ઉત્તર પ્રદેશના આગ્રામાં પત્રકારની પત્નીની હત્યાના કેસમાં પરિવારને 9 વર્ષ બાદ ન્યાય મળ્યો છે. આ કેસમાં જિલ્લા અદાલતે મૃતકના ભત્રીજા સહિત બે દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2014માં આગ્રાના ન્યૂ આગ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્રકાર વિજય શર્માની પત્નીની હત્યા કરવામાં આવી હતી. તેમની પત્ની સાથે તેના પાલતુ કૂતરાની પણ હત્યા કરવામાં આવી હતી. ખાસ વાત તે હતી કે કૂતરાના હુમલાના ઈજાના નિશાન અને પોપટે આપેલી જુબાનીથી પોલીસ હત્યારાઓ સુધી પહોંચી હતી. મહિલાના પાલતુ પોપટ મીઠુએ આપેલ જુબાનીના આધારે આ કેસના આરોપી પકડાયા હતા.
तोते ने खोला महिला की हत्या का राज! 9 साल बाद कातिल को हुई उम्र कैद की सजा https://t.co/NKz8AF9HXJ
— City News Rajasthan (@rajasthan_city) March 24, 2023
આ કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો અને 9 વર્ષ બાદ રોની અને આશુતોષને દોષિત ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી. 9 વર્ષ પછી આવેલા નિર્ણયમાં મૃતક મહિલાના પાલતુ પોપટની ભૂમિકા ખૂબ મહત્વની હતી. ઘટના બાદથી પોલીસ ગુનેગારોને શોધી રહી હતી, પરંતુ કોઈ સુરાગ મળી શક્યો ન હતો. પરંતુ પાલતુ પોપટ મીઠુ વારંવાર મૃતકના ભત્રીજાનું નામ લેતો હતો. જે બાદ પોલીસે તેને કસ્ટડીમાં લીધા બાદ પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
સ્પેશિયલ જજ, લૂંટ અસરગ્રસ્ત વિસ્તાર, મોહમ્મદ રશીદે મહિલાની હત્યાના દોષી આશુતોષ ગોસ્વામી અને રોનીને આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે 72 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
પાલતુ મીઠુ પોપટે ઘણા રહસ્યો ખોલ્યા
નીલમની 9 વર્ષ પહેલા પોલીસ સ્ટેશન ન્યૂ આગ્રા વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ હત્યારાઓએ ઘરમાં પણ લૂંટ ચલાવી હતી. પોલીસે તપાસ શરૂ કરી ત્યારે હત્યારાઓને શોધવામાં પોલીસને ઘણો સમય લાગી રહ્યો હતો.
હત્યા બાદથી મૃતકના ઘરે ઉછરી રહેલ પાલતુ પોપટ મીઠુ સતત મહિલાના ભત્રીજા આશુતોષ ગોસ્વામી ઉર્ફે આશુનું નામ લઈ રહ્યો હતો. આ પછી, પોલીસે મૃતકના ભત્રીજાની અટકાયત કરી અને તેની પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન ભત્રીજાએ તેના સાથીદારો સાથે મળીને હત્યા કર્યાની કબૂલાત કરી હતી.