Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલીલા કપડામાં શાહરુખ, ભગવા રંગના કપડામાં હિંદુ છોકરી સાથે રોમાંસ કરતા સીન્સ...

    લીલા કપડામાં શાહરુખ, ભગવા રંગના કપડામાં હિંદુ છોકરી સાથે રોમાંસ કરતા સીન્સ બનાવી શું સાબીત કરવા માંગે છે પઠાન? અશ્લિલતા ફેલાવવા જાણી જોઈ પવિત્ર રંગ પસંદ કરવામાં આવ્યો ?

    આ પહેલા પણ શાહરૂખ ખાન તેની ફિલ્મ ડોન-2માં કેસરી રંગના કપડામાં કેદમાં ગુનેગાર તરીકે જોવા મળ્યો હતો. આખી દુનિયામાં કેદીઓને પહેરવા માટે અલગ-અલગ રંગોના કપડા આપવામાં આવે છે, પરંતુ શાહરૂખ અને તેની ટીમે કેદીઓને કેસરી રંગના કપડા બતાવવાનું વધુ યોગ્ય માન્યું.

    - Advertisement -

    બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાન નવી ફિલ્મ પઠાન પર બેન લગાવાની માંગ ઝડપથી વધી રહી છે. ફિલ્મનું નવુ ગીત બેશરમ રંગ હાલમાં જ લોન્ચ થયું છે જેમાં સોશિયલ મીડિયા પર લોકો તીખી પ્રતિક્રીયા આપી રહ્યા છે. લોકોની નારાજગીનું મુખ્ય કારણ દીપીકા પાદુકોણે પહેરેલા કપડાનો રંગ છે. નેટીઝન્સ શાહરુખ પર જાણીજોઈને ભગવાનું અપમાન કરી રહ્યો કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

    તાજેતરમાં જ ફિલ્મનું ‘બેશરમ રંગ’ પહેલું ગીત રિલીઝ થયું હતું. આ ગીત રિલીઝ થયા બાદ ફરી એકવાર ફિલ્મના બહિષ્કારની માંગ ઉગ્ર બની છે. ગીતના કેટલાક સીન્સમાં દીપિકા ભગવા રંગની બિકીની પહેરેલી બતાવવામાં આવી છે. જેને લઈને ટ્વિટર યુઝર્સ વાંધો ઉઠાવી રહ્યા છે. લોકો શાહરૂખ અને ફિલ્મ નિર્માતાઓ પર આરોપ લગાવી રહ્યા છે કે તેઓ દીપિકાના બિકીનીના રંગ સાથે ‘બેશરમ રંગ’ ગીતને જોડીને ભગવા રંગને બદનામ કરી રહ્યા છે.

    પત્રકાર અભય પ્રતાપ સિંહે લખ્યું છે કે શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’માં પવિત્ર કેસરી રંગને અભદ્ર દર્શાવવામાં આવી રહ્યો છે અને તેને ‘બેશરમ રંગ’ ગણાવ્યો છે. અભય આગળ લખે છે, “એક તરફ શાહરૂખ ખાન માતા વૈષ્ણોદેવી જઈ રહ્યો છે, તો બીજી તરફ તે કેસરને ‘બેશરમ રંગ’ ગણાવતા અશ્લીલ દ્રશ્યો ફિલ્માવી રહ્યો છે.”

    - Advertisement -

    બીજેપી નેતા અરુણ યાદવે પણ ટ્વિટર પર ગીતની તસવીર શેર કરીને શાહરૂખ ખાનની નિંદા કરી હતી અને હેશટેગ ‘બોયકોટ પઠાન’ને સમર્થન આપ્યું હતું.

    આવી જ રીતે, ઘણા યુઝર્સ ફિલ્મના નામ, દીપિકાના ડ્રેસ અને ગીતના શબ્દો ઉમેરીને ભગવાને બદનામ કરવાનો આરોપ લગાવીને ફિલ્મના બહિષ્કારની માંગ કરી હતી

    અન્ય એક યુઝરે લખ્યું કે, ફિલ્મમાં શાહરૂખ ખાન મુસ્લિમ પઠાણનો રોલ કરી રહ્યો છે, જે લીલા શર્ટમાં કેસરી પોશાક પહેરેલી હિંદુ છોકરી (દીપિકાએ ભજવેલી)ની છેડતી કરી રહ્યો છે. તેને ‘લવ જેહાદ’ અને ગઝવા-એ-હિંદ ગણાવતા તેણે કહ્યું કે આ ફિલ્મનો બહિષ્કાર કરવો જોઈએ

    એક યુઝરે લખ્યું, બોલીવુડે આ અશ્લીલતા પ્રદર્શિત કરવા માટે કેસરી રંગને પસંદ કર્યો

    આ પહેલા પણ શાહરૂખ ખાન તેની ફિલ્મ ડોન-2માં કેસરી રંગના કપડામાં કેદમાં ગુનેગાર તરીકે જોવા મળ્યો હતો. આખી દુનિયામાં કેદીઓને પહેરવા માટે અલગ-અલગ રંગોના કપડા આપવામાં આવે છે, પરંતુ શાહરૂખ અને તેની ટીમે કેદીઓને કેસરી રંગના કપડા બતાવવાનું વધુ યોગ્ય માન્યું.

    આવા ગતકડાં અપનાવ્યા બાદ શાહરુખ મક્કા થી વૈશ્ણવ દેવી મંદીર ફિલ્મ હીટ કરવાના હેતુસર ભટકી રહ્યો છે. ફિલ્મના ગીતોમાં જે રીતે અશ્લીલતા દર્શાવવામાં આવી છે તેનાથી લોકો પણ નારાજ છે. દીપિકા પાદુકોણના ‘મોનોકિની અવતાર’ પર ફોકસ થયા બાદ અંદાજ લગાવી શકાય છે કે શું શાહરૂખ ખાન હવે દીપિકા પાદુકોણના ‘સેક્સી ગીતો’માં ભગવાનું અપમાન બતાવીને પોતાની ફિલ્મ ‘પઠાણ’ને હિટ કરાવવા માંગે છે કે કેમ. આ ગીત ગીતકાર કુમાર દ્વારા લખવામાં આવ્યું છે જ્યારે સંગીત નિર્દેશકની જોડી વિશાલ-શેખરે કમ્પોઝ કર્યું છે. જ્યારે શિલ્પા રાવ અને કેરાલિસા મોન્ટેરિયોએ તેને અવાજ આપ્યો છે. તમને જણાવી દઈએ કે ‘પઠાણ’ના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં