Thursday, November 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપીએમ મોદીએ નેનો યુરિયા પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- હવે યુરિયા માટે વિદેશો...

    પીએમ મોદીએ નેનો યુરિયા પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- હવે યુરિયા માટે વિદેશો પર નિર્ભર નહીં રહેવું પડે, વધુ 8 પ્લાન્ટ સ્થાપવાનું એલાન

    કાર્યક્રમમાં સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું કે, સહકારની સૌથી મોટી શક્તિ વિશ્વાસ, સહયોગ અને સામર્થ્ય છે. એ જ સ્વતંત્રતાના અમૃતકાળમાં ભારતની સફળતાની ગેરેન્ટી છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે આવ્યા  છે. આજે સવારે રાજકોટ ખાતે ઉતર્યા બાદ જસદણ નજીક પટેલ સેવા સમાજ દ્વારા નવનિર્મિત હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. જે બાદ તેઓ ગાંધીનગર આવવા રવાના થયા હતા, જ્યાં તેમણે ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સંબોધન પણ કર્યું હતું. વડાપ્રધાને ઇફકો દ્વારા કલોલ ખાતે સ્થાપવામાં આવેલા દેશના પ્રથમ ‘નેનો યુરિયા પ્લાન્ટ’નું લોકાર્પણ પણ કર્યું હતું. આ દરમિયાન, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને અન્ય ધારાસભ્યો-સાંસદો ઉપસ્થિત રહ્યા હતા.

    કાર્યક્રમમાં સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું કે, સહકારની સૌથી મોટી શક્તિ વિશ્વાસ, સહયોગ અને સામર્થ્ય છે. એ જ સ્વતંત્રતાના અમૃતકાળમાં ભારતની સફળતાની ગેરેન્ટી છે. તેમણે કહ્યું કે, સહકારની સ્પિરિટને આઝાદીના અમૃતકાળની સ્પિરિટ સાથે જોડવા માટે અમે નિરંતર આગળ વધી રહ્યા છીએ.

    તેમણે કહ્યું કે, ડેરી સેક્ટરના કો-ઑપરેટિવ મોડેલનું ઉદાહરણ આપણી સામે છે. આજે ભારત દુનિયાનું સૌથી  છે અને જેમાં ગુજરાતની ભાગીદારી પણ નોંધપાત્ર છે. ગત વર્ષોમાં ડેરી સેક્ટર ઝડપથી આગળ પણ વધી રહ્યું છે અને ગ્રામીણ અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર ફાળો પણ આપી રહ્યું છે. 

    - Advertisement -

    તેમણે કહ્યું કે, ગુજરાતમાં દૂધ આધારિત ઉદ્યોગોનો વ્યાપક પ્રસાર થયો કારણ કે સરકાર તરફથી પાબંદીઓ ઓછામાં ઓછી રહી. સરકાર અહીં એક સુવિધાઓ પ્રદાન કરવાનું કામ કરે છે, બાકી કામ તો તમારા જેવા કૉ-ઓપરેટિવ્સ અને ખેડૂતો કરે છે. 

    તેમણે આત્મનિર્ભરતાનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, આત્મનિર્ભરતામાં ભારતની અનેક મુશ્કેલીઓનો ઉપાય છે અને આત્મનિર્ભરતાનું એક ઉત્તમ મોડેલ સહકાર છે. આ આપણે ગુજરાતમાં સફળતાપૂર્વક અનુભવ્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં સહકાર આધારિત આર્થિક મોડેલને પ્રોત્સાહિત કરવામાં આવે તેવા સરકારના પ્રયત્નો છે અને એ હેતુથી જ કેન્દ્રમાં સહકાર ક્ષેત્ર માટે અલગ મંત્રાલયનું ગઠન કરવામાં આવ્યું છે.

    વડાપ્રધાને કહ્યું કે, દેશના ખેડૂતોના હિતમાં જે કંઈ પણ કરવું પડે એ અમે કરીશું અને દેશના ખેડૂતોની શક્તિઓમાં વધારો કરીશું. આજે દરેક નાના ખેડૂતને સશક્ત કરવામાં આવી રહ્યો છે. લઘુ ઉદ્યોગો-MSMEs ને પણ ભારતની આત્મનિર્ભર સપ્લાય ચેનના મજબૂત ભાગો બનાવવામાં આવી રહ્યા છે.

    વડાપ્રધાને કહ્યું કે, 2014 માં અમારી સરકાર બન્યા બાદ અમે યુરિયાના સંપૂર્ણ નીમ કોટિંગનું કામ કર્યું હતું. જેનાથી દેશના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા મળવાનું શરૂ થયું હતું. સાથે જ અમે યુપી, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને તેલંગાણામાં બંધ પડેલાં પાંચ ખાતરના કારખાના પણ ફરીથી શરૂ કરવાનું કામ કર્યું છે.

    ‘નેનો યુરિયા પ્લાન્ટ’નું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, હવે યુરિયાની આખી ગૂણીની શક્તિ અડધા લિટર બોટલમાં આવી ગઈ છે, જેના કારણે પરિવહન અને સંગ્રહમાં પણ બચત થઇ છે. આ પ્લાન્ટ દરરોજ 500 mlની દોઢ લાખ બોટલોનું ઉત્પાદન કરશે. તેમણે એમ પણ જણાવ્યું કે આગામી દિવસોમાં આવા 8 વધુ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. તેમણે કહ્યું કે, તેનાથી યુરિયા માટે વિદેશો પરની નિર્ભરતા ઘટશે અને બચત થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં