Tuesday, July 16, 2024
More
  હોમપેજરાજકારણ'પ્રદૂષણ ડામવામાં કેજરીવાલ અને Odd-Even સ્કીમ બંને નિષ્ફળ': કોંગ્રેસે AAP સરકાર પર...

  ‘પ્રદૂષણ ડામવામાં કેજરીવાલ અને Odd-Even સ્કીમ બંને નિષ્ફળ’: કોંગ્રેસે AAP સરકાર પર કર્યો પ્રહાર, કહ્યું- દિલ્હી બની ગયું છે ‘ગેસ ચેમ્બર’

  દિલ્હીની AAP સરકાર પ્રદૂષણ પર નિયંત્રણ લગાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. તેમણે કહ્યું કે, ભૂતકાળની કાર ચલાવવા માટેની 'Odd-Even' યોજના સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. આ યોજનાના અમલથી લોકોને માત્ર અસુવિધા થઈ છે.

  - Advertisement -

  દેશની રાજધાની દિલ્હી પ્રદેશમાં દિનપ્રતિદિન પ્રદૂષણની સમસ્યા વિકટરૂપ ધારણ કરી રહી છે. તાજેતરમાં જ દિલ્હી અને પંજાબમાં વધી રહેલા પ્રદૂષણને લઈને ચર્ચાઓ પણ વહેતી થઈ હતી. દિલ્હીમાં તો પ્રદૂષણ જોખમી સ્તરને પાર કરી ગયું છે. જ્યાં માણસોને રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. આ બધી સમસ્યાઓ પર યોગ્ય સમયે લગામ ન લગાવાતા હવે દિલ્હી AAP સરકારને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સુપ્રીમ કોર્ટની લપડાક ખાધા પછી હવે દિલ્હી કોંગ્રેસે પણ AAP સરકાર પર સીધો હુમલો કર્યો છે. દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટી (DPCC)ના પ્રમુખ અરવિંદર સિંઘ લવલીએ દાવો કર્યો છે કે ભૂતકાળમાં કાર ચલાવવાની ‘Odd-Even’ સ્કીમ વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.

  દિલ્હીની AAP સરકાર પર કોંગ્રેસે વાયુ પ્રદૂષણને લઈને હુમલો કર્યો છે. મંગળવારે (7 નવેમ્બરે) દિલ્હી કોંગ્રેસ કમિટીના પ્રમુખ અરવિંદર સિંઘ લવલીએ એવો દાવો કર્યો છે કે, દિલ્હીની AAP સરકાર પ્રદૂષણ પર નિયંત્રણ લગાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. તેમણે કહ્યું કે, ભૂતકાળની કાર ચલાવવા માટેની ‘Odd-Even’ યોજના સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. આ યોજનાના અમલથી લોકોને માત્ર અસુવિધા થઈ છે. તેમણે એવું પણ કહ્યું કે, દિલ્હી ‘ગેસ ચેમ્બર’ બની ગયું છે અને દિલ્હી સરકાર વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે અસરકારક પગલાં લેવામાં નિષ્ફળ રહી છે.

  દિલ્હીના પર્યાવરણ મંત્રીએ Odd-Even સ્કીમની કૄ હતી ઘોષણા

  કોંગ્રેસે AAP સરકાર પર હુમલો ત્યારે કર્યો છે, જ્યારે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે સોમવારે (6 નવેમ્બરે) દેશની રાજધાની દિલ્હીમાં 13થી 20 નવેમ્બર સુધી ઓડ ઇવન સ્કીમ લાગુ કરવાની ઘોષણા કરી હતી. તેમની આ ઘોષણાના એક દિવસ પછી પ્રદૂષણને લઈને કોંગ્રેસનું આ નિવેદન સામે આવ્યું છે. લવલીએ કહ્યું છે કે “અત્યંત ખરાબ હવાની ગુણવત્તા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો જવાબદાર છે, દિલ્હી સરકારે વર્ષ દરમિયાન પ્રદૂષણ રોકવા માટે કોઈ પગલાં લીધા ન હતા અને હવે લોકો ઝેરી હવાનો ભોગ બન્યા ત્યારે આ લોકો જાગ્યા છે.”

  - Advertisement -

  રાજ્યપાલ બોલાવે સર્વદળીય બેઠક

  દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષે પરાળ સલગાવવા મુદ્દે પણ સરકારો પર આક્ષેપો કર્યા હતા. એ ઉપરાંત તેમનું કહેવું એવું છે કે, ખતરનાક વાયુ પ્રદૂષણનું સ્થાયી સમાધાન શોધવા માટે ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ સર્વદળીય બેઠક બોલાવવી જોઈએ. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે, ખતરનાક વાયુ પ્રદૂષણના કારણે લોકો પોતાનો જીવ બચાવવા માટે દિલ્હીથી બહાર જવા મજબૂર છે.

  AAP સરકારના તમામ દાવા, વચનો પોકળ સાબિત થયા

  દિલ્હીની AAP સરકાર તમામ દાવા અને વચનો પૂર્ણ કરવા પર નિષ્ફળ સાબિત થઈ છે. વર્ષોથી કરતાં આવેલા દાવાઓ અરવિંદ કેજરીવાલ સરકારે પૂર્ણ નથી કર્યા. બે વર્ષ પહેલાં, સપ્ટેમ્બર 2021માં AAP પાર્ટીએ યુટ્યુબ પર એક વિડીયો મૂક્યો હતો, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કહેતા જોવા મળી રહ્યા છે કે જ્યારે ખેડૂત ઓક્ટોબર મહિનામાં ડાંગરના પાકની લણણી કરે છે, ત્યારે તેની ડાળીઓ બચે છે, જેને પરાળ કહેવામાં આવે છે અને ખેડૂતો તેને સળગાવે છે. ત્યારે તેમણે તત્કાલીન સરકાર પર આરોપ લગાવ્યો હતો કે દોષ સરકારનો છે તેમણે સમાધાન શોધવું જોઈએ. જ્યારે આજે પંજાબ અને દિલ્હીમાં ખુદ તેમની સરકાર હોવા છતાં હજુ સમાધાન નથી શોધી શકાયું!

  આ જ વિડીયોમાં કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીની પૂસા ઈન્સ્ટિટ્યૂટે એક બાયો ડીકમ્પોઝર બનાવ્યું છે, જેનાથી પરાળને સળગાવવાને બદલે તેને ગાળી શકાય છે. પણ હજુ સુધી એ ડિકમ્પોઝર જોવા નથી મળ્યું. આ પછી પણ કેજરીવાલે દાવો કર્યો હતો કે, ખેડૂતો હવે પરાળ કોઈ કંપનીઓને વેચી શકશે અને તેમાંથી કંપનીઓ કોલસો બનાવશે, પણ તે યોજના પણ ક્યારેય અમલમાં ના આવી. આવા અનેક દાવા અને વચનો પોકળ સાબિત થયા છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં