હાલ ઇટલીમાં ‘ગ્રુપ ઓફ સેવન’ અથવા G7 દેશોની બેઠક યોજાઈ રહી છે. આ વખતે જી7 સમિટનું આયોજન 13થી 15 જૂન દરમિયાન ઇટલીના અપુલિયા ક્ષેત્રમાં બોર્ગો એગ્નાઝિયાના રિસોર્ટમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાનને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટલી પહોંચી ગયા છે. દરમિયાન પીએમ મોદી ઇટલી પહોંચે તે પહેલા જ ઇટલીના પીએમમાં ભારતીયતાની છાપ જોવા મળી હતી. તેમણે ભારતીય પરંપરા મુજબ તમામ મહેમાનોનું ‘નમસ્તે’ સાથે સ્વાગત કર્યું. ઇટલીના પીએમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બનાવી રહ્યો છે.
#WATCH | Apulia, Italy: Prime Minister Narendra Modi arrives are Brindisi Airport, Italy to participate in the G7 Outreach Summit on 14th June.
— ANI (@ANI) June 13, 2024
Prime Minister Narendra Modi and Italian PM Giorgia Meloni will have a bilateral meeting on the sidelines of the Summit. pic.twitter.com/wwv0wpKNYC
વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટ માટે ઇટલી પહોંચી ગયા છે. તેમનું વિમાન બપોરે 3:30 વાગ્યે અપુલિયાના બ્રિન્ડિસી એરપોર્ટ પર ઉતર્યું હતું. અહીં તેઓ ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, યુએસ પ્રમુખ જો બિડેન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સહિત વિશ્વના ઘણા નેતાઓને મળશે. ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ થશે.
આ વર્ષે ઇટલી G7 સમિટનું આયોજન કરી રહ્યું છે. યુએસ પ્રમુખ જો બિડેન, યુકેના વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં ભાગ લઈ રહ્યા છે. 13 જૂને ઘણા નેતાઓ ઇટલી પહોંચ્યા હતા. ઇટલીના પીએમએ તમામ વિદેશી મહેમાનોનું નમસ્તેથી સ્વાગત કર્યું હતું.
PM મેલોનીએ ભારતીય સ્વાગતની મુદ્રામાં વિદેશી મહેમાનોને આવકાર્યા
વાસ્તવમાં, ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ મહેમાનોનું અલગ રીતે સ્વાગત કર્યું. તેમણે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેનનું અભિવાદન કર્યું. આ સ્ટાઈલમાં તેમના સ્વાગતનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારતીય યુઝર્સ મેલોનીના ખૂબ વખાણ કરી રહ્યા છે.
Watch: Italian PM Giorgia Meloni receives President of the European Commission Ursula von der Leyen as she arrives for the 50th G7 Summit
— IANS (@ians_india) June 13, 2024
(Video – G7 Italy 2024) pic.twitter.com/InZvmjeBeB
ઓક્ટોબર 2022માં સત્તા સંભાળ્યા બાદ જ્યોર્જિયા મેલોની પ્રથમ વખત એક મોટા આંતરરાષ્ટ્રીય મંચનું આયોજન કરી રહ્યા છે. તેમણે પોતે આ સમિટનો એજન્ડા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ઇટલી ઇચ્છે છે કે આ સમિટમાં યુક્રેન અને ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ સિવાય આફ્રિકા અને સમગ્ર વિશ્વમાં સ્થળાંતરના મુદ્દા પર ચર્ચા કરવામાં આવે. આ કારણે તેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. યુરોપિયન પાર્લામેન્ટની ચૂંટણીમાં તેમની જંગી જીતે મેલોનીનું કદ વધુ વધાર્યું છે. એટલા માટે આ વખતે આ કોન્ફરન્સ ખાસ બની છે.