Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવિચિત્ર વેશભૂષા સામે ન નબળો પડ્યો ‘એજન્ડા’: મોટી પીઆર ટીમ ધરાવતી અભિનેત્રીઓ...

    વિચિત્ર વેશભૂષા સામે ન નબળો પડ્યો ‘એજન્ડા’: મોટી પીઆર ટીમ ધરાવતી અભિનેત્રીઓ સ્વરા ભાસ્કર, તાપસી પન્નુ કરતાં પણ ઉર્ફી જાવેદ વધુ લોકપ્રિય 

    અમે છેલ્લા 12 મહિનાના ટ્રેન્ડ્સની સરખામણી કરી અને જેમાં જાણવા મળ્યું કે મોટી-મોટી PR ટીમ્સ ધરાવતી અભિનેત્રીઓ તાપસી પન્નુ, રિચા ચઢ્ઢા અને સ્વરા ભાસ્કર કરતાં ઉર્ફી અનેકગણી વધુ વખત ટ્રેન્ડ થઇ હતી.

    - Advertisement -

    વિચિત્ર વેશભૂષાના કારણે કાયમ ઇન્ટરનેટ અને મીડિયામાં ચર્ચામાં રહેતી અભિનેત્રી ઉર્ફી જાવેદ મોટી PR ટીમ્સ ધરાવતી બૉલીવુડ અભિનેત્રીઓ તાપસી પન્નુ, રિચા ચઢ્ઢા અને સ્વરા ભાસ્કર કરતાં પણ વધુ ફેમસ હોવાનું જાણવા મળ્યું છે. ગૂગલ ટ્રેન્ડ્સ અનુસાર, લોકો આ બાકીની અભિનેત્રીઓ કરતાં ઉર્ફી જાવેદને વધુ સર્ચ કરે છે. 

    અમે છેલ્લા 12 મહિનાના ટ્રેન્ડ્સની સરખામણી કરી અને જેમાં જાણવા મળ્યું કે મોટી-મોટી PR ટીમ્સ ધરાવતી અભિનેત્રીઓ તાપસી પન્નુ, રિચા ચઢ્ઢા અને સ્વરા ભાસ્કર કરતાં ઉર્ફી અનેકગણી વધુ વખત ટ્રેન્ડ થઇ હતી. આ ત્રણમાં માત્ર તાપસી જ આ વર્ષે જાન્યુઆરીમાં એક વખત ઉર્ફીના ટ્રેન્ડિંગ સ્ટેટ્સની બરાબરી કરી શકી હતી. ઓગસ્ટમાં તે પિક પર પહોંચી હતી, પરંતુ તેમ છતાં ઉર્ફીની લોકપ્રિયતાના સ્તર સુધી પહોંચી શકી નથી. 

    બીજી તરફ, ઉર્ફીની સરખામણીએ સ્વરા ભાસ્કરનો ટ્રેન્ડ મેપ બિલકુલ ફ્લેટ હતો. રિચા ચઢ્ઢાનો ટ્રેન્ડ મેપ ઓક્ટોબર મહિનામાં એક વખત ઉપર ગયો, પરંતુ તેમ છતાં ઉર્ફીના ટ્રેન્ડ મેપ સાથે બરાબરી ન થઇ શકી. 

    - Advertisement -
    તસ્વીર: ગૂગલ ટ્રેન્ડ્સ

    એવું પણ જાણવા મળ્યું છે કે, ગયા વર્ષે બે વખત ઉર્ફીનો ટ્રેન્ડ મેપ અભિનેતા શાહરૂખ ખાનની લોકપ્રિયતા જેટલો થયો હતો. પહેલી વખત એપ્રિલમાં અને ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં. 

    તસ્વીર: ગૂગલ ટ્રેન્ડ્સ

    જ્યારે દક્ષિણના અભિનેતા અલ્લુ અર્જુન સાથે સરખામણી કરવામાં આવે તો ઉર્ફી અને અર્જુનના ટ્રેન્ડ મેપ્સ વચ્ચે ઘણી સામ્યતા જોવા મળી હતી. 

    તસ્વીર: ગૂગલ ટ્રેન્ડ

    ઉર્ફીના ઇન્સ્ટાગ્રામ પર 3.9 મિલિયન ફોલોઅર્સ છે. શાહરૂખ ખન્ના 32.7 મિલિયન, અલ્લુ અર્જુનના 19.7 મિલિયન ફોલોઅર્સ છે. અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો ઇન્સ્ટાગ્રામ ઉપર સ્વરા ભાસ્કરના 1 મિલિયન, રિચા ચઢ્ઢાના 2.5 મિલિયન અને તાપસી પન્નુના 20 મિલિયન ફોલોઅર્સ છે. 

    સ્વરા અને તાપસી જેવી ફિલ્મી અભિનેત્રીઓની જેમ ઉર્ફી પાસે તેની છબી ચમકાવવા માટે કોઈ પીઆર ટીમ નથી. જોકે, તેમ છતાં તે તેની ડ્રેસિંગ સેન્સને કારણે લગભગ દર અઠવાડિયે સમાચારમાં રહે છે. સેફટી પિન હોય કે ઓડિયો ટેપ્સ કે પછી પોતાના ફોટોગ્રફ્સ, તે કોઈ પણ ચીજવસ્તુને વસ્ત્રોમાં બદલી શકે છે. જેની તસ્વીરો પણ તે સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે. જેની ઉપર મિશ્ર પ્રતિક્રિયાઓ મળતી રહે છે. 

    ઉર્ફી જાવેદ ગત મહિને રિલીઝ કરવામાં આવેલ મ્યુઝિક વિડીયો ‘હાયે હાયે એ મજબૂરી’માં જોવા મળી હતી. તે પહેલાં તે એક ડેટિંગ રિયાલિટી શૉ Splitsvilla X4માં જોવા મળી હતી. જેને અર્જુન બિજલાની અને સની લિયોન હોસ્ટ કરી રહ્યાં છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં