Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશાહરૂખની ફિલ્મ ‘પઠાન’ સતત વિવાદોમાં: એમપીના ગૃહમંત્રીએ કહ્યું- ગીતનાં દ્રશ્યો અને વેશભૂષા...

    શાહરૂખની ફિલ્મ ‘પઠાન’ સતત વિવાદોમાં: એમપીના ગૃહમંત્રીએ કહ્યું- ગીતનાં દ્રશ્યો અને વેશભૂષા વાંધાજનક, પરવાનગી આપવા અંગે વિચારીશું; નેટિઝન્સે ગીતને ગણાવ્યું ‘કોપી-પેસ્ટ’

    શાહરૂખ ખાન લાંબા સમય બાદ ફિલ્મ પઠાનથી મોટા પડદા પર વાપસી કરી રહ્યો છે. આમ છતાં દર્શકો તેની ફિલ્મને લઈને બહુ ઉત્સાહિત નથી. બીજી તરફ, ફિલ્મ રિલીઝ પહેલાં જ વિવાદોમાં આવી છે.

    - Advertisement -

    બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન’ રિલીઝ પહેલાં જ વિવાદમાં છે. ફિલ્મ પર ‘બેશરમ રંગ’ ગીત દ્વારા ઈરાદાપૂર્વક અશ્લીલતા ફેલાવવાના આરોપો લાગી રહ્યા છે. બીજી તરફ, ફિલ્મનો બહિષ્કાર કરવાની વાતો પણ ચાલી રહી છે અને સોશિયલ મીડિયા પર #BoycottPathan ટ્રેન્ડ થઇ રહ્યું છે.

    હવે આ મામલે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ આ ગીતમાં દીપિકા પાદુકોણના પોશાક અને તેને જે રીતે શૂટ કરવામાં આવ્યું છે તેની સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે એવા પણ સંકેત આપ્યા છે કે જો આને સુધારવામાં નહીં આવે તો ફિલ્મ રાજ્યમાં રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

    નરોત્તમ મિશ્રાએ બુધવારે (14 ડિસેમ્બર, 2022) જણાવ્યું હતું કે, ‘પઠાન’ ફિલ્મના ગીતમાં ટુકડે-ટુકડે ગેંગની સમર્થક અભિનેત્રી દીપિકા પાદુકોણનો પોશાક ખૂબ જ વાંધાજનક છે. સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ ગીત દૂષિત માનસિકતા સાથે શૂટ કરવામાં આવ્યું છે. ‘બેશરમ રંગ’ ગીતના લિરિક્સ, વિઝ્યુઅલ અને કેસરી અને લીલા રંગના કોસ્ચ્યુમમાં સુધારો કરવો જોઈએ. નહિંતર, અમે નક્કી કરીશું કે ફિલ્મ મધ્ય પ્રદેશમાં પ્રદર્શિત થવી જોઈએ કે નહીં.”

    - Advertisement -

    શાહરૂખ ખાન લાંબા સમય બાદ ફિલ્મ પઠાનથી મોટા પડદા પર વાપસી કરી રહ્યો છે. આમ છતાં દર્શકો તેની ફિલ્મને લઈને બહુ ઉત્સાહિત નથી. સોશિયલ મીડિયા પર ફિલ્મના ઘણા સીન અને ગીત ‘બેશરમ રંગ’ને કોપી-પેસ્ટ અને ચોરી કરેલ જણાવવામાં આવી રહ્યા છે.  

    સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ ગીતનું મ્યુઝિક માકેબાના ગીતમાંથી ચોરી કરવામાં આવ્યું છે. યુઝરોએ સોશિયલ મીડિયા પર બેશરમ રંગ અને મકીબા બંને ગીતોની ક્લિપ્સ શેર કરી છે, જેમાં નિર્માતાઓ પર મકીબા ગીતોની ચોરી કરવાનો આરોપ છે.

    જોકે, અગાઉ લોકોએ દાવો કર્યો હતો કે ‘પઠાન’માં બતાવવામાં આવેલા ઘણાખરા દ્રશ્યો ‘વોર’, ‘ટાઈગર’, ‘કેપ્ટન અમેરિકાઃ ધ વિન્ટર સોલ્જર’ જેવી હિટ ફિલ્મોમાંથી કોપી-પેસ્ટ કરવામાં આવ્યાં છે.

    કેટલાક સીન્સ અન્ય ફિલ્મોમાંથી કોપી કરવામાં આવ્યા છે – ફોટો સાભાર NBT

    શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન’ 25 જાન્યુઆરી, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ લીડ રોલમાં છે. આ પહેલા સોશિયલ મિડિયામાં પણ રોષ જોવા મળ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની ફિલ્મ પઠાનના ગીત ‘બેશરમ’માં જે રીતે અશ્લીલતા દર્શાવવામાં આવી છે, તેનાથી લોકો ખૂબ જ નારાજ છે. દીપિકા પાદુકોણના ‘મોનોકિની અવતાર’ પર ફોકસ થયા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શું શાહરૂખ ખાન હવે દીપિકા પાદુકોણનાં આવાં ગીતો બતાવીને તેની ફિલ્મ પઠાનને હિટ બનાવવા માંગે છે કે કેમ. આ ગીત ગીતકાર કુમાર દ્વારા લખવામાં આવ્યું છે, જ્યારે સંગીત વિશાલ-શેખર જોડીએ આપ્યું છે. જ્યારે શિલ્પા રાવ અને કેરાલિસા મોન્ટેરિયોએ તેને સ્વર આપ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં