Friday, September 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકાશ્મીરી હિંદુઓના ‘ટાર્ગેટ કિલિંગ’નો સિલસિલો યથાવત: આતંકવાદીઓએ ઘરની બહાર જ હિંદુ વ્યક્તિને...

    કાશ્મીરી હિંદુઓના ‘ટાર્ગેટ કિલિંગ’નો સિલસિલો યથાવત: આતંકવાદીઓએ ઘરની બહાર જ હિંદુ વ્યક્તિને ગોળી મારી, સારવાર દરમિયાન મોત

    કાશ્મીરમાં આતંકવાદીઓ સતત નિર્દોષ હિંદુ નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે, ફરી એક વખત કાશ્મીરી હિંદુને તેમના ઘરની સામે ગોળી મારવામાં આવી.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરમાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા હિંદુઓ પર થતા હુમલાઓ હજુ અટક્યા નથી. શનિવારે (15 ઓક્ટોબર 2022) જમ્મુના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ એક કાશ્મીરી હિંદુની હત્યા કરી નાંખી હોવાનું અહેવાલો પરથી જાણવા મળ્યું છે. 

    મૃતકની ઓળખ પૂરન કૃષ્ણ ભટ તરીકે થઇ છે. તેમને દક્ષિણ કાશ્મીર જિલ્લામાં તેમના ઘરની પાસે જ ગોળી મારવામાં આવી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચી શક્યો ન હતો. 

    પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. બીજી તરફ જણાવ્યું છે કે હાલ વિસ્તારને ચારેતરફથી ઘેરી લેવામાં આવ્યો છે અને હુમલાખોર આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સુરક્ષાબળોએ એક વિશેષ ઓપરેશન શરૂ કરીને આતંકવાદીઓનાં ઠેકાણાં નષ્ટ કરી દીધાં હતાં તો બે સંયુક્ત ઓપરેશનોમાં ચાર આતંકવાદીઓને ઠાર પણ કરી દેવામાં આવ્યા હતા. 

    કાશ્મીરમાં આ વર્ષમાં આતંકવાદીઓએ લગભગ સાતેક જેટલા હિંદુઓની હત્યા કરી નાંખી છે. ગત ઓગસ્ટ મહિનામાં પણ આતંકવાદીઓએ શોપિયાંમાં એક કાશ્મીરી હિંદુની હત્યા કરી નાંખી હતી જ્યારે એકને ઇજા પહોંચાડી હતી. મૃતકની ઓળખ 45 વર્ષીય સુનિલ કુમાર ભટ તરીકે થઇ હતી. 

    રાહુલ ભટની ધોળા દહાડે હત્યા થઇ હતી

    એપ્રિલ મહિનામાં આતંકવાદીઓએ કાશ્મીરના બડગામમાં રાહુલ ભટ નામના એક હિંદુ વ્યક્તિની હત્યા કરી નાંખી હતી. રાહુલ ભટ મામલતદાર કાર્યાલયમાં ક્લાર્કની નોકરી કરતા હતા. ધોળા દહાડે આતંકવાદીઓએ તેમની કચેરીમાં ઘૂસીને ગોળીઓ મારી દીધી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ બચી શક્યા ન હતા. 

    મુસ્લિમ શિક્ષકોમાંથી હિંદુ શિક્ષિકાને બહાર કાઢી ગોળી મારી દીધી હતી

    ત્યારબાદ જૂન મહિનામાં કાશ્મીરના કુલગામમાં એક શાળામાં ઘૂસીને હિંદુ શિક્ષિકાની હત્યા કરી નાંખવામાં આવી હતી. આતંકવાદીઓએ તમામ શિક્ષકોને લાઈનમાં ઉભા રાખી, તેમનાં આઈડી ચેક કરી હિંદુ શિક્ષિકાને બાજુ પર કરી તેમને ગોળી મારી દીધી હતી. 

    બેન્ક મેનેજર વિજય કુમારને પણ મારી નાંખવામાં આવ્યા હતા

    ત્યારબાદ બીજા જ દિવસે આતંકવાદીઓએ કુલગામમાં એક બેન્કમાં મેનેજરની ફરજ બજાવતા હિંદુ વ્યક્તિ વિજય કુમારની હત્યા કરી નાંખી હતી. તેઓ ચાર દિવસ પહેલાં જ બેન્કમાં જોડાયા હતા. 2 જૂનના રોજ તેઓ કામ કરી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ ઘૂસીને ગોળી મારી દીધી હતી. ગંભીર સ્થિતિમાં તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, પરંતુ બચી શક્યા ન હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં