Friday, April 19, 2024
More
  હોમપેજવગેરે...મનોરંજન'ઓસ્કર મેં સે ફિલ્મ નિકાલ, નહીં તો અચ્છા નહીં હોગા': મેઇનસ્ટ્રીમ બૉલીવુડ...

  ‘ઓસ્કર મેં સે ફિલ્મ નિકાલ, નહીં તો અચ્છા નહીં હોગા’: મેઇનસ્ટ્રીમ બૉલીવુડ ફિલ્મોને પછાડીને નોમિનેટ થયા બાદ ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ને મળી હતી ધમકીઓ; પાન નલિનનો ખુલાસો

  આમ ફિલ્મ નિર્માતા પાન નલિને ખુલાસો કર્યો હતો કે ફિલ્મ નોમીનેશન પછી તેમને ઘણી નફરતનો સામનો કરવો પડ્યો હતો. વિરોધીઓએ કેટલાક અપશબ્દો કહ્યા તો ઘણાએ ઓસ્કરમાંથી ફિલ્મ પાછી ખેંચી લેવા ધમકીઓ પણ આપી હતી પણ તેઓ અડગ રહ્યા હતા અને સામનો કર્યો હતો.

  - Advertisement -

  ઓસ્કર એવોર્ડ્સમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે ‘છેલ્લો શો’ની પસંદગી થયા બાદ ગુજરાતી ફિલ્મે દેશને ગૌરવ અપાવ્યું હતું. ફિલ્મને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર કેટેગરીમાં એકેડેમી એવોર્ડ્સમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. જ્યારે એક બાજૂ દેશ ફિલ્મની સફળતાની ઉજવણી કરી રહ્યો છે ત્યારે બીજી તરફ ફિલ્મના ડિરેક્ટર પાન નલિને એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે

  ગુજરાતી ફિલ્મ છેલ્લો શોએ આ વર્ષે ઓસ્કર એવોર્ડ્સ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે નામાંકિત થયા પછી ફિલ્મ રાતોરાત ચર્ચામાં આવી હતી. પશ્ચિમમાં તેની લોકપ્રિયતાને જોતા એસએસ રાજમૌલીની RRR ઓસ્કર એવોર્ડસ માટે નોમીનેટ થશે તેવી વ્યાપક ધારણા હતી પરંતુ નાના બજેટની ગુજરાતી ફિલ્મ છેલ્લો શો પસંદ થતા બધાની ધારણ ઉંધી પડી હતી.

  જ્યારે છેલ્લો શોની સમગ્ર ટીમને ચારે બાજુથી પ્રેમ અને પ્રશંસાની મળી રહી છે, તેવામાં ફિલ્મ નિર્માતાએ ચોંકાવનારો ઘટસ્ફોટ કરતા કહ્યું હતુ કે કેવી રીતે તેમને ઓસ્કર એવોર્ડ્સમાંથી બહાર નીકળવા માટે પરિણામો ભોગવવાની ચેતવણીઓ સાથે ધમકી આપવામાં આવી હતી. ફિલ્મ નિર્માતાએ જણાવ્યું હતું કે અપશબ્દો,ધમકીઓ અને ચેતવણીઓથી તેમની આનંદની ક્ષણો દુ:ખ માં ફેરવાઈ ગયી હતી.

  - Advertisement -

  ઓસ્કર એવોર્ડ્સમાં ભારતની સત્તાવાર પસંદગી ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે, FFI જ્યુરીએ પ્રતિષ્ઠિત પુરસ્કારોમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરી માટે છેલ્લો શોને ભારતની એન્ટ્રી તરીકે નિયુક્ત કરી હતી. ઘણા લોકો ફિલ્મની પસંદગીથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે ઘોષણા પહેલા છેલ્લો શોને અગ્રેસર માનવામાં આવતી ન હતો. તેવામાં ફિલ્મની પસંદગી થતા કેટલાયના પેટમાં તેલ રેડાયું હતું.

  પાન નલિનની મિડ-ડે સાથેની તાજેતરની વાતચીતમાં, તેમણે ફિલ્મની રિલીઝ પહેલાં સામનો કરવામાં આવેલા સૌથી ખરાબ ઓનલાઈન ધમકીઓ અને ચેતવણીઓ વિશે વાત કરી. આ અંગે પોતાના અનુભવો શેર કરતાં તેમણે કહ્યું, “અમારી ફિલ્મની રિલીઝ પહેલાં સૌથી ખરાબ સાયબર એટેક થયો  હતો. મારી ટીમને ‘ઓસ્કર મેં સે ફિલ્મ નિકાલ, નહીં તો અચ્છા નહીં હોગા’ એવી ચેતવણીઓ આપવામાં આવી હતી. યુ.એસ.માં ઉજવણી કરવા અને પ્રચાર કરવાને બદલે, અમે ત્રણથી ચાર અઠવાડિયા સુધી આ ગંદકી સામે લડવામાં વ્યસ્ત હતા.”

  પાન નલિન એ હોલીવુડ માટે નવું નામ નથી. “રોબર્ટ ડી નીરોએ, વિશ્વએ આજ સુધી જોયેલા શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક, તેમના પ્રતિષ્ઠિત ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં છેલ્લો શોને ઓપનિંગ ફિલ્મ બનાવી હતી!

  દિગ્દર્શકે ઉમેર્યું હતું કે સપ્ટેમ્બરના અંતમાં થિયેટરોમાં અને પછી નેટફ્લિક્સ પર ફિલ્મ રિલીઝ થયા બાદ લોકોના મંતવ્યો બદલાઈ ગયા. “જ્યારે ભારતીય પ્રેક્ષકો, ફિલ્મ વિવેચકો અને ઉદ્યોગના લોકોએ આખરે ફિલ્મ જોઈ, ત્યારે તેઓ પોતાને તેના પ્રેમમાં પડવાથી રોકી શક્યા નહીં ને અંતે, સિનેમાની જીતી ગઈ,”

  ઓસ્કર એવોર્ડ્સમાં છેલ્લો શો શ્રેણીની અન્ય અગ્રણી મૂવીઝ સાથે સ્પર્ધા કરશે, જેમાં ‘અલ્ઝેન્દ્રો ગોન્ઝાલેઝ ઇનારીતુસ બારડો’ , ‘ફોલ્સ ક્રોનિકલ ઓફ અ હેન્ડ્ફુલ ઓફ તૃથ્સ વિથ હોલી સ્પાઇડેર’ (ડેન્માર્ક), ‘ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ (જર્મની), ‘સેન્ટ-ઓમર’ (ફ્રાન્સ), ‘કોર્સેજ’ (ઓસ્ટ્રિયા), ‘ઇઓ’ (પોલેન્ડ), ‘રીટરન ટુ સિઓલ’ (કંબોડિયા), ‘ડીસીઝન ટુ લીવ’ (દક્ષિણ કોરિયા), ક્લોઝ (બેલ્જિયમ) અને આર્જેન્ટિના, 1985 (આર્જેન્ટિના)નો સમાવેશ થાય છે.

  ગુજરાતી હોવાના કારણે પહેલા પણ થઇ ચુક્યા છે ફિલ્મ પર હુમલા

  આના પેહલા પણ નોમીનેસન વખતે TRS ના કેટલાક નેતાઓ અને ગુજરાત વિરોધીઓએ વિરોધ કર્યો હતો, તેમનો આરોપ હતો કે ગુજરાતમાં ચૂંટણી આવતી હોવાથી આ ફિલ્મને નોમિનેટ કરવામાં આવી છે. બધાને લાગતું હતું કે સાઉથની સુપરહિટ RRR ને ઓસ્કરમાં ભારત તરફથી એન્ટરી મળશે પણ આવું ન થતા કેટલાયના પેટમાં તેલ રેડાયું હતું. RRR અને ધ કાશ્મીર ફાઈલ્સ જેવી સુપર હિત ફિલ્મોને પછાડી ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ની પસંદગી થતા કેટલાયને ગમ્યું ના હતું કેટલાક નાના મોટા રાજનેતાઓ એ પણ નોમિનેસન વખતે ફિલ્મ નો સખત વિરોધ કર્યો હતો.

  આમ ફિલ્મ નિર્માતા પાન નલિને ખુલાસો કર્યો હતો કે ફિલ્મ નોમીનેશન પછી તેમને ઘણી નફરતનો સામનો કરવો પડ્યો હતો. વિરોધીઓએ કેટલાક અપશબ્દો કહ્યા તો ઘણાએ ઓસ્કરમાંથી ફિલ્મ પાછી ખેંચી લેવા ધમકીઓ પણ આપી હતી પણ તેઓ અડગ રહ્યા હતા અને સામનો કર્યો હતો.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં