Wednesday, November 6, 2024
More
    હોમપેજદેશવડાપ્રધાન મોદીએ બશીરહાટના ભાજપ ઉમેદવાર અને સંદેશખાલીના પીડિતા રેખા પાત્રા સાથે કરી...

    વડાપ્રધાન મોદીએ બશીરહાટના ભાજપ ઉમેદવાર અને સંદેશખાલીના પીડિતા રેખા પાત્રા સાથે કરી વાત: તેમને ગણાવ્યા ‘શક્તિ સ્વરૂપા’, કહ્યું- તમે જરૂર જીતશો

    વડાપ્રધાન મોદી અને રેખા પાત્રા વચ્ચે થયેલી આ વાતચીત ચર્ચાનો વિષય બની હતી. મોટાભાગની ન્યુઝ ચેનલો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેને શેર કરવામાં આવી છે.

    - Advertisement -

    લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે ભાજપે પશ્ચિમ બંગાળની બશીરહાટ બેઠક પરથી સંદેશખાલીની પીડિતા રેખા પાત્રાને ઉમેદવાર ઘોષિત કર્યા છે. આ એ જ રેખા પાત્રા છે, જેમણે સંદેશખાલીના TMC ગુંડાઓ દ્વારા કરવામાં આવેલા યૌન શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. ત્યારે વડાપ્રધાન મોદીએ બશીરહાટથી ભાજપ ઉમેદવાર અને સંદેશખાલીના પીડિતા રેખા પાત્રા સાથે ટેલીફોનીક વાત કરી હતી. આ વાતચીત દરમિયાન તેમણે રેખાને ‘શક્તિ સ્વરૂપા’ કહ્યા હતા.

    તમારો હાથ અમારા માથા પર, જાણે ભગવાન રામનો હાથ અમારા માથે છે- રેખા પાત્રા

    વડાપ્રધાન મોદી અને રેખા પાત્રા વચ્ચે થયેલી આ વાતચીત ચર્ચાનો વિષય બની હતી. મોટાભાગની ન્યુઝ ચેનલો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેને શેર કરવામાં આવી છે. આમાં વડાપ્રધાન મોદીને કહેતા સાંભળી શકાય છે કે, “તમે ખૂબ જ મોટું અને મહત્વપૂર્ણ કામ કરવા જઈ રહ્યા છો, તમને કેવું લાગી રહ્યું છે?” તેના પર રેખા જવાબ આપે છે કે, “ખૂબ જ સારું લાગે છે, આપનો હાથ અમારા માથા પર છે, જાણે ભગવાન રામનો હાથ અમારા માથા પર છે.”

    રેખાની આ વાત પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે. “મારો હાથ કોઈના પર નથી, પરંતુ માતાઓ અને બહેનોના હાથ મારા પર છે.” દરમિયાન પીએમ મોદી રેખાને પૂછે છે કે બંગાળની વિપરીત રાજનીતિમાં ભાજપ દ્વારા ઉમેદવાર બન્યા બાદ કેવું લાગી રહ્યું છે? તેના પર રેખા જણાવે છે કે, “અમે ખૂબ ખૂશ છીએ, પહેલા કેટલીક TMC મહિલાઓ નારાજ હતી, પણ હવે બધું બરાબર છે. જે અમારો વિરોધ કરી રહી હતી તે પણ આપણી જ માતાઓ બહેનો છે.”

    - Advertisement -

    તમે તાકતવર લોકોને જેલમાં ધકેલ્યા, તમે શક્તિ સ્વરૂપા- પીએમ મોદી

    રેખાની આ વાત સાંભળીને વડાપ્રધાન તેમને બિરદાવે છે. તેઓ કહે છે કે, “તમારા વિચાર ખૂબ ઊંચા છે, અનેક લોકોને તમારી વાત સાંભળીને સારૂ લાગશે. મને ભરોસો છે કે આપ ચોક્કસથી અગામી ચૂંટણી જીતશો અને દિલ્હી જરૂર આવશો. તમે સંદેશખાલીમાં આટલી મોટી લડાઈ લડી છે. આપ એક રીતે ‘શક્તિ સ્વરૂપા’ છો. આપે આટલા તાકાતવર લોકોને જેલમાં ધકેલી દીધા. આપને અંદાજો નથી કે આપે કેવડું મોટું સાહસનું કામ કર્યું છે.”

    વડાપ્રધાન મોદીની આ વાત સાંભળીને રેખા તેમને જવાબમાં કહે છે કે, “આ લડાઈમાં તેમને સંદેશખાલીની મહિલાઓનો પણ સાથ હતો, એટલે જ હું આ કરી શકી.” રેખાએ આ દરમિયાન વડાપ્રધાન મોદીને પિતા અને ભાઈ સમાન કહ્યા. તેમણે કહ્યું કે “અમને આશા છે કે TMC વિરુદ્ધની આ લડાઈમાં તમે (પીએમ મોદી) અમારો સાથ આપશો.” આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આ માત્ર તેમના એકલાની લડાઈ નથી પરંતુ આ આખા બંગાળના સન્માનની લડાઈ છે.

    ભાજપ દ્વારા લાવવામાં આવેલી યોજનાઓના નામ TMC બદલી દે છે- પીએમ મોદી

    વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “બંગાળ શક્તિ પૂજા, દુર્ગા પૂજાની ભૂમિ છે. આપ તે જ શક્તિના પર્યાય છો. આપનું કામ ખૂબ જ મોટું છે. સંદેશખાલીની મહિલાઓનો અવાજ વોશ્વ સામે ઉઠાવવો તે કોઈ સામાન્ય વાત નથી. આપનો ઉત્સાહ જોઇને લાગી રહ્યું છે કે આ વખતે બંગાળમાં નારીશક્તિ ચોક્કસથી અમને આશીર્વાદ આપશે.”

    ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ આ દરમિયાન રેખાને તેમ પણ કહ્યું કે તેઓ ભાજપ દ્વારા લાવવામાં આવેલી યોજનાઓ વિશે લોકોને જાગૃત કરે. તેમને યોજનાઓ વિશે માહિતી આપે. સાથે જ પીએમ મોદીએ એમ પણ કહ્યું કે TMC સરકાર બંગાળના લોકો સુધી યોજનાઓ પહોંચવા જ નથી દેતી અને જે યોજનાઓ લોકો સુધી પહોંચે છે, તેના નામ બદલી દેવામાં આવે છે.

    ભાજપની પાંચમી યાદીમાં જાહેર થયું હતું નામ

    ઉલેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ (BJP) 25 માર્ચ 2024ના રોજ લોકસભા ચૂંટણી 2024 માટે તેના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં 19 ઉમેદવારોના નામ હતા. જેમાં રેખા પાત્રાને બસીરહાટ લોકસભા સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તે બસીરહાટના જ સંદેશખાલી વિસ્તારમાં છે, જે ટીએમસીના ગુંડાઓને કારણે સમાચારોમાં છે. સંદેશખાલીમાં, ટીએમસી નેતા શેખ શાહજહાં શેખ અને તેના ખાસ ગુંડા શિબુ હાઝરા અને ઉત્તર સરદાર પર મહિલાઓની ઉત્પીડન અને જમીન હડપ કરવાનો આરોપ છે.

    રેખા પાત્રાને ઉત્તર 24 પરગણાની બસીરહાટ લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેમને ટીએમસીના હાજી નૂરૂલ ઇસ્લામ તરફથી પડકારનો સામનો કરવો પડશે. અભિનેત્રી નુસરત જહાંએ વર્ષ 2019માં ટીએમસી વતી આ બેઠક જીતી હતી, પરંતુ લોકસભા ચૂંટણી પહેલા તેણે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી અને સાંસદ પદ પરથી રાજીનામું પણ આપી દીધું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં