Thursday, May 2, 2024
More
    હોમપેજક્રાઈમNIAએ ગુજરાત સહિત 7 રાજ્યોના 17 ઠેકાણાં પર પાડ્યા દરોડા: લશ્કર-એ-તૈયબા મોડ્યુલના...

    NIAએ ગુજરાત સહિત 7 રાજ્યોના 17 ઠેકાણાં પર પાડ્યા દરોડા: લશ્કર-એ-તૈયબા મોડ્યુલના આતંકીઓની શોધખોળ, બેંગ્લોર કાફે બ્લાસ્ટ સાથે જોડાયેલા છે તાર

    ચાર્જશીટમાં NIAએ કહ્યું છે કે, બેંગ્લોર જેલમાં શીખવવામાં આવતા કટ્ટરવાદને કારણે ખીલેલી આ ગેંગ સમગ્ર દેશમાં લશ્કર-એ-તૈયબાનું નેટવર્ક સ્થાપિત કરવા માંગે છે.

    - Advertisement -

    નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (NIA) મંગળવારે (5 માર્ચ 2024) 7 રાજ્યોમાં 17 ઠેકાણાં પર દરોડા પાડ્યા છે. આ દરોડા લશ્કર-એ-તૈયબા મોડ્યુલ સાથે સંકળાયેલા આતંકવાદીઓને પકડવા માટે પાડવામાં આવ્યા છે. આ મોડ્યુલના આતંકવાદીઓ બેંગલુરુ જેલમાં બનાવેલા આતંકવાદી નેટવર્ક અને યુવાનોને કટ્ટરપંથી બનાવવા સાથે સંકળાયેલા છે. ઉપરાંત, તેની બેંગ્લોરમાં રામેશ્વરમ કાફે બ્લાસ્ટમાં સામેલ હોવાની શંકા છે. NIAએ પાડેલા દરોડામાં રોકડ, ડિજિટલ ડિવાઇસ અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા છે.

    આતંકવાદીઓની શોધમાં NIAએ 7 રાજ્યોમાં દરોડા પાડયા છે. જેમાં ગુજરાત, કેરળ, પંજાબ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને કર્ણાટકનો સમાવેશ થાય છે. એવી આશંકા છે કે બેંગ્લોર કાફે બ્લાસ્ટમાં આ જ લશ્કરનું નેટવર્ક સામેલ છે. NIAના જણાવ્યા અનુસાર, આ દરોડા દરમિયાન 25 મોબાઈલ ફોન, 6 લેપટોપ, 4 સ્ટોરેજ ડિવાઈસ અને રોકડ જપ્ત કરવામાં આવી છે. આ રોકડ ઘણા દેશોની કરન્સીના રૂપમાં છે.

    દરોડા દરમિયાન કર્ણાટકના મેંગલુરુના રહેવાસી નવીદ, બેંગ્લોરના રહેવાસી સૈયદ ખેલ, દક્ષિણ કન્નડ જિલ્લાના રહેવાસી બિજ્જૂ, પશ્ચિમ બંગાળના 24 પરગણાના રહેવાસી મયુર ચક્રવર્તી, પંજાબ ગુરદાસપુરના રહેવાસી નવજોત સિંઘ, મહેસાણા ગુજરાતના રહેવાસી હાર્દિક કુમાર, અમદાવાદના રહેવાસી કરણ કુમાર, કેરળના કાસરગોડના રહેવાસી જોન્સન, તમિલનાડુના રામનાથપુરમના રહેવાસી મુશ્તાક અહમદ અને મુબીથ અને ચેન્નાઈના રહેવાસી હસનના ઠેકાણાં પર દરોડા પાડવામાં આવ્યા હતા.

    - Advertisement -

    NIAના જણાવ્યા અનુસાર, તેમના દ્વારા કરવામાં આવેલી આ દરોડાની કાર્યવાહી 25 ઓક્ટોબર 2023ના રોજ દિલ્હીમાં દાખલ કરવામાં આવેલી FIRના સંબંધમાં હતી. આ કેસમાં 24 જાન્યુઆરી 2024ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ચાર્જશીટમાં કુલ 8 લોકો પર આરોપ મૂકવામાં આવ્યા હતા. આ 8 આરોપીઓમાં જુનૈદ અહેમદ અને સલમાન ખાન હજુ ફરાર છે. NIA તેને સક્રિયપણે શોધી રહી છે.

    સમગ્ર દેશમાં લશ્કરનું નેટવર્ક સ્થાપિત કરવાનું કાવતરું

    UAPA અને આર્મી એક્ટ ઉપરાંત વિસ્ફોટક કાયદા હેઠળ આ તમામ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ચાર્જશીટમાં NIAએ કહ્યું છે કે, બેંગ્લોર જેલમાં શીખવવામાં આવતા કટ્ટરવાદને કારણે ખીલેલી આ ગેંગ સમગ્ર દેશમાં લશ્કર-એ-તૈયબાનું નેટવર્ક સ્થાપિત કરવા માંગે છે. NIAએ એમ પણ કહ્યું કે, આ ગેંગ આતંકવાદી નેટવર્ક ઉભું કરવા માટે ઘણા માધ્યમો દ્વારા પૈસા મેળવી રહી છે.

    NIAએ જે કેસમાં આ કાર્યવાહી કરી છે તે કેસ મૂળ બેંગ્લોર પોલીસે નોંધ્યો હતો. પછી પારાપન્ના અગ્રહરા સેન્ટ્રલ જેલમાં બંધ કેદીઓને કટ્ટરવાદી મઝહબી શિક્ષણ આપીને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબામાં ભરતી કરવાનું કાવતરું બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસે આ નેટવર્ક સામે દરોડો પાડ્યો હતો અને 4 હેન્ડ ગ્રેનેડ, 4 વોકી ટોકી, 7 પિસ્તોલ, 1 મેગેઝીન અને 45 જીવતા કારતૂસ જપ્ત કર્યા હતા.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તપાસ એજન્સીઓને આશંકા છે કે, બેંગ્લોર કાફે બ્લાસ્ટમાં ફરાર આતંકી સલમાન અને જુનૈદ અહેમદનો હાથ હોઈ શકે છે. આજતકનો દાવો છે કે, તાજેતરમાં બંને આતંકવાદીઓ વિદેશ ભાગી ગયા છે. હાલ તેઓ અઝરબૈજાનમાં હાજર હોઈ શકે છે. થોડા સમય પહેલા બંનેનું લોકેશન દુબઈમાં મળી આવ્યું હતું, પરંતુ બાદમાં તેઓ ત્યાંથી પણ ફરાર થઈ ગયા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં