Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'નેતાજી સુભાષચંદ્ર બોઝ હોત તો ભારતના ભાગલા ન પડ્યા હોત': NSA અજીત...

    ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ હોત તો ભારતના ભાગલા ન પડ્યા હોત’: NSA અજીત ડોભાલ, કહ્યું- નેતાજી સાથે જોડાયેલો ઈતિહાસ પુનર્જીવિત કરી રહ્યા છે પીએમ મોદી

    એ બાબત સ્પષ્ટ છે કે ભારત કે પછી વિશ્વના ઇતિહાસમાં એવા બહુ ઓછા લોકો છે જેમનામાં વહેણ વિરુદ્ધ તરવાનું સાહસ હતું: NSA ડોભાલ

    - Advertisement -

    રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSA અજીત ડોભાલે એક કાર્યક્રમમાં નેતાજી સુભાષચંદ્ર બોઝને યાદ કર્યા હતા. તેમણે શનિવારે (17 જૂન, 2023) નેતાજી સુભાષચંદ્ર બોઝ મેમોરિયલ ખાતે પોતાનું વક્તવ્ય આપતાં કહ્યું હતું કે જો નેતા જીવિત હોત તો ભારતના ભાગલા ક્યારેય ન પડ્યા હોત. તેમણે એ પણ યાદ કરાવ્યું હતું કે નેતાજીએ અનેક વાર અદમ્ય સાહસ દેખાડ્યું હતું અને જ્યારે મહાત્મા ગાંધી પોતાના રાજકીય જીવનની ચરમસીમાએ હતા ત્યારે નેતાજીમાં તેમને પણ પડકારવાની ક્ષમતા હતી.

    NSA અજીત ડોભાલે નેતાજી સુભાષચંદ્ર બોઝનું સ્મરણ કરીને એ યાદ કર્યું કે કેવી રીતે તેમણે કોંગ્રેસ પાર્ટી છોડવી પડી હતી. તેમણે ઉમેર્યું કે તેઓ કશું સારું કે ખરાબ નથી કહી રહ્યા, પરંતુ એ બાબત સ્પષ્ટ છે કે ભારત કે પછી વિશ્વના ઇતિહાસમાં એવા બહુ ઓછા લોકો છે જેમનામાં વહેણ વિરુદ્ધ તરવાનું સાહસ હતું. તેમણે જણાવ્યું કે આમ કરવું સહેલું નહોતું. જોકે, ડોભાલે તેમ પણ જણાવ્યું કે જે સમયે નેતાજી બોઝ એકલા હતા તે સમયગાળા દરમિયાન માત્ર એક જાપાન જ હતું કે જેણે તે સમયે તેમનું સમર્થન કર્યું હતું.

    NSA અજીત ડોભાલે જણાવ્યું કે, “નેતાજીએ કહ્યું હતું કે હું પૂર્ણ સ્વતંત્રતાથી ઉતરતી કોઈ બાબત માટે સમાધાન નહીં કરું. તેઓ આ દેશને માત્ર રાજનૈતિક પરાધીનતામાંથી જ મુક્ત કરાવવા નહોતા માંગતા, પરંતુ તેમણે જણાવ્યું હતું કે લોકોની રાજનૈતિક, સામાજિક અને સંસ્કૃતિક માનસિકતા બદલવાની જરૂર છે અને તેમને આકાશમાં ઉડતા સ્વતંત્ર પક્ષીઓ જેવી અનુભૂતિ થવી જરૂરી છે.

    - Advertisement -

    NSA અજીત ડોભાલે સ્પષ્ટ રીતે કહ્યું કે જો નેતાજી સુભાષચંદ્ર બોઝ હોત તો ભારતનું વિભાજન ન થયું હોત. તેમણે કહ્યું કે મોહમ્મદ અલી જીણાએ પણ એક સમયે કહ્યું હતું કે તેઓ માત્ર એક જ નેતાનો સ્વીકાર કરી શકે અને તે છે નેતાજી બોઝ. તેમણે જણાવ્યું કે તેમના મનમાં અનેક વાર પ્રશ્ન ઉદ્ભવે છે કે પ્રયત્ન મહત્વપૂર્ણ છે કે પરિણામ? નેતાજીના પ્રયત્નો પર કોઈ સંદેહ ન કરી શકે, મહાત્મા ગાંધી પણ તેમના પ્રશંસક હતા.

    નેતાજી સુભાષચંદ્ર બોઝના યોગદાનોને ફરી જીવત કરવાના વડાપ્રધાન મોદીના પ્રયત્ન પર NSA અજીત ડોભાલે પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું કે ઈતિહાસ નેતાજી પ્રત્યે હંમેશા નિર્દયી રહ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં