છું. નવું વર્ષ, નવી આશા, નવા વિચાર અને નવા સંકલ્પ સાથે આપણે સહુ આગળ વધીએ. આવતી કાલે એટલે કે 15મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાના જન્મદિવસે જનજાતિ ગૌરવ દિવસ તરીકે જે આપણે ઉજવીએ છીએ. તે દિવસે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં જે વિકસિત ભારત યાત્રની શરૂઆત થઇ રહી છે. તેમાં તમામ નાગરિકો જોડાય અને વધુમાં વધુ લાભ લે.” સાથે જ ફરી એક વાર નવા વર્ષની શુભેચ્છા પાઠવીને તેમણે પોતાની વાત પૂર્ણ કરી હતી.
New Year 2023: ભગવાનના શરણે નમી CM ભૂપેન્દ્ર પટેલે કર્યો નવા વર્ષનો શુભારંભ, કહ્યું 'સૌ નવા સંકલ્પ સાથે આગળ વધીએ' #NewYear #NutanVarshabhinandan #NewYear2023 #gujaratnews #gandhinagarnews #cmbhupendrapatel #VTVGujarati pic.twitter.com/MkaM8IT6EW
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 14, 2023
આ સાથે જ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ X પર નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. સંઘવીએ લખ્યું હતું કે, “નવા વર્ષમાં નવી તકો અને નવી આશાઓને સાથે મળીને આવકારીએ. નૂતન વર્ષાભિનંદન! આપ સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું.”
Let us together welcome new opportunities with new hope.
— Harsh Sanghavi (@sanghaviharsh) November 14, 2023
Happy New Year!
નૂતન વર્ષાભિનંદન !
આપ સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું. pic.twitter.com/KwfRJitN66