Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત આરોગ્ય વિભાગની સ્પષ્ટતા : ગુજરાતમાં હાલ ઓમીક્રોન BF-7 વેરિયંટનો એક પણ...

    ગુજરાત આરોગ્ય વિભાગની સ્પષ્ટતા : ગુજરાતમાં હાલ ઓમીક્રોન BF-7 વેરિયંટનો એક પણ એક્ટીવ કેસ નથી

    વિદેશમાં કોરોનાનો કેર વધતાં ગુજરાત આવતા વિદેશી પ્રવાસીઓનું ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કરાશે. આરોગ્ય વિભાગની બેઠકમાં ગઈકાલે જ ઘણાં બધાં મહત્વનાં નિર્ણય લેવાયા છે અને તમામ સેમ્પલના જીનોમ સિક્વન્સની પણ સૂચના અપાઈ છે.

    - Advertisement -

    કોરોનાના જે વેરીઅંટે ચીનમાં હાહાકાર મચાવ્યો છે તે ઓમીક્રોન BF-7 વેરીઅંટનો હાલ એક પણ કેસ ગુજરાતમાં એક્ટીવ નથી જેનો રાજ્યનાં આરોગ્ય વિભાગે ખુલાસો કર્યો છે. ગત જુલાઈ, સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં આ વેરિયંટના એક-એક કેસ આવ્યા હતા.

    વિગતવાર જોઈએ તો અમદાવાદના 60 વર્ષિય પુરુષને કફ અને તાવની ફરિયાદ હોવાથી તેનો કોરોના રીપોર્ટ કરાવ્યો હતો જે પોઝીટવ આવ્યો હતો, ત્યારબાદ તેનું સેમ્પલ જીનોમ સિકવન્સીંગ માટે ગાંધીનગર ખાતેની જી.એસ.આર.બી. સરકારી ટેસ્ટીંગ લેબમાં મોકલવામાં આવ્યું હતુ. જેનો રીપોર્ટ 20 સપ્ટેમ્બરના રોજ પોઝીટીવ આવ્યો હતો ત્યારબાદ પુષ્ટી થઈ હતીકે દર્દીને કોરોનાના ઓમીક્રોન BF-7 વેરિયંટનો ચેપ લાગ્યો છે.

    ત્યાર પછી વડોદરાની 61 વર્ષીય મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેના રીપોર્ટને પણ જીનોમ સીક્વાન્સિંગ માટે લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યો હતો જે ઓમીક્રોન BF-7 વેરિયંટ પોઝીટીવ આવ્યા બાદ મહિલાને હોમ આઈસોલેશન માં રાખવામાં આવ્યા હતા અને ઘરે જ સારવાર લઈ એકદમ સ્વસ્થ થયા હતા.

    - Advertisement -

    અન્ય એક 57 વર્ષિય પુરૂષ અમદાવાદના રહેવાસીનો પણ કોરોના રીપોર્ટ 11મી નવેમ્બરના રોજ પોઝીટીવ આવ્યો હતો જેને લેબમાં મોકલતા ખબર પડી હતી કે તેમને પણ ઓમીક્રોન BF-7 ચેપ લાગ્યો છે.

    ગુજરાત આરોગ્ય વિભાગ પ્રમાણે, ઉપરોક્ત ત્રણેય દર્દીઓ ઓમીક્રોન BF-7 નો શિકાર બન્યા હતા પરંતુ આ ત્રણેય દર્દીઓ ઘરેજ સારવાર લઈ સ્વસ્થ બન્યા હતા જેથી ગભરાવાની કોઈ જરૂર નથી પણ સાવચેતી રાખવી ખુબ જરૂરી છે.

    વિદેશમાં કોરોનાનો કેર વધતાં ગુજરાત આવતા વિદેશી પ્રવાસીઓનું ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કરાશે. આરોગ્ય વિભાગની બેઠકમાં ગઈકાલે જ ઘણાં બધાં મહત્વનાં નિર્ણય લેવાયા છે અને તમામ સેમ્પલના જીનોમ સિક્વન્સની પણ સૂચના અપાઈ છે.

    દુનિયામાં ફરી વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને પત્ર. લખ્યો છે, ભારત જોડો યાત્રામાં કોવિડ ગાઈડલાઈનનું પાલન કરો, જો ગાઈડલાઈનનું પાલન ન થાય તેમ હોય તો દેશહિતમાં ભારત જોડો યાત્રા રદ કરવા વિનંતી કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં