Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસાચવજો... પાન-આધાર લિંક કરાવવા જતા એકાઉન્ટ ખાલી ન થઇ જાય!: ઠાસરાના સાંઢેલીમાં...

    સાચવજો… પાન-આધાર લિંક કરાવવા જતા એકાઉન્ટ ખાલી ન થઇ જાય!: ઠાસરાના સાંઢેલીમાં એક વ્યક્તિએ SMSમાં આવેલ લિંક ખોલતા 1.19 લાખ ગુમાવ્યા

    HDFC બેન્કના કર્મચારી તરીકે ઓળખ આપીને તે ઠગે ઇલેશકુમારને વિશ્વાસમાં લઇ લીધા હતા. જે બાદ તેણે ચાલુ ફોન પર જ ઇલેશકુમાર પાસેથી એક OTP મેળવી લઈને તેમનો મોબાઈલ એક એપ્લિકેશન દ્વારા પોતાના કંટ્રોલમાં લઇ લીધો હતો.

    - Advertisement -

    હાલમાં 31 માર્ચ પહેલા આધારકાર્ડ અને પાન કાર્ડ લિંક (PAN Card Aadhaar Card Link) કરાવવાની છેલ્લી અવધિ હોવાથી નાગરિકો ચિંતામાં મુકાયેલા છે. પુરી જાણકારીને અભાવે એકદમ સરળ રીત હોવા છતાંય તેઓ જાતે આ કામ કરી નથી શકતા અને અંતે કોઈક ઠગના ચોકઠામાં ભેરવાઈ જતા હોય છે. આવો જ એક કિસ્સો ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના સાંઢેલી ગામેથી સામે આવ્યો છે.

    દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ સાઢેલીના એક વ્યક્તિએ મોબાઈલમાં આવેલા મેસેજ સાચો માની પાનકાર્ડ લીંક કરાવવા જતાં 1.19 લાખ રૂપિયા ગુમાવ્યા છે. ગઠિયાએ રાષ્ટ્રીય કૃત બેંકનું નામ આગળ ધરી એપ્લિકેશન ઈન્સ્ટોલ કરાવી માત્ર 20 મિનિટમાં જ ખેલ પાડ્યો હતો. આ સમગ્ર મામલે ઠાસરા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

    શું છે પૂરો મામલો?

    ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના સાંઢેલી ગામે રહેતા 43 વર્ષીય ઈલેશકુમાર મનહરભાઈ પટેલ પોતે વડોદરા જિલ્લામાં આવેલ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. ગત 16મી માર્ચના રોજ તેઓને તેમના મોબાઇલ નંબર પર એક મેસેજ આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, “ડિયર એચડીએફસી એકાઉન્ટ યુઝર્સ તમારુ એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવે છે અત્યારે જ પાનકાર્ડ લીંક કરાવો તેવો મેસેજ હતો અને એની સાથે એક લીંક હતી.”

    - Advertisement -

    ઈલેશકુમારને લાગ્યુ કે આ મેસેજ બેંક દ્વારા જ મોકલવામાં આવ્યો હશે. માટે SMSમાં આવેલી લીંક ઓપન કરી જેમાં અન્ય એક એપ્લીકેશ હતી તે ઈન્સોટલ થઈ હતી. જે બાદ ત્યાં માગ્યા મુજબની તમામ વિગતો ઈલેશકુમારે ભરી આપી હતી.

    પુરી જાણકારીઓ ભરી દીધા બાદ તેમના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ પોતે HDFC બેન્કના કર્મચારી તરીકે ઓળખ આપી હતી.

    ચાલુ કોલ પર જ OTP મેળવીને ઉપાડી લીધા 1.19 લાખ રૂપિયા

    HDFC બેન્કના કર્મચારી તરીકે ઓળખ આપીને તે ઠગે ઇલેશકુમારને વિશ્વાસમાં લઇ લીધા હતા. જે બાદ તેણે ચાલુ ફોન પર જ ઇલેશકુમાર પાસેથી એક OTP મેળવી લઈને તેમનો મોબાઈલ એક એપ્લિકેશન દ્વારા પોતાના કંટ્રોલમાં લઇ લીધો હતો.

    અચાનક જ ઇલેશકુમારને પોતાના એકાઉન્ટ માંથી 1,19,985 રૂપિયા કપાઈ જવાનો મેસેજ મળતા તેમણે ગભરાઈને કોલ કાપી કાઢ્યો હતો અને તુરંત જ પોતાનું એકાઉન્ટ બંધ કરાવી દીધું હતું. તે બાદ તેઓએ તુરંત સાઇબરક્રાઇમ હેલ્પલાઇન પર કોલ કરીને આ બનાવ અંગેની જાણ કરી હતી અને પછીના દિવસે જાતે ઠાસરા પોલીસ સ્ટેશન જઈને 2 અજાણ્યા વ્યક્તિઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

    નોંધનીય છે કે આજ કાલ આધારકાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાના બહાને ઘણા લોકો સાથે છેતરપિંડી થઇ રહી છે. ખરેખર તો આ લિન્કની પ્રોસિઝર ખુબ સરળ છે જે આપણે સૌ જાતે કરી શકીએ છીએ. આધારકાર્ડ અને પાન કાર્ડ કઈ રીતે લિંક કરવા એ સરળ ભાષામાં જાણવા અહીં ક્લિક કરો. જ્યાં ઑપઇન્ડિયા આપણે એકદમ ડ્રાલ અને સ્ટેપ બાય સ્ટેપ આખી પદ્ધતિ સમજાવે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં