Saturday, November 2, 2024
More
    હોમપેજદેશબેંગ્લોરના રામેશ્વરમ કાફેમાં બ્લાસ્ટ, 4 લોકોને ઈજા પહોંચી હોવાના અહેવાલ: રહસ્યમય વિસ્ફોટની...

    બેંગ્લોરના રામેશ્વરમ કાફેમાં બ્લાસ્ટ, 4 લોકોને ઈજા પહોંચી હોવાના અહેવાલ: રહસ્યમય વિસ્ફોટની તપાસ શરૂ

    બ્લાસ્ટ થવાનાં કારણોમાં અમુક રિપોર્ટમાં સિલિન્ડર બ્લાસ્ટ હોવાનું જાણવા મળી રહ્યું છે તો ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, એક બેગમાં રાખવામાં આવેલા સામાનમાં બ્લાસ્ટ થયો હતો. 

    - Advertisement -

    કર્ણાટકના પાટનગર બેંગ્લોરના એક કાફેમાં બ્લાસ્ટ થયો છે, જેમાં ચારથી પાંચ લોકો ઈજા પામ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં બ્લાસ્ટ થવાનું કારણ જાણવા મળ્યું નથી. મામલાની તપાસ હાલ ચાલી રહી છે. 

    આ ઘટના બેંગ્લોરના રાજાજીનગર વિસ્તારમાં આવેલા ‘રામેશ્વરમ કાફે’માં બની. જેમાં ક્યાંક ચાર,  ક્યાંક પાંચ લોકો તો ક્યાંક 7 લોકોને ઈજા પહોંચી હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવી રાહ્યું છે. 

    બ્લાસ્ટ થવાનાં કારણોમાં અમુક રિપોર્ટમાં સિલિન્ડર બ્લાસ્ટ હોવાનું જાણવા મળી રહ્યું છે તો ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, એક બેગમાં રાખવામાં આવેલા સામાનમાં બ્લાસ્ટ થયો હતો. 

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, બ્લાસ્ટ થયો કે કાફે અને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો કાફેની બહાર આવી ગયા. ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી છે, બીજી તરફ ઇજાગ્રસ્તોને હૉસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. જાણવા મળ્યા અનુસાર, ઇજાગ્રસ્તોમાં કાફેનો સ્ટાફ અને ગ્રાહકો સામેલ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં