Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશ્રીફળ વધેરવાની મનાઈ વચ્ચે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું:...

    શ્રીફળ વધેરવાની મનાઈ વચ્ચે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું: માઇભક્તોએ કર્યો મશીનનો બોયકોટ, પ્રવેશદ્વારે જ વધેર્યાં શ્રીફળ

    20 માર્ચના દિવસે જ માચી પાસે શ્રીફળ વધેરવાનું મશીન મુકવામાં આવ્યું હતું. પરંતુ અપૂરતા પ્રચાર પ્રસાર અને ભક્તોની ભારે ભીડના કારણે આ મશીન વિષે કોઈને ખ્યાલ જ નહોતો. જેના કારણે આ મશીન માત્ર એક મુકદર્શક બનીને પડી રહેલું જોવા મળ્યું હતું.

    - Advertisement -

    આજથી જગતશક્તિ મા અંબાની આરાધનાનો પવિત્ર તહેવાર ચૈત્રી નવરાત્રી શરૂ થયો છે. દર વર્ષની જેમ આ વખતે પણ નવરાત્રીના પહેલા દિવસે મહાકાળી માતાના પ્રખ્યાત ધામ પાવાગઢમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. પરંતુ આ વર્ષે પાવાગઢ અન્ય કારણથી પણ ચર્ચામાં છે અને એ છે શ્રીફળ વધેરવાની મનાઈ કરવાનો વિષય.

    અહેવાલો મુજબ 2 દિવસ પહેલા જ શ્રીફળ વિવાદની વચ્ચે મંદિર ટ્રસ્ટ દ્વારા માચી પાસે શ્રીફળ વધેરવાનું મશીન મુકવામાં આવ્યું હતું. પરંતુ તહેવારની પહેલા અને અપૂરતા પ્રચાર પ્રસારના કારણે ગુજરાત અને દેશભરમાંથી આવતા યાત્રીઓને તેના વિષે ખ્યાલ જ નહોતો.

    ભક્તોને જ્યાં જગ્યા મળી ત્યાં વધેર્યાં શ્રીફળ

    નોંધનીય છે કે આજે વહેલી સવારથી જ અહીંયા ભક્તો મોટી સંખ્યામાં પહોંચવા માંડયા હતા. તળેટીમાંથી માચી જવાના રસ્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. જોકે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને છોલેલું શ્રીફળ ડુંગર પર ન લઈ જવા દેવાતા અને શ્રીફળ વધેરવાની મનાઈ હોવાથી ભક્તોએ તેનો રસ્તો શોધી કાઢ્યો હતો. ડુંગરની નીચે ભક્તોને જ્યાં પણ જગ્યા મળી ત્યાં તેમણે શ્રીફળ વધેર્યા હતા.

    - Advertisement -

    ભક્તોએ છોલેલું શ્રીફળ ઉપર ન પહોંચે તે માટે બનાવેલી લક્ષ્મણ રેખા નજીક દૂળિયા તળાવ પાસે બનતા બગીચાના પગથિયા, રસ્તામાં આવતા વૃક્ષોની ફરતેના ચોરા પર તો ડુંગર ચડવા પહેલા આવતા પગથિયા પર શ્રીફળ વધેર્યાં હતા. જેના પગલે પ્રવેશદ્વાર પર જ મોટી સંખ્યામાં શ્રીફળ જોવા મળ્યા હતા.

    શ્રીફળ વધેરવાનું મશીન બન્યું શોભાનો ગાંઠિયો

    નોંધનીય છે કે 20 માર્ચના દિવસે જ માચી પાસે શ્રીફળ વધેરવાનું મશીન મુકવામાં આવ્યું હતું. પરંતુ અપૂરતા પ્રચાર પ્રસાર અને ભક્તોની ભારે ભીડના કારણે આ મશીન વિષે કોઈને ખ્યાલ જ નહોતો. જેના કારણે આ મશીન માત્ર એક મુકદર્શક બનીને પડી રહેલું જોવા મળ્યું હતું.

    પાવાગઢ શ્રીફળ વિવાદ

    મળતી માહિતી અનુસાર, ગત તારીખ 14 માર્ચના રોજ મંદિર ટ્રસ્ટ દ્વારા કેટલીક સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી જેમાં મુખ્ય હતી કે 20 તારીખથી પાવાગઢ પર કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં  લાવી શકાશે નહીં અને વધેરી શકશે નહીં.

    આ મામલે હિંદુ સંગઠનો બજરંગ દળ, વિશ્વ હિંદુ પરિષદ અને એએચપી પણ મેદાને આવ્યા હતા. તેમને આ મુદ્દે મંદિર ટ્રસ્ટના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમજ આ નિર્ણય પાછો લેવા માટે અપીલ કરી હતી. ગઈ કાલે વડોદરાના માંડવી ગેટ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ઘંટનાદ કરી નિર્ણય પરત ખેંચવાની માંગણી કરવામાં આવી. સાથે જ આગામી દિવસોમાં ચલો પાવાગઢ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં