Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅંબાજી પ્રસાદ વિવાદ બાદ વધુ એક તીર્થધામનો મોટો નિર્ણય: પાવાગઢ મંદિરમાં શ્રીફળ...

    અંબાજી પ્રસાદ વિવાદ બાદ વધુ એક તીર્થધામનો મોટો નિર્ણય: પાવાગઢ મંદિરમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ; નિર્ણય 20મી માર્ચથી અમલમાં

    ભક્તો છોલ્યા વગરનું આખું શ્રીફળ પાવાગઢ મંદિરમાં લાવી માતાજીને ધરાવી શકશે અને ચૂંદડી સાથે તેને ઘરે લઈ જઈ શકશે. આ શ્રીફળને ચુંદડીમાં બાંધી ઘરે મંદિરમાં મૂકવા અથવા તો શ્રીફળને ઘરે જઈને વધેરી તેનો પ્રસાદ કરી શકશે.

    - Advertisement -

    અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં જ વધુ એક મહત્વના યાત્રાધામ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પાવાગઢ મંદિરમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય અગામી 20 માર્ચ 2023થી અમલમાં મુકવામાં આવશે. અમલીકરણ બાદ નિર્ણયનો ભંગ કરનાર વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી પણ મંદિર ટ્રસ્ટ તરફથી આપવામાં આવી છે.

    મળતા અહેવાલો અનુસાર 20મી માર્ચથી પાવાગઢ મહાકાળી મંદિરમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટે સ્વચ્છતાને લઇને આ નિર્ણય લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેથી હવેથી પાવાગઢ મંદિર પરિસરમાં છોલેલું શ્રીફળ નહીં લઇ જઇ શકાય.આ ઉપરાંત છોલ્યા વગરનું આખું નાળિયેર માતાજીને ધરાવી ઘરે લઈ જવાની જાહેરાત પણ કરાઇ છે. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે, વેપારીઓ પણ જો છોલેલું નારિયેળ વેચશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

    આ નિર્ણયમાં જણાવવામાં આવ્યું છે કે ભક્તોએ મંદિરમાં શ્રીફળ જાતે ચડાવી ચૂંદડી સાથે ઘરે લઇ જવાનું રહેશે. આ સાથે જ મંદિરની આસપાસ કોઈ વેપારીઓ પણ છોલેલું શ્રીફળ વેંચી શકશે નહીં. જો વેપારી પાસે છોલેલું શ્રીફળ મળશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. વેપારી સામે યાત્રાધામમાં સ્વચ્છતા ન રાખવા બદલ કાર્યવાહી કરાશે. આ સિવાય શક્તિ દ્વારથી જ સિક્યુરીટી ગાર્ડ દ્વારા ભક્તોને તપાસીને અંદર પ્રવેશ અપાશે. સિક્યુરીટી ગાર્ડ સાથે તકરાર કરનાર સામે પોલીસ ફરીયાદ કરાશે.

    - Advertisement -

    અહેવાલોમાં તેમ પણ જણાવાયું છે કે ભક્તો છોલ્યા વગરનું આખું શ્રીફળ પાવાગઢ મંદિરમાં લાવી માતાજીને ધરાવી શકશે અને ચૂંદડી સાથે તેને ઘરે લઈ જઈ શકશે. આ શ્રીફળને ચુંદડીમાં બાંધી ઘરે મંદિરમાં મૂકવા અથવા તો શ્રીફળને ઘરે જઈને વધેરી તેનો પ્રસાદ કરી શકશે. જે વેપારીઓ કે ભક્તો પાસેથી છોલેલું શ્રીફળ મળશે તેઓની સામે સ્વચ્છતા રાખવામાં સહકાર નહીં આપવા તથા ગંદકી કરવા બદલ નિયમોનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટના સિક્યુરિટી ગાર્ડ શક્તિ દ્વારથી એટલે કે દુધિયા તળાવથી જ આ બાબતની ચકાસણી કરી કરશે અને છોલેલું શ્રીફળ ડુંગર ઉપર લાવવા દેશે નહીં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં