ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને લઈને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ કરેલી ટિપ્પણીઓનો દેશભરમાંથી વિરોધ થઇ રહ્યો છે. બીજી તરફ આ મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને નૂપુર શર્માની અરજી પર સુનાવણી કરતી વખતે ન્યાયાધીશની મૌખિક ટિપ્પણીઓ પરત ખેંચી લેવા માટે અપીલ કરવામાં આવી છે.
ગૌ મહાસભાના નેતા અજય ગૌતમે ચીફ જસ્ટિસ એન.વી રમન્ના સમક્ષ દાખલ કરેલ અરજીમાં નૂપુર શર્માની અરજી પર સુનાવણી કરતી વખતે ન્યાયાધીશની ટિપ્પણીઓ પરત ખેંચવા માટે આદેશ આપવા માટે અપીલ કરી છે. તેમણે અપીલમાં એમ પણ કહ્યું કે, જસ્ટિસ કાંતની ટિપ્પણીઓને બિનજરૂરી ઘોષિત કરવામાં આવવી જોઈએ.
A letter petition filed before the Chief Justice of India seeking to direct the bench headed by Justice Surya Kant to withdraw the oral remarks made against #NupurSharma.
— Live Law (@LiveLawIndia) July 1, 2022
આ ઉપરાંત અજય ગૌતમે ચીફ જસ્ટિસને રજૂઆત કરી છે કે નૂપુર શર્મા વિરુદ્ધ દાખલ થયેલા તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટ સૂઓમોટો આદેશ જારી કરે અને નૂપુરને મળી રહેલી ધમકીઓને ધ્યાને લેતા આ કેસોની ફાસ્ટ્રેક ટ્રાયલનો પણ આદેશ આપવામાં આવે.
આ મામલે ટાઈમ્સ નાઉ સાથે વાતચીત કરતા અજરદાર અજય ગૌતમે કહ્યું કે, નૂપુર શર્મા દોષી છે કે નહીં તે મામલે કોઈ તપાસ ન થઇ હોવા છતાં અને કોઈ પણ કોર્ટે પણ તેમ નક્કી ન કર્યું હોવા છતાં ન્યાયાધીશોએ આ પ્રકારની ટિપ્પણી કરી તે આઘાતજનક છે. તેમણે કહ્યું કે, ન્યાયાધીશો સહિત તમામે કાયદાનું પાલન કરવું જ પડશે અને કાયદો આ પ્રકારના અવલોકનો કરવાની પરવાનગી આપતો નથી. હિંસા માટે નૂપુર શર્માને જવાબદાર ગણવાને અયોગ્ય ગણાવતા તેમણે કહ્યું કે, ભારતીય ન્યાયતંત્ર માટે આવી ટિપ્પણીઓ યોગ્ય નથી.
#SCvsNupur
— TIMES NOW (@TimesNow) July 1, 2022
After the SC came down heavily on #BJP leader #NupurSharma, a new petition has been filed which say the comments made by Justice Suryakant in this case should be deemed ‘uncalled for.’
Listen in to Ajay Kant, the petitioner. pic.twitter.com/NfcfMH23cC
તેમણે કહ્યું કે, નૂપુર શર્માના નિવેદનને ઉદયપુર હત્યા કેસ સાથે જોડીને ન્યાયાધીશોએ કરેલી ટિપ્પણી કન્હૈયાલાલની જઘન્ય હત્યાને યોગ્ય ઠેરવે છે અને જેનાથી હત્યારાઓનો મકસદ યોગ્ય ઠેરવીને તેમને ક્લીન ચિટ આપે છે.
ઉલ્લેખનીય છે કે આજે સવારે નૂપુર શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલ એક અરજી પર સુપ્રીમ કોર્ટે એવી કેટલીક ટિપ્પણીઓ કરી હતી જેના કારણે આખો દેશ આશ્ચર્યમાં મુકાયો હતો. નૂપુર શર્માને એક તરફ ઇસ્લામીઓની ધમકીઓ મળી રહી છે ત્યાં બીજી તરસ સુપ્રીમ કોર્ટે દેશમાં હાલ બનતી ઘટનાઓ માટે તેમને જ જવાબદાર ઠેરવી દીધાં હતાં અને ઉદયપુર હત્યા માટે પણ તેમને જ દોષી ઠેરવ્યા હતા.
જોકે, ખંડપીઠે કરેલ ટિપ્પણીઓ કોર્ટના આદેશમાં સમાવેશિત કરવામાં આવી ન હતી અને આદેશમાં માત્ર એટલું લખવામાં આવ્યું હતું કે વકીલને અરજી પરત ખેંચી લેવા માટે પરવાનગી આપવામાં આવી હતી. આમ તો મૌખિક ટિપ્પણીઓનું કોઈ કાયદાકીય મહત્વ રહેતું નથી પરંતુ એ પણ સત્ય છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી હાઇકોર્ટ અને અન્ય નીચલી કોર્ટ પર અસર કરી શકે છે, જેના કારણે આ ટિપ્પણીઓ પરત ખેંચવા માટે અરજી કરવામાં આવી છે.