Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકન્હૈયાલાલ હત્યા કેસ મામલે ગૃહ મંત્રાલય એક્શનમાં: NIAને સોંપવામાં આવી તપાસ, UAPA...

    કન્હૈયાલાલ હત્યા કેસ મામલે ગૃહ મંત્રાલય એક્શનમાં: NIAને સોંપવામાં આવી તપાસ, UAPA એક્ટ હેઠળ દાખલ થઇ શકે છે કેસ

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીને (NIA) ઘટનાની તપાસ કરવાના આદેશ આપ્યા છે. ગૃહમંત્રાલયે આ મામલે ટ્વિટર મારફતે જાણકારી આપી છે.

    - Advertisement -

    ગઈકાલે ઉદયપુરમાં હિંદુ દરજી કન્હૈયાલાલની થયેલી જઘન્ય હત્યા બાદ ગૃહ મંત્રાલય એક્શનમાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીને (NIA) કન્હૈયાલાલ હત્યા કેસ મામલે તપાસ કરવાના આદેશ આપ્યા છે. ગૃહમંત્રાલયે આ મામલે ટ્વિટર મારફતે જાણકારી આપી છે.

    ગૃહ મંત્રાલયના ટ્વિટર અકાઉન્ટ પરથી જણાવવામાં આવ્યું કે, ગૃહમંત્રીએ રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યા કેસ મામલે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીને તપાસ સોંપી છે. તપાસ દરમિયાન કોઈ સંગઠનની સંડોવણી કે આંતરરાષ્ટ્રીય કનેક્શન અંગે પણ તપાસ કરવામાં આવશે તેમ પણ ગૃહ મંત્રાલયે જણાવ્યું છે.

    રિપોર્ટ અનુસાર, ઘટના બન્યા બાદ મંગળવારે (28 જૂન 2022) DIG રેન્કના એક અધિકારીની આગેવાનીમાં NIAની એક ટીમ ઉદયપુર પહોંચી હતી. NIA આ મામલે UAPA એક્ટ હેઠળ કેસ દાખલ કરીને તપાસ કરશે તેમ જાણવા મળ્યું છે. આ કેસની આતંકવાદના કેસ તરીકે તપાસ કરવામાં આવશે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે મંગળવારે (28 જૂન 2022) હિંદુ વ્યક્તિ કન્હૈયાલાલની બે ઇસ્લામી કટ્ટરપંથીઓએ હત્યા કરી નાંખી હતી. કન્હૈયાલાલે સોશિયલ મીડિયા ઉપર ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના સમર્થનમાં એક પોસ્ટ મૂકી હતી. જે બાદ ગઈકાલે તેમની હત્યા કરી નાંખવામાં આવી. તેમને સતત ધમકીઓ મળી રહી હતી અને આ મામલે તેમણે પોલીસમાં ફરિયાદ કરીને સુરક્ષા પણ માંગી હતી પરંતુ પોલીસે બાબત ગંભીરતાથી લીધી ન હતી.

    કન્હૈયાલાલની હત્યા મામલે પોલીસે ગઈકાલે રાત્રે જ બંને આરોપીઓ મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદની ધરપકડ કરી લીધી હતી. આ બંને શખ્સ માપ આપવાના બહાને કન્હૈયાલાલની દુકાનમાં ઘૂસ્યા હતા અને પછી તેમની હત્યા કરી નાંખી હતી. બંનેએ હત્યાનો વિડીયો પણ બનાવ્યો હતો અને એટલું જ નહીં પરંતુ પીએમ મોદીને પણ મારી નાંખવાની ધમકી આપી હતી. 

    ઘટન બાદ સમગ્ર શહેરમાં  તણાવનો માહોલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ક્યાંક પથ્થરમારો થયો હોવાના પણ સમાચાર છે. જોકે, પોલીસે સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો  કર્યો હતો.ઉદયપુરના ડિવિઝનલ કમિશનર રાજેન્દ્ર ભટ્ટે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. 

    દૈનિક ભાસ્કરના એક રિપોર્ટ અનુસાર, કન્હૈયાલાલના શબનું પોસ્ટમોર્ટમ થઇ ગયું છે અને આજે જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પરંતુ આ મામલે પરિજનો અને પોલીસ વચ્ચે વિવાદ થયો છે. પોલીસ તેમના ઘર પાસે જ અંતિમ સંસ્કાર કરાવવા માંગે છે જ્યારે પરિજનો સ્મશાન ઘાટમાં અંતિમ સંસ્કાર કરવા માંગે છે. જેના કારણે શબ હજુ સુધી પરિજનોને સોંપવામાં આવ્યું નથી.

    બીજી તરફ, ઘટના બાદ આખા રાજસ્થાનમાં આઈપીસીની કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઉદયપુર અને આસપાસના વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં