Sunday, April 28, 2024
More
    હોમપેજદેશવડાપ્રધાન મોદીના પ્રવાસ પહેલા હિંદુ સરકારી કર્મચારીઓને કાશ્મીર છોડી દેવા ધમકી, પાકિસ્તાનના...

    વડાપ્રધાન મોદીના પ્રવાસ પહેલા હિંદુ સરકારી કર્મચારીઓને કાશ્મીર છોડી દેવા ધમકી, પાકિસ્તાનના નંબર પરથી આવ્યા કોલ: સુરક્ષા વધારવામાં આવી

    ધમકી મળ્યા બાદ કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિના અધ્યક્ષે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે "આતંકવાદી સંગઠનો જાહેરમાં હિંદુઓને કાશ્મીર છોડવા ધમકીઓ આપી રહ્યા છે. સ્થાનિક લોકો પણ નથી ઈચ્છતા કે કાશ્મીરી હિંદુ અહીં રહે કે પરત આવે."

    - Advertisement -

    પાકિસ્તાન અને તેના આતંકવાદી કોઈને કોઈ રીતે ભારતમાં અશાંતિ ફેલાવવાના ફિરાકમાં હોય છે. પાકિસ્તાની આતંકવાદીઓએ હિંદુ સરકારી કર્મચારીઓને કાશ્મીર છોડી દેવા ધમકી આપી છે. આ ધમકી વોઈસ ક્લિપ મોકલીને આપવામાં આવી છે. મહત્વની વાત તે છે કે આ કર્મચારીઓના નંબર ધમકીખોરો પાસે કેવી રીતે ગયા તે પણ તપાસનો વિષય છે. આ ધમકી તેવા સમયે આપવામાં આવી છે જયારે વડાપ્રધાન મોદી કાશ્મીરના પ્રવાસે જવાના છે.

    ધમકીઓને પગલે કાશ્મીરમાં હિંદુ વસ્તીઓ અને પ્રવાસી શ્રમિકો વસે છે તે વિસ્તારોની સુરક્ષામ વધારો કરી દેવામાં આવ્યો છે. વડાપ્રધાનના પ્રવાસને લઈને પહેલાથી જ સ્ટેટ સિક્યુરિટી હાઈ એલર્ટ પર છે અને સુરક્ષા ઘેરા વધુ ચોક્કસ કરવામાં આવ્યા છે. અહેવાલોમાં જણાવ્યા અનુસાર પહેલા સોશિયલ મીડિયા પર આ પ્રકારની ધમકીઓ આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર આતંકવાદીઓના મુખપત્ર કાશ્મીર ફાઈટ નામના હેન્ડલ પર પોસ્ટર મુકવામાં આવ્યા હતા.

    સોશિયલ મીડિયા બાદ હિંદુ કર્મચારીના મોબાઈલ નંબર પર પાકિસ્તાની નંબર પરથી વોઈસ નોટ મોકલવામાં આવી હતી. અહેવાલો મુજબ કુલ 20 જેટલા હિંદુ કર્મચારીઓના નામ અને મોબાઈલ નંબર આતંકવાદીઓને લીક કરવામાં આવ્યા છે. ધમકી ભર્યા મેસેજમાં એક લીસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં તમામ કર્મચારીઓના નામ અને નંબર નોંધાયેલા જોવા મળ્યા હતા.

    - Advertisement -

    સ્થાનિક લોકો નથી ઈચ્છતા કે કાશ્મીરી હિંદુ અહીં રહે

    બીજી તરફ ધમકી મળ્યા બાદ કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિના અધ્યક્ષે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, પહેલા ધમકી ભર્યા પોસ્ટર જાહેર થાય છે અને હવે કાશ્મીર છોડી દેવાની ધમકી સાથે સીધા વોઈસ નોટ મોકલવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, “આતંકવાદી સંગઠનો જાહેરમાં હિંદુઓને કાશ્મીર છોડવા ધમકીઓ આપી રહ્યા છે. સ્થાનિક લોકો પણ નથી ઈચ્છતા કે કાશ્મીરી હિંદુ અહીં રહે કે પરત આવે.”

    સમિતિ અધ્યક્ષના જણાવ્યા અનુસાર તેમને 92 308 8974107 પાકિસ્તાની નંબર પરથી કોલ આવ્યો હતો. આ નંબરના પ્રોફાઈલ પિક્ચરમાં હથિયાર પકડેલા એક વ્યક્તિનો ફોટો હતો. જે વોઈસ નોટ મોકલવામાં આવી હતી તેમાં બોલનાર વ્યક્તિનો લહેકો પંજાબી જેવો હતો. પાકિસ્તાનના પંજાબમાં આ પ્રકારની બોલી બોલવામાં આવે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં