Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાનમાં ઇશનિંદાના આરોપસર વધુ એકનો ભોગ લેવાયો: ઇસ્લામી ટોળાએ પોલીસ મથકે ધસી...

    પાકિસ્તાનમાં ઇશનિંદાના આરોપસર વધુ એકનો ભોગ લેવાયો: ઇસ્લામી ટોળાએ પોલીસ મથકે ધસી આવીને ‘આરોપી’ને મારી નાંખ્યો, લાશ સળગાવવાના પ્રયાસ કર્યા

    મામલો પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નાનકાના સાહિબનો છે. મૃતક વ્યક્તિ ઉપર ‘કુરાનના અપમાન’નો આરોપ લાગ્યો હતો.

    - Advertisement -

    પાકિસ્તાનમાં ઇશનિંદાના આરોપસર વધુ એક વ્યક્તિની હત્યા કરી નાંખવામાં આવી છે. ‘આરોપી’ને જે પોલીસ મથકે રાખવામાં આવ્યો હતો ત્યાં ઇસ્લામીઓનું ટોળું ધસી ગયું હતું અને તેને નિર્વસ્ત્ર કરીને માર મારીને મારી નાંખ્યો હતો. ત્યારબાદ તેનો મૃતદેહ સળગાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.

    આ મામલો પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નાનકાના સાહિબનો છે. મૃતક વ્યક્તિ ઉપર ‘કુરાનના અપમાન’નો આરોપ લાગ્યો હતો. જેને લઈને કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. શનિવારે સ્થાનિક ઇસ્લામીઓનું એક ટોળું પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયું હતું અને મૃતકને ખેંચી લાવીને, મારી નાંખીને લાશ સળગાવવાના પણ પ્રયાસ કર્યા હતા.

    સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં ટોળું એક વ્યક્તિને પગ પકડીને ખેંચી લાવીને, કપડાં કાઢીને લાકડી-દંડા વડે મારતું જોવા મળે છે. વિડીયોની પાકિસ્તાની પોલીસે પણ પુષ્ટિ કરી છે. 

    - Advertisement -

    ટોળાએ પોલીસ મથકમાં ઘૂસી જઈને તોડફોડ પણ કરી હતી. આ મામલે બેદરકારી દાખવવા બદલ નાનકાના સાહિબના સર્કલ ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ અને સ્ટેશન હાઉસ ઓફિસર એમ બે પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.  

    રિપોર્ટ્સ અનુસાર પંજાબના ઇન્સ્પેક્ટર જનરલ ઉસ્માન અનવરે આ વિડીયોનું સંજ્ઞાન લઈને મામલાની તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે, કોઈને પણ કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. ઘટના માટે જે કોઈ પણ જવાબદાર છે તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 

    પોલીસ વિભાગના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું કે, ટોળું ધસી આવ્યું ત્યારે થોડા જ પોલીસકર્મીઓ મથકે હાજર હતા જેથી તેઓ કંઈ કરી શક્યા ન હતા. જોકે, તેમણે કહ્યું કે તેઓ ટોળાને લાશ સળગાવવાથી રોકવામાં સફળ રહ્યા હતા. 

    અહીં ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ઇશનિંદા વિરુદ્ધ કાયદો બનાવવામાં આવ્યો છે અને આ કાયદા હેઠળ ગુનેગાર સાબિત થતા વ્યક્તિને મૃત્યુદંડ સુધીની સજા થઇ શકે છે. જોકે પાકિસ્તાનમાં મોટાભાગના કિસ્સાઓમાં આ ‘ઇશનિંદા’ના આરોપીઓનો ફેંસલો કોર્ટ નહીં પરંતુ ટોળું જ કરી નાંખતું હોય છે. 

    આ પહેલાં શ્રીલંકામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો જ્યાં એક ફેક્ટરી મેનેજરની ઇશનિંદાના આરોપસર ટોળાએ હત્યા કરી નાંખી હતી અને ત્યારબાદ તેમની લાશ સળગાવી દીધી હતી. આ ઘટનાને લઈને વિશ્વભરમાં પાકિસ્તાનને નીચાજોણું થયું હતું. હવે આવી વધુ એક ઘટના બની છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં