Sunday, April 14, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટહવે નસરુદ્દીન શાહની પત્નીને ‘ડર’ લાગ્યો, રત્ના પાઠકે કહ્યું- ‘મેં નસીરને સમજાવ્યા...

  હવે નસરુદ્દીન શાહની પત્નીને ‘ડર’ લાગ્યો, રત્ના પાઠકે કહ્યું- ‘મેં નસીરને સમજાવ્યા કે જાહેરમાં બોલવામાં સંયમ રાખે’

  નસરુદ્દીન શાહએ જાહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનનું નામ લઈને કહ્યું હતું કે તેઓ ઝેર ફેલાવનારા લોકોને સમર્થન આપે છે. જે બાદ લોકોએ શાહને ટ્રોલ કાર્ય હતા ને તેમના ભૂતકાળના નિવેદનોને લઈને પણ તેમને ઘેર્યા હતા.

  - Advertisement -

  બોલીવુડના કેટલાક કલાકારો પોતાના નિવેદનોથી દેશના એક મોટા વર્ગને ટાર્ગેટ કરીને “ડરનો નેરેટીવ” ફેલાવતા રહે છે, અમાનું જ એક નામ છે નસરુદ્દીન શાહ, જેઓ ભૂતકાળમાં પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઈને ખુબ ટ્રોલ થયા હતા, તેવામાં હવે નસરુદ્દીન શાહની પત્ની રત્ના પાઠકને ડર લાગે છે તેવું નિવેદન એક ઈન્ટરવ્યું દરમિયાન આપ્યું છે, અને તેમના આ ડરનું કારણ બીજું કોઈ નહિ પણ નસરુદ્દીન શાહ પોતે છે.

  અહેવાલો મુજબ રત્ના પાઠકે એક ઈન્ટરવ્યું દરમિયાન તેમના પતી નસરુદ્દીન શાહ દ્વારા અપાતા વિવાદાસ્પદ નિવેદનનો બાબતે વાત કરી હતી, જેમાં નસરુદ્દીન શાહની પત્ની રત્ના પાઠકને કહેતા સાંભળી શકાય છે કે તેમના પતિ દ્વારા અપાતા નિવેદનોથી તેમને ડર લાગે છે. તેમને ડર છે કે જો નસરુદ્દીન શાહના કોઈ શબ્દોથી લોકો દુઃખી થશે અને તેમના ઘર પર પથ્થર મારશે તો તેઓ શું કરશે? જેને લઈને તેમણે પોતાના પતિને સંયમથી બોલવાની સલાહ આપી છે.

  નસરુદ્દીન શાહની પત્ની રત્ના પાઠકને સિદ્ધાર્થ કાનને તેમના શોમાં બોલાવ્યા હતા, જે દરમિયાન તેમના ઇન્ટરવ્યુના વિડીયોમાં 11:50 મીનીટે રત્ના પાઠક નસરુદ્દીન શાહના બટકબોલા પણાથી લગતા ડર વિશે વાત કરે છે અને જણાવે છે કે કેવી રીતે તેણી શાહને પોતાનો નજરીયો વ્યક્ત કરવાથી રોકી રહી છે.

  - Advertisement -

  આ દરમિયાન તેમને પૂછવામાં આવે છે કે, નસરુદ્દીન શાહ પોતાના વિવાદાસ્પદ નિવેદન આપતા ખચકાતા નથી, અને તમે પણ તે સ્વીકારો છો. શું તમે તેમને રોકવાની કોશિશ નથી કરતા? જેના પર પાઠક જણાવે છે કે, “હા, હું તેમને રોકું છું. આજના જમાનામાં કોઈ પણ વ્યક્તિ ઘરની સામે પથ્થર લઈને ઉભો રહેશે. ત્યારે તમે શું કરશો? અને એમ પણ આપણે બધાને કામ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. કામ ન મળવાના ઘણા કારણો છે.” જો કે તેમણે એમ પણ કહ્યું કે લોકોએ જાહેરમાં પોતાના વિચારો વ્યક્ત કરવામાં સમજદારી દાખવવી જોઈએ અને ડરવું ન જોઈએ.

  રત્ના પાઠક આગળ જણાવે છે કે, “મને ડર લાગે છે. પણ શું કરવું દુનિયામાં ઘણું ખોટું થઈ રહ્યું છે. જો અમે તેમને નહીં કહીએ તો તેઓ કેવી રીતે સુધરશે?” આ પછી સિદ્ધાર્થ તેમને પૂછે છે કે એક વિકલ્પ છે કે તમે જે છો તે જ બન્યા રહો અથવા કંઈપણ ન બોલો અને જીવન શાંતિથી પસાર થશે. શું તમે બંને બેસીને આ વિશે વાત કરી શકો છો. જેનાપ્ર પાઠક કહે છે, “સામાન્ય લાઈન એ છે કે અમે જે છીએ તેવા જ રહેવા માંગીએ છીએ. બને ત્યાં સુધી તેનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમને નથી લાગતું કે અમે બિનજરૂરી જોખમ લેવા જઈ રહ્યા છીએ. હોડી હજુ ડૂબી નથી. આગળ શું થશે તે જોવાનું બાકી છે બસ આ વિચાર સાથે જ જીવી રહ્યા છીએ.”

  ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી બોલીવુડ એક્ટર નસરુદ્દીન શાહ તેમના વિવાદિત નિવેદનો બાદ સતત લોકોના નિશાના પર રહ્યા છે, તેવામાં છેલ્લે ભૂતપૂર્વ ભાજપા નેતા નુપુર શર્માના તથાકથિત પ્રોફેટ મહોમ્મદના અપમાન બાદ જે પ્રમાણે આખા દેશનો માહોલ બગડ્યો અને જે રીતે મુસ્લિમ ટોળાઓએ જાહેરમાં તેમને “સર તનસે જુદા” કરવાની ધમકી આપી ત્યારે પણ નસરુદ્દીન શાહે વિવાદિત ટીપ્પણી કરી હતી, તેમણે જાહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનનું નામ લઈને કહ્યું હતું કે તેઓ ઝેર ફેલાવનારા લોકોને સમર્થન આપે છે. જે બાદ લોકોએ શાહને ટ્રોલ કાર્ય હતા ને તેમના ભૂતકાળના નિવેદનોને લઈને પણ તેમને ઘેર્યા હતા.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં