Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલાં નૂપુર શર્માને હથિયાર રાખવાનું લાઈસન્સ મળ્યું; દિલ્હી પોલીસે કારણ...

    ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલાં નૂપુર શર્માને હથિયાર રાખવાનું લાઈસન્સ મળ્યું; દિલ્હી પોલીસે કારણ જણાવ્યું

    નૂપુર શર્માને મળી રહેલી ધમકીઓને જોતાં તેમણે આત્મરક્ષા માટે લાયસન્સની માંગ કરી હતી, જેને મંજૂર કરીને પોલીસે લાયસન્સ ઈસ્યૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. 

    - Advertisement -

    એક ટીવી ચેનલની ડિબેટમાં પયગમ્બર માટે કથિતરૂપે કરેલી વિવાદાસ્પદ ટીપ્પણી બાદ પૂર્વ ભાજપ નેતા નૂપુર શર્મા વિરુદ્ધ અસંખ્ય દેખાવો થયા હતા. આટલું જ નહીં પરંતુ નૂપુર શર્માને સર તન સે જુદા પ્રકારની વિવિધ જગ્યાએથી ધમકીઓ પણ મળી હતી. તાજા સમાચાર અનુસાર નૂપુર શર્માને હથિયાર રાખવાનું લાયસન્સ મળી ગયું છે.  

    પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી પોલીસે નુપુરને હથિયાર રાખવાનું લાયસન્સ મંજૂર કરવા માટે આત્મરક્ષાનું કારણ આપ્યું છે. નૂપુર શર્માને મળી રહેલી ધમકીઓને જોતાં તેમણે આત્મરક્ષા માટે લાયસન્સની માંગ કરી હતી, જેને મંજૂર કરીને પોલીસે લાયસન્સ ઈસ્યૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. 

    આગળ જણાવ્યું તે અનુસાર નૂપુર શર્માને તેમની કથિત ટીપ્પણી માટે જીવથી મારી નાખવાની અસંખ્ય ધમકીઓ મળી ચૂકી છે. આ ડિબેટ બાદ તેઓ ક્યારેય જાહેરમાં દેખાયાં પણ નથી. 

    - Advertisement -

    વાસ્તવમાં ટાઈમ્સ નાઉની એક ડિબેટ દરમિયાન નૂપુર શર્માએ સાથી પેનલિસ્ટની શિવલિંગ અને ભગવાન શિવ વિશેની ટિપ્પણીનો જવાબ આપતાં હદીસમાંથી ટાંકીને ઇસ્લામિક પયગમ્બર વિશે ટિપ્પણી કરી હતી, જેને ઇશનિંદામાં ખપાવી દઈને પહેલાં ભારત અને પછીથી દુનિયાભરમાંથી તેમને જાનથી મારી નાંખવાની અને રેપની ધમકીઓ મળવા માંડી હતી. ઉપરાંત, ભારતનાં કેટલાંક શહેરોમાં વિરોધ પ્રદર્શનના નામે તોફાનો પણ થયાં હતાં અને ઇસ્લામીઓએ નૂપુરના માથે ઈનામની પણ જાહેરાત કરી હતી. 

    આ ઘટના બાદ ભારતીય જનતા પાર્ટીએ નૂપુરને પક્ષમાંથી સસ્પેન્ડ પણ કર્યાં હતાં. તેમ છતાં તેમના વિરુદ્ધ તો ધમકીઓનો સિલસિલો ચાલુ જ રહ્યો હતો પરંતુ સોશિયલ મીડિયામાં પણ નૂપુર શર્માનું સમર્થન કરનારાઓને જીવથી હાથ ધોવા પડ્યા હતા. ઇસ્લામીઓએ આવા અનેક લોકોની હત્યા કરી નાંખી હતી. 

    આ ઘટનાઓમાં રાજસ્થાનના જોધપુરમાં દરજીનું કામ કરતાં કન્હૈયાલાલ તેમજ મહારાષ્ટ્રના અમરાવતીમાં મેડિકલ સ્ટોર્સ ધરાવતા ઉમેશ કોલ્હેનો પણ સમાવેશ થાય છે. આ બંનેને જુદી જુદી ઘટનાઓમાં જેહાદીઓએ તેમનું ગળું કાપીને તેમની હત્યા કરી હતી. 

    આટલું જ નહીં પરંતુ ગુજરાતમાં આવેલા સાગબારાના એક યુવાનને પણ ફેસબુક પર નૂપુર શર્માનું સમર્થન કરવા બદલ તેના મુસ્લિમ પડોશીઓએ માર માર્યો હતો જેનો એક્સક્લુઝિવ રિપોર્ટ ઑપઇન્ડિયાએ પ્રકાશિત કર્યો હતો. ઉપરાંત પણ ઘણા લોકોને સોશિયલ મીડિયા કે બહાર માત્ર નૂપુરનું સમર્થન કરવા બદલ ધમકીઓ આપવામાં આવી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં