Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાવાગઢમાં શ્રીફળ વિવાદ મામલે બજરંગદળ સહિતના હિંદુ સંગઠનો દ્વારા વિરોધ, સ્વચ્છતા માટે...

    પાવાગઢમાં શ્રીફળ વિવાદ મામલે બજરંગદળ સહિતના હિંદુ સંગઠનો દ્વારા વિરોધ, સ્વચ્છતા માટે નિર્ણય લીધો હોવાનો ટ્રસ્ટનો દાવો

    ટ્રસ્ટ દ્વારા શ્રીફળ વધેરવા માટે એક મશીન પણ મુકવામાં આવ્યું છે, પરંતુ તે મંદિર પરિસરમાં નથી બહાર મુકવામાં આવ્યું છે. 

    - Advertisement -

    હજુ અંબાજી પ્રસાદનો મામલોતો માંડ માંડ શમ્યો છે, ત્યાં જ અન્ય એક દેવસ્થાન બાબતે નવો વિવાદ શરુ થયો છે. 52 શક્તિપીઠમાનું એક એવા પાવાગઢ ખાતે ટ્રસ્ટ દ્વારા છોલેલું નારીયળ નહીં વધેરવા દેવાના નિર્ણયનો ભક્તો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં ભક્તો શ્રીફળ વાળો નિર્ણય પાછો લેવા માટે અપીલ કરી રહ્યા છે. વિવિધ હિંદુ સંગઠનો પણ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.

    મળતી માહિતી અનુસાર, ગત તારીખ 14/3/23ના રોજ મંદિર ટ્રસ્ટ દ્વારા કેટલીક સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી જે નીચે મુજબ હતી.  

    1. તારીખ 20/3/23 ને સોમવારથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં  લાવી શકાશે નહીં. 
    2. મંદિરમાં શ્રીફળ પોતે જ માતાજીને ધરાવી ચૂંદડી સાથે ઘરે લઈ જવાનું રહેશે. 
    3. ઘરે લઈ ગયા પછી આ શ્રીફળ ચુંદડીમાં બાંધી આપ મંદિરમાં પૂજામાં મૂકી રાખો તેવો આગ્રહ છે અથવા ઘરે જઈને પાણીયારે મૂકી પછી તેનો પ્રસાદ કરી આપ સૌને વહેંચી શકો છો.  
    4. જે વેપારીઓ પાસેથી છોલેલું શ્રીફળ મળશે તેઓની સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા રાખવામાં સહકાર નહીં આપવા તથા ગંદકી કરવા બદલ સરકારના સંબંધિત અધિકારી દ્વારા નિયમોનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. 
    5. મંદિર ટ્રસ્ટના સિક્યુરિટી ગાર્ડ શક્તિ દ્વારથી એટલે કે દુધિયા તળાવથી ચેક કરશે અને છોલેલું શ્રીફળ ઉપર લાવવા દેશે નહીં. જેની નોંધ સર્વ વેપારી અને માઈ ભક્તોને લેવા વિનંતી. 
    6. સિક્યુરિટી સાથે તકરાર કરનાર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

    ઉપયુક્ત સૂચનાઓ જાહેર કરવાથી ભક્તોમાં અતિ નારાજગી જોવા મળી હતી. ઘણા ભક્તોનું કહેવું હતું કે કેટલાક લોકોની બાધા શ્રીફળ વધેરવાની હોય છે. હવે મંદિરમાં શ્રીફળ વધેરવાનું જ બંધ છે તો તેમની માનતા કેવી રીતે પૂરી થશે? સામે મંદિર ટ્રસ્ટનું કહેવું છે આ તમામ સૂચનો મંદિર પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે તેના માટે જાહેર કરવામાં આવ્યા છે. 

    આ મામલે હિંદુ સંગઠનો બજરંગ દળ, વિશ્વ હિંદુ પરિષદ અને એએચપી પણ મેદાને આવ્યા છે. તેમને આ મુદ્દે મંદિર ટ્રસ્ટના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમજ આ નિર્ણય પાછો લેવા માટે અપીલ કરી હતી. ગઈ કાલે વડોદરાના માંડવી ગેટ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ઘંટનાદ કરી નિર્ણય પરત ખેંચવાની માંગણી કરવામાં આવી. સાથે જ આગામી દિવસોમાં ચલો પાવાગઢ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

    - Advertisement -

    ટ્રસ્ટ દ્વારા શ્રીફળ વધેરવા માટે એક મશીન પણ મુકવામાં આવ્યું છે, પરંતુ તે મંદિર પરિસરમાં નથી બહાર મુકવામાં આવ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં