Thursday, April 2, 2026
More
    હોમપેજદુનિયાજાપાન જવા માટે 22 પાકિસ્તાનીઓએ બનાવી નકલી ફૂટબોલ ટીમ, પકડાઈ ગયા તો...

    જાપાન જવા માટે 22 પાકિસ્તાનીઓએ બનાવી નકલી ફૂટબોલ ટીમ, પકડાઈ ગયા તો એરપોર્ટ પરથી જ રવાના કરી દેવાયા

    જાપાનના એરપોર્ટ પર તપાસ દરમિયાન ઇમિગ્રેશન અધિકારીઓને શંકા થઈ અને તપાસમાં દસ્તાવેજો નકલી સાબિત થતાં 22 લોકોને તરત જ પરત મોકલી દેવામાં આવ્યા હતા.

    - Advertisement -

    પાડોશી આતંકવાદી દેશ પાકિસ્તાન અને તેના લોકો તેમની ઉટપટાંગ હરકતોના કારણે સતત ચર્ચામાં રહે છે. હવે આવો જ એક કેસ સામે આવ્યો છે. બન્યું એવું કે 22 પાકિસ્તાનીઓનું એક ઝુંડ જાપાનમાં એક ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પહોંચ્યું હતું, પણ જાપાનના એરપોર્ટ પર અધિકારીઓએ તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમના દસ્તાવેજો નકલી છે અને તેઓ કોઈ ફૂટબોલ ખેલાડીઓ નથી. જાપાનમાં ફર્જી રીતે ઘૂસવા માટે તેમણે ફૂટબોલ ખેલાડીઓના વેશમાં તરકટ રચ્યું હતું, પણ પકડાઈ ગયા અને પરત પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યા. ફજેતી થયા બાદ પાકિસ્તાનની એજન્સીએ આ તમામને મોકલનારા એજન્ટની ધરપકડ કરી લીધી છે. જેની ઓળખ વકાસ અલી તરીકે થઈ છે.

    અહેવાલ અનુસાર આરોપી વકાસ અલી ‘ગોલ્ડન ફૂટબોલ ટ્રાયલ’ નામનું એક નકલી ફૂટબોલ ક્લબ ચલાવતો હતો, જેના દ્વારા તેણે 22 વ્યક્તિઓને જાપાન લઈ જવા માટે પસંદ કર્યા. આ તમામ વ્યક્તિઓએ તમામ ફૂટબોલ ગિયર – જર્સી, શુઝ અને સ્પાઇક્સ – પહેરાવીને પાકિસ્તાનથી ફ્લાઇટ લીધી હતી. તેમણે PFFનો (પાકિસ્તાન ફૂટબોલ ફેડરેશન) નકલી રજિસ્ટ્રેશન લેટર પણ બનવી રાખ્યો હતો, એટલું જ નહીં વિદેશ મંત્રાલયના નામે ‘નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ (NOC) પણ તૈયાર કરવામાં આવ્યું હતું, જેનાથી તેમને વિઝા સરળતાથી મળી ગયા હતા. વકાસે તમામને કહી રાખ્યું હતું કે તેઓ ફૂટબોલ ખેલાડીની જેમ જ વર્તાવ કરે, જેથી પકડાઈ ન જાય. જોકે છતાં તેમના દસ્તાવેજો ચકાસવામાં આવ્યા તો તેઓ પકડાઈ ગયા.

    જાપાનના એરપોર્ટ પર તપાસ દરમિયાન ઇમિગ્રેશન અધિકારીઓને શંકા થઈ અને તપાસમાં દસ્તાવેજો નકલી સાબિત થતાં 22 લોકોને તરત જ પરત મોકલી દેવામાં આવ્યા હતા.

    - Advertisement -

    પાકિસ્તાનમાં આ બાબતની જાણ થતાં ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (FIA) વકાસ અલીની 15 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરી લીધી હતી. જાણવા મળ્યા અનુસાર, તેની સામે એક કરતાં વધુ કેસ નોંધાયા છે. તપાસમાં જાણવા મળ્યું કે, દરેક વ્યક્તિ પાસેથી તેણે 4થી 4.5 મિલિયન પાકિસ્તાની રૂપિયા વસૂલ્યા હતા. આ પૈસા વિઝા, ટિકિટ અને નકલી દસ્તાવેજો માટે વપરાયા હતા.

    આ પહેલાં પણ બની હતી આવી ઘટના

    રિપોર્ટ્સ અનુસાર, જાન્યુઆરી 2024માં પણ વકાસ અલીએ 17 વ્યક્તિઓને જાપાન લઈ જવા માટે આવી જ યોજના અપનાવી હતી. તે વખતે પણ 17 લોકોના જૂથે પોતાને પાકિસ્તાનના ફૂટબોલ ટીમના સભ્ય તરીકે રજૂ કરીને 15 દિવસના વિઝા મેળવ્યા હતા. તેમને જાપાનના બોવાસ્ટા એફસી ક્લબ તરફથી નકલી આમંત્રણ પત્ર આપવામાં આવ્યો હતો. આ લોકો જાપાન પહોંચ્યા પછી ક્યારેય પરત જ ન આવ્યા, જેનાથી શંકા ઊભી થઈ અને FIAએ તપાસ શરૂ કરી. FIAના અધિકારીઓ અનુસાર, આવી યોજનાઓમાં ફૂટબોલ જેવી ટુર્નામેન્ટના નામે વિઝા અરજીઓમાં પ્રમાણમાં ઓછી તપાસ થાય છે, જેનો ફાયદો લઈને માનવ તસ્કરી કરવામાં આવે છે.

    આરોપી મલિક વકાસ અથવા વકાસ અલી, સિયાલકોટના પાસરુર વિસ્તારનો રહેવાસી છે. તે માનવ તસ્કરીમાં સામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે. તેણે ‘ગોલ્ડન ફૂટબોલ ટ્રાયલ’ નામનું નકલી ક્લબ બનાવીને ગરીબ અને રમતવીર બનવાનાં સ્વપ્ન જોતા યુવાનોને ફસાવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે, અગાઉ જૂન 2025માં પણ એક અન્ય નકલી ટુર માટે આરોપી તરીકે તેની વિરુદ્ધ કેસ દાખલ હતો. FIA હવે તેનાં બેંક ખાતાં અને પૈસાની લેવડદેવદની તપાસ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં