Sunday, May 5, 2024
More
    હોમપેજદેશનૂહમાં જાહેરમાં નહીં પઢી શકાય જુમ્માની નમાજ, ઈન્ટરનેટ બંધ, ફરી 144 લાગુ:...

    નૂહમાં જાહેરમાં નહીં પઢી શકાય જુમ્માની નમાજ, ઈન્ટરનેટ બંધ, ફરી 144 લાગુ: કોંગ્રેસ MLA મામન ખાનને કોર્ટમાં રજુ કરતા પહેલા પ્રસાશનની તૈયારી

    15 સપ્ટેમ્બરે સવારે 10:00 વાગ્યાથી લઈને 16 સપ્ટેમ્બરની રાત્રીના 11:59 વાગ્યા સુધી જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા અસ્થાયી રૂપે સ્થગિત રહેશે. પ્રસાશને શંકા જતાવી છે કે વ્હોટ્સએપ, X (પહેલાનું ટ્વીટર) ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા અફવાહો ફેલાવવામાં આવી શકે છે.

    - Advertisement -

    હરિયાણાના મેવાત ક્ષેત્રના નૂહમાં હિંદુઓની શોભાયાત્રા પર થયેલા હુમલાના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે કોંગ્રેસ ધારાસભ્ય મામન ખાનની ધરપકડ કરી છે. ધરપકડ બાદ શુક્રવારે (15 સપ્ટેમ્બર 2023) મામન ખાનને કોર્ટમાં રજુ કરવા જઈ રહી છે. જોકે નૂહમાં હિંસા મામલે મામન ખાનને કોર્ટમાં રજુ કરતા પહેલા કર્ફ્યું લાગુ કરીને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. હાલ પ્રસાશને આખા વિસ્તારમાં ધારા 144 લાગુ કરી દીધી છે.

    અહેવાલો અનુસાર નૂહમાં હિંસા મામલે મામન ખાનને કોર્ટમાં રજુ કરતા પહેલા ધારા 144 લાગુ કરવા ઉપરાંત પ્રસાશને વિસ્તારમાં અસ્થાયી રૂપે ઈંટરનેટ સેવાઓ પણ સ્થગિત કરી દીધી છે. આ સિવાય જિલ્લા પ્રસાશને મુસ્લિમોને શુક્રવારની એટલે કે જુમ્માની નમાઝ પોત-પોતાના ઘરમાં પઢવાના નિર્દેશ આપ્યા છે. જે લોકો આ નિર્દેશનું પાલન નહીં કરે, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

    ANI એ હરિયાણાના એડીજીપી (લો એન્ડ ઓર્ડર) મમતા સિંહને ટાંકીને જણાવ્યું છે કે મામન ખાનને કોર્ટમાં રજુ કરવામાં આવશે. જેના કારણે નૂહ જિલ્લા ન્યાયાલય બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત એક આધિકારિક નિવેદન જાહેર કરતા પ્રસાશને પણ કહ્યું છે કે નૂહ જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને આગલા નિર્દેશ સુધી તે યથાવત રહેશે.

    - Advertisement -

    આ નિવેદનમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે 15 સપ્ટેમ્બરે સવારે 10:00 વાગ્યાથી લઈને 16 સપ્ટેમ્બરની રાત્રીના 11:59 વાગ્યા સુધી જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા અસ્થાયી રૂપે સ્થગિત રહેશે. પ્રસાશને શંકા જતાવી છે કે વ્હોટ્સએપ, X (પહેલાનું ટ્વીટર) ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા અફવાહો ફેલાવવામાં આવી શકે છે.

    બીજી તરફ પ્રસાશનને તેવી પણ આશંકા છે કે મામન ખાનની ધરપકડને લઈને ક્ષેત્રમાં તણાવ, હિંસા, પ્રદર્શન કે પછી સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો થઇ શકે છે. આ ઉપરાંત પ્રસાશને બલ્ક મેસેજ મોકલવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન સંભવિત દુર્ઘટનાઓને ધ્યાને રાખી પ્રસાશને લોકોને શુક્રવાર એટલે કે જુમ્માની નમાજ પોતાના ઘરમાં જ પઢવાના નિર્દેશ આપ્યા છે.

    ઉલ્લેખનીય છે કે પોલીસે નૂહ હિંસા કેસ મામલે 14 સપ્ટેમ્બર 2023ની રાત્રે SITએ રાજસ્થાનના જયપુરથી મામન ખાનની ધરપકડ કરી છે. તેઓ મેવાતની ફિરોઝપુર ઝિરકા સીટથી કોંગ્રેસ ધારાસભ્ય છે. તેમના પર લોકોને નૂહ હિંસા માટે ઉશ્કેરવાનો આરોપ છે. ધરપકડથી બચવા માટે મામન ખાને હાઈકોર્ટમાં અરજી પણ કરી હતી. પરંતુ કોર્ટે ધરપકડ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો.

    નૂહમાં હિંદુ ભક્તો પર ઇસ્લામી ભીડે કર્યો હતો હુમલો

    31 જુલાઈ, 2023ના રોજ, હરિયાણાના મેવાતના નૂહ જિલ્લામાં હિંદુ સંગઠનો શ્રાવણના પવિત્ર સોમવારે બ્રીજમંડલ જલાભિષેક યાત્રા કાઢી રહ્યા હતા. આ દરમિયાન ઘાત લગાવીને બેઠેલા ઈસ્લામિક તોફાનીઓએ તેમના પર ઓચિંતો હુમલો કર્યો હતો. પથ્થરમારો, ફાયરિંગ અને આગચંપી થઈ હતી.

    ઇસ્લામિક તોફાનીઓએ નલ્હડ મંદિરને ત્રણ બાજુથી ઘેરી લીધું અને ગોળીબાર કર્યો હતો. જેના કારણે 1500થી વધુ હિંદુઓ મંદિરમાં ફસાયા હતા. એવો આરોપ છે કે ઈસ્લામવાદીઓએ હિંદુઓને ઘેરીને તેમની હત્યા કરવાની યોજના બનાવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં