Sunday, April 21, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટકાશ્મીરમાં હિંદુઓની હત્યાનો સિલસિલો યથાવત : આતંકીઓએ બિન-કાશ્મીરી હિંદુ શ્રમિકોને નિશાન બનાવ્યા,...

  કાશ્મીરમાં હિંદુઓની હત્યાનો સિલસિલો યથાવત : આતંકીઓએ બિન-કાશ્મીરી હિંદુ શ્રમિકોને નિશાન બનાવ્યા, એકનું મોત

  કાશ્મીરમાં બિન-કાશ્મીરી હિંદુઓની હત્યા રોકાવાનું નામ નથી લઇ રહી. ફરીથી બડગામમાં બિન-કાશ્મીરી હિંદુ મજૂરોની આતંકવાદીઓએ હત્યા કરી દીધી છે.

  - Advertisement -

  કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા હિંદુઓને નિશાન બનાવવાનો સિલસિલો યથાવત છે. ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા કાશ્મીરમાં હિંદુઓની થઇ રહેલી હત્યા વચ્ચે કાશ્મીરમાં કામ કરતા હિંદુ સરકારી કર્મચારીઓ ઘાટી વિસ્તાર છોડી રહ્યા છે. કાશ્મીરના કુલગામમાં તાજેતરમાં જ એક હિંદુ બેન્ક કર્મચારીની હત્યા બાદ ક્ષેત્રમાં ફરીથી તણાવ વધી ગયો છે.

  હવે કાશ્મીરમાં ફરીથી બિનકાશ્મીરી હિંદુઓ પર હુમલો થવાનો બનાવ બન્યો છે. મધ્ય કાશ્મીરના બડગામ ખાતે આતંકવાદીઓએ ગઈકાલે બિનકાશ્મીરી હિંદુઓને નિશાન બનાવ્યા હતા. આ બંને બડગામ જિલ્લાના ચદૂરા ગામમાં એક ઈંટના ભઠ્ઠા પર કામ કરી રહ્યા હતા. 

  ઘટનામાં જેમાં બિહારના 17 વર્ષીય નાગરિક દિલખુશ કુમારને ગોળી વાગવાથી તેનું મોત થયું જ્યારે અન્ય એક પંજાબના વતની રાજનને ગોળી વાગવાથી તેને ગંભીર ઈજા પહોંચી હતી. હાલ તે સારવાર હેઠળ છે.

  - Advertisement -

  ગુરુવારે મોડી સાંજે આ બનાવ બન્યો હતો. રાત્રે લગભગ 9:20 વાગ્યે જમ્મુ-કાશ્મીર પોલીસને બડગામના ચદૂરા ખાતે આતંકવાદીઓએ બે શ્રમિકો પર ફાયરિંગ કર્યું હોવાની જાણકારી મળી હતી. જે બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે જવા માટે રવાના થયો હતો. 

  રિપોર્ટ અનુસાર, બંનેને ગોળીઓ વાગવાથી ગંભીર ઈજાઓ થઇ હતી, જે બાદ સારવાર માટે તાત્કાલિક બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, એક વ્યક્તિ દિલખુશનું મોત થઇ ગયું હતું જ્યારે રાજન હાલ સારવાર લઇ રહ્યો છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે. 

  પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે અને તપાસ પણ શરૂ કરી છે. હાલ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. 

  ઉલ્લેખનીય છે કે આ બનાવ બન્યો તેના થોડા જ કલાકો અગાઉ કાશ્મીરના કુલગામમાં રાજસ્થાનના વતની અને બેંકમાં મેનેજર તરીકે કામ કરતા વિજય કુમારની આતંકવાદીઓએ હત્યા કરી નાંખી હતી. તેમને તેમની ઓફિસમાં જ મારવામાં આવ્યા હતા. હુમલા બાદ તાત્કાલિક તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેઓ બચી શક્યા ન હતા. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના જ સહયોગી સંગઠન ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ દ્વારા લેવામાં આવી હતી.

  કાશ્મીર ઘાટીમાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા હોય તેવો છેલ્લા બે મહિનામાં આ ચોથો કિસ્સો છે. આ પહેલાં ગત મે મહિનાના અંતમાં કાશ્મીરના ગોપાલપોરામાં એક હિંદુ શિક્ષિકાની હત્યા કરી નાંખવામાં આવી હતી. હાઈસ્કુલમાં નોકરી કરતાં શિક્ષિકાને સ્કુલમાં ઘૂસીને ગોળી મારવામાં આવી હતી.

  તે પહેલાં 12 મેના રોજ કાશ્મીરમાં આતંકવાદીઓએ કાશ્મીરની એક સરકારી કચેરીમાં ઘૂસીને રાહુલ ભટ નામના હિંદુ યુવાનની હત્યા કરી નાંખી હતી. સાંજે લગભગ સાડા ચાર વાગ્યાના અરસામાં રાહુલ ભટ તેમની ઓફિસમાં કામ કરી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ ઘૂસીને તેમની ઉપર ગોળીબાર કર્યો હતો. રાહુલ ભટ બિનકાશ્મીરી હિંદુઓના રોજગાર માટેના વિશેષ પેકેજ માટે કામ કરતા હતા. 

  કાશ્મીરમાં હિંદુઓની થઇ રહેલી હત્યા મામલે આજે ગૃહમંત્રી અમિત શાહ એક ઉચ્ચ સ્તરીય બેઠક કરવા જઈ રહ્યા છે. જેમાં જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ, સ્થાનિક વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત કેન્દ્ર સરકારના અધિકારીઓ પણ ભાગ લેશે. તે પહેલાં ગઈકાલે ગૃહમંત્રીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને રૉ ચીફ સાથે પણ બેઠક કરી હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં