Wednesday, May 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપુણેમાં PFIની રેલીમાં ‘અલ્લાહુ અકબર’ અને ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લાગ્યા, કટ્ટરપંથી રિયાઝ...

    પુણેમાં PFIની રેલીમાં ‘અલ્લાહુ અકબર’ અને ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લાગ્યા, કટ્ટરપંથી રિયાઝ સૈયદ સહિત 60 લોકો સામે ફરિયાદ: તમિલનાડુમાં RSS કાર્યકરના ઘરે બૉમ્બ ફેંકાયો

    મહારાષ્ટ્રના પુણેમાં પીએફઆઈ સામે કાર્યવાહીના વિરોધના બહાને પાકિસ્તાનનું સમર્થન, પોલીસે કાર્યવાહી શરૂ કરી.

    - Advertisement -

    કટ્ટરપંથી સંગઠન PFI સામે એક તરફ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યાં બીજી તરફ સંગઠનના સમર્થકો હિંસા પર ઉતરી આવ્યા છે અને ઠેરઠેર વિરોધ પ્રદર્શનના નામે અરાજકતા ફેલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે PFIની એક રેલીમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ અને ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના વિડીયો વાયરલ થયા છે. 

    ઘટના પુણેની છે. અહીં પીએફઆઈના સમર્થકોએ શહેરમાં જિલ્લા કલેક્ટર ઓફિસની બહાર નારાબાજી કરી હતી. આ લોકો સંગઠન સામે થયેલી ઇડી અને એનઆઈએની કાર્યવાહીનો વિરોધ કરવા માટે એકઠા થયા હતા. ત્યાં આપત્તિજનક નારા પણ સાંભળવા મળ્યા હતા. 

    PFIની રેલીમાં થયેલ આ નારાબાજીના કેટલાક વિડીયો સામે આવ્યા છે. જેમાં ‘અલ્લાહુ અકબર’ અને ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લાગતા સાંભળવા મળે છે. ન્યૂઝ એજન્સી ANI દ્વારા પોતાના અધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી આ વિડીયો શૅર કરવામાં આવ્યો છે. 

    - Advertisement -

    પોલીસે કાર્યવાહી શરૂ કરી 

    વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને જવાબદારો સામે કેસ દાખલ કર્યો છે. પુણે પોલીસે જણાવ્યા અનુસાર, એનઆઈએના દરોડાને લઈને જિલ્લા કલેક્ટર કાર્યાલય સામે ધરણા પ્રદર્શન કરવા બદલ પુણેના રિયાઝ સૈયદ નામના એક વ્યક્તિ સાથે અન્ય 60-70 પીએફઆઈ કાર્યકર્તાઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

    પુણેના પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, આ વિડીયો પુણેના નામે વાયરલ થઇ રહ્યો છે. જેની સત્યતા તપાસવામાં આવી રહી છે. વિડીયો ચોક્કસ ક્યાંનો છે તે પણ તપાસવામાં આવી રહ્યું છે. જે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

    તમિલનાડુ-કેરળમાં RSS કાર્યકર્તાઓના ઘરે બૉમ્બમારો 

    તમિલનાડુમાં પીએફઆઈના ‘આતંકવાદીઓએ’ એક આરએસએસ પદાધિકારીના ઘર પર બૉમ્બ ફેંક્યો હતો. આરએસએસ કાર્યકર્તાઓના ઘર-ઓફિસ પર બૉમ્બ ફેંકવાની આ ચોવીસ કલાકમાં ત્રીજી ઘટના છે. આ ઘટના ચેન્નાઇ પાસેના તામ્બરમમાં આરએસએસના જિલ્લા મહામંત્રીના ઘરે પેટ્રોલ બૉમ્બ ફેંકવામાં આવ્યો હતો. પોલીસ હવે આરોપીઓને શોધી રહી છે. 

    આ પહેલાં કોઈમ્બતૂરના એક ગામમાં આ જ પ્રકારની ઘટના બની હતી. ત્યાં પણ કેટલાક લોકોએ આરએસએસના પદાધિકારીના ઘર પર બૉમ્બમારો કર્યો હતો. જોકે, ઘટનામાં કોઈને ઇજા પહોંચી ન હતી. આ ઉપરાંત, કેરળમાં પણ આવી ઘટના સામે આવી હતી. 

    પીએફઆઈ પર કાર્યવાહી બાદ સતત આ પ્રકારની હિંસાની ઘટનાઓ દેશના જુદા-જુદા ભાગોમાંથી સામે આવી રહી છે. ગઈકાલે પણ કેરળમાં અમુક વિસ્તારોમાં હિંસાત્મક પ્રદર્શનો થયાં હતાં અને ઉપદ્રવીઓએ જાહેર સંપત્તિ તેમજ સરકારી-ખાનગી વાહનોને પણ નુકસાન પહોચાડ્યું હતું. દરમિયાન, કેરળમાં એક સરકારી બસના ડ્રાઈવરની આંખ પણ ફોડી નાંખવામાં આવી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં