Tuesday, September 10, 2024
More
    હોમપેજદુનિયાશું ચીનમાં બીજી મોટી કોવિડ લહેર આવી રહી છે?: નવા વેરિઅન્ટની ભયાનકતા...

    શું ચીનમાં બીજી મોટી કોવિડ લહેર આવી રહી છે?: નવા વેરિઅન્ટની ભયાનકતા વિષે નિષ્ણાતો કહે છે કે ‘લાખો લોકો જીવ ગુમાવી શકે’

    ચાઇના નેશનલ હેલ્થ કમિશનના વૈજ્ઞાનિકોએ અહેવાલ આપ્યો છે કે નવા વેરિઅંટનો R નંબર, એક ચેપગ્રસ્ત વ્યક્તિ કેટલા લોકોને વાયરસ આપે છે તે આંક, 16 છે. આ વૈશ્વિક સ્તરે રોગચાળાના અગાઉના તમામ વેરિઅન્ટ કરતા વધારે છે.

    - Advertisement -

    ચીનની સરકાર દ્વારા કડક પગલાં અમલમાં મૂકવાના સમાચારો વચ્ચે, અનેક સ્થળોએ હિંસા ફાટી નીકળવાના મુદ્દા સુધી, હવે એવી ચિંતા છે કે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હમણાં સુધીની સૌથી ભયંકર કોવિડ લહેર સામે ઘૂંટણે પડી શકે છે.

    કોવિડના કેસ, વુહાનની રિસર્ચ લેબમાંથી વાયરસની ઉત્પત્તિ અને સોશિયલ મીડિયા પર કથિત રીતે ‘લીક’ થયેલા વીડિયોમાં દેખાતા વિશાળ ક્વોરેન્ટાઇન કેમ્પ વિશે ચીનની સરકાર બહુ પારદર્શક નથી. ચીનની સરકારે રવિવારે ફક્ત 2097 કેસ નોંધ્યા, પરંતુ તે સંખ્યાઓની સત્યતા પર લોકોને મોટા ભાગે અવિશ્વાસ છે.

    બીબીસીએ રોગચાળાના નિષ્ણાત વુ ઝુનયૂને ટાંકીને કહ્યું કે આ કદાચ બીજા તબક્કાની ‘પ્રથમ લહેર’ની શરૂઆત હોઈ શકે છે. તેમણે આગાહી કરી છે કે બીજી લહેર જાન્યુઆરીના અંતમાં આવશે જ્યારે ચાઇનીઝ નવા વર્ષની ઉજવણીના કારણે સામૂહિક મુસાફરી ચેપ ફેલાવશે. ત્રીજી ભયંકર કોવિડ લહેર ફેબ્રુઆરીના અંતથી માર્ચના મધ્યમાં આવવાની શક્યતા છે કારણ કે ઝુનયૂના જણાવ્યા મુજબ ત્યારે લાખો લોકો રજાઓ પછી પાછા ફરે છે.

    - Advertisement -

    ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન (IHME) નામની યુએસ સ્થિત સંશોધન સંસ્થાએ તાજેતરમાં જાહેરાત કરી છે કે બેઇજિંગના કોરોના ફેલાવા સામે લડતા પ્રતિબંધોને અચાનક હટાવવાનો નિર્ણય વાયરસના ઝડપી ઉથલા અને ફેલાવાને સરળ બનાવી શકે છે, જેના કારણે મોટા પાયે મૃત્યુ થઇ શકે છે. IHMEના ડિરેક્ટર ક્રિસ્ટોફર મુરેએ જણાવ્યું છે કે ચીનની લગભગ ત્રીજા ભાગની વસ્તી સંક્રમિત થઈ શકે છે અને દેશમાં એપ્રિલ 2023 સુધીમાં 3,22,000થી વધુ લોકોના મોત થઈ શકે છે.

    નિષ્ણાંતોએ કહ્યું છે કે ચીનના કડક લોકડાઉન પગલાંથી વસ્તી કુદરતી રોગપ્રતિકારક શક્તિથી વંચિત રહી ગઈ છે. સોશિયલ મીડિયામાં કેટલાક દાવાઓ છે કે ચીનમાં હોસ્પિટલો ભરાઈ ગઈ છે અને શબઘર મૃત લોકોના શરીરથી ઉભરાઈ રહ્યા છે. પરંતુ કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ શકી.

    એરીક ફેઇગલ ડીંગ, એક રોગચાળાના નિષ્ણાતે શેર કર્યું છે કે ચીનમાં વર્તમાન કોવિડ લહેર સંપૂર્ણ શટડાઉનને લાવી કરી શકે છે અને વૈશ્વિક વેપારને ગંભીર અસર કરી શકે છે.

    કોરોના વાયરસના નવા, વધુ ચેપી પ્રકારની ચિંતાઓ પર, NPRમાં એક અહેવાલમાં જણાવાયું છે કે વર્તમાન લહેર ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. યેલ સ્થિત આરોગ્ય સંશોધક ઝી ચેનને ટાંકવામાં આવ્યું હતું કે સીડીસી ચીને આગામી 90 દિવસમાં દેશની 60% વસ્તી સંક્રમિત થવાની આગાહી કરી છે.

    ચાઇના નેશનલ હેલ્થ કમિશનના વૈજ્ઞાનિકોએ અહેવાલ આપ્યો છે કે વર્તમાન કોરોના વેરિયંટ માટે R નંબર, એક ચેપગ્રસ્ત વ્યક્તિ કેટલા લોકોને વાયરસ આપે છે તેનો આંકે, 16 છે. આ વૈશ્વિક સ્તરે રોગચાળાના અગાઉના તમામ વેરિઅંટ કરતા વધારે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં