વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોના મહામારી દરમિયાન અનાથ થયેલા બાળકો માટે સરકારી યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ બાળકોને દર મહિને 4 હજાર રૂપિયા આપવા સાથે પાંચ લાખ સુધીની મફત સારવારની સુવિધા પૂરી પાડવામાં આવશે. તેમજ જયારે આ બાળકો 23 વર્ષના થઇ જશે ત્યારે તેમને એકસાથે 10 લાખ રૂપિયા પણ મળશે.
પીએમ કેયર્સ દ્વારા આ બાળકોના બેંક ખાતામાં શિષ્યવૃત્તિ જમા કરવામાં આવી છે. તેમજ ‘પીએમ કેર્સ ફૉર ચિલ્ડ્રન’ના માધ્યમથી તેમને આયુષ્માન હેલ્થ કાર્ડ પણ આપવામાં આવશે.
અનાથ બાળકો માટે યોજના શરૂ કરતા પીએમ મોદીએ કહ્યું કે, આજે હું વડાપ્રધાન તરીકે નહીં પરંતુ તમારા પરિવારના એક સભ્ય તરીકે વાત કરી રહ્યો છું. આજે આ બાળકો વચ્ચે આવીને ઘણું સારું લાગે છે. જીવન ઘણીવાર અણધાર્યા વળાંક પર લાવીને મૂકી દે છે. આવીપરિસ્થિતિઓ માં જેની આપણે કલ્પના પણ ન કરી હોય તેવું બને છે અને અચાનક અંધારું છવાઈ જાય છે. કોરોનમાં અનેક લોકોના જીવનમાં, અનેક પરિવારો સાથે આવું જ બન્યું છે.”
વડાપ્રધાને કહ્યું કે કોરોનાના કારણે જેમણે સ્વજનો ગુમાવ્યા છે અને તેમના જીવનમાં આવેલા ફેરફારો કેટલા કઠિન છે તે હું સારી રીતે જાણું છું. તેમણે કહ્યું કે, જે ચાલ્યું જાય છે તેની તો માત્ર કેટલીક યાદો રહી જાય છે પણ જેમને પાછળ મૂકી જાય છે તેમણે અનેક પડકારોનો સામનો કરવો પડે છે. વડાપ્રધાને આગળ કહ્યું કે, આવા પડકારરૂપ સમયમાં પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન તમામ કોરોના પ્રભાવિત બાળકોની મુશ્કેલીઓ દૂર કરવાનો એક નાનકડો પ્રયાસ છે.
PM Cares for Children, कोरोना प्रभावित उन बच्चों की मुश्किलें कम करने का एक छोटा सा प्रयास है, जिनके माता और पिता, दोनों नहीं रहे। यह इस बात का भी प्रतिबिंब है कि हर देशवासी पूरी संवेदनशीलता से इन बच्चों के साथ है। pic.twitter.com/Ap9FzjEEGl
— Narendra Modi (@narendramodi) May 30, 2022
વડાપ્રધાને ધ્યાન દોરતા કહ્યું કે, આ બાળકો માટે દર મહિને 4 હજાર રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, બાળકો જયારે શાળાકીય અભ્યાસ પૂર્ણ કરશે ત્યારે તેમને ભવિષ્યના સપનાં પૂર્ણ કરવા માટે પૈસાની જરૂર પડશે. જેથી આવા 18-23 વર્ષના યુવાનોને દર મહિને સ્ટાઈપેન્ડ મળશે અને જ્યારે તેઓ 23 વર્ષના થશે ત્યારે એકસાથે 10 લાખ રૂપિયા મળશે.
વડાપ્રધાને એમ પણ કહ્યું કે, કોઈ પણ બાળકને અચાનક બીમારી આવી જાય તોપણ ચિંતા કરવાની જરૂર નથી. પીએમ કેર્સ ફૉર ચિલ્ડ્રનના માધ્યમથી કોરોનામાં અનાથ થયેલા બાળકોને આયુષ્માન હેલ્થ કાર્ડ પણ આપવામાં આવી રહ્યા છે, જેનાથી પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે.
પીએમ મોદીએ બાળકોને કહ્યું કે, “હું જાણું છું કે કોઈ પણ પ્રયાસ અને સહયોગ તમારા માતા-પિતાના સ્નેહની ભરપાઈ કરી શકતા નથી. પરંતુ તમારા મા-બાપ ન હોવા પર આ સંકટના સમયમાં મા ભારતી બાળકોની સાથે છે. પીએમ કેર્સ દ્વારા દેશ આ જવાબદારી નિભાવવાનું કામ કરી રહ્યો છે. આ પ્રયાસ કોઈ એક વ્યક્તિ, સંસ્થા કે સરકારનો નથી પરંતુ પીએમ કેર્સ આપણા કરોડો દેશવાસીઓની મહેનત અને પરસેવાની કમાણીનું પરિણામ છે.
आज जब हमारी सरकार अपने 8 वर्ष पूरे कर रही है, तो देश का आत्मविश्वास, देशवासियों का खुद पर भरोसा भी अभूतपूर्व है। सबका साथ-सबका विकास, सबका विश्वास-सबका प्रयास के मंत्र पर चलते हुए भारत अब तेज गति से विकास कर रहा है। #8YearsOfSeva pic.twitter.com/qO7vcr58M2
— Narendra Modi (@narendramodi) May 30, 2022
વડાપ્રધાને કહ્યું, “આજે જ્યારે અમારી સરકાર આઠ વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે દેશનો આત્મવિશ્વાસ, દેશવાસીઓનો સ્વયં પર ભરોસો અભૂતપૂર્વ છે. ભ્રષ્ટાચાર, હજારો કરોડના સ્કેમ, ભાઈ-ભત્રીજાવાદ, દેશભરમાં ફેલાતા આતંકી સંગઠનો, ક્ષેત્રીય ભેદભાવ વગેરેમાં દેશ 2014 પહેલાં ફસાયેલો હતો, હવે તેમાંથી બહાર નીકળી રહ્યો છે. હવે ગરીબમાં ગરીબ માણસને પણ વિશ્વાસ બેઠો છે કે સરકારી યોજનાઓનો લાભ તેને મળશે. અમારી સરકાર સંપૂર્ણ સશક્તિકરણનું અભિયાન ચલાવી રહી છે.