Friday, April 26, 2024
More
    હોમપેજક્રાઈમ'PFIએ કિલર સ્ક્વોડની રચના કરી હતી, તેને ભારતમાં ઇસ્લામિક શાસન જોઈતું હતું':...

    ‘PFIએ કિલર સ્ક્વોડની રચના કરી હતી, તેને ભારતમાં ઇસ્લામિક શાસન જોઈતું હતું’: પ્રવીણ નેટ્ટારુ મર્ડર કેસમાં NIAએ 20 PFI સભ્યો સામે ચાર્જશીટ કરી

    NIAએ પોતાની ચાર્જશીટમાં એમ પણ કહ્યું કે પ્રવીણ નેતારુ પરનો એ હુમલો એ એક ટાર્ગેટ કિલિંગનો કેસ હતો.

    - Advertisement -

    ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ શુક્રવારે કર્ણાટકના દક્ષિણ કન્નડાના ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના નેતા પ્રવીણ નેટ્ટારુ હત્યા કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે આ લક્ષ્યાંકિત હત્યા (Target Killing) પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયાના 2047 સુધીમાં ભારતમાં ઇસ્લામિક શાસન લાવવાના એજન્ડાને આગળ વધારવા માટે આતંક ઉભો કરવાની યોજનાનો ભાગ છે. એજન્સીએ બેંગલુરુની સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં 20 લોકોના નામ આપ્યા છે.

    “તપાસમાં જાણવા મળ્યું છે કે PFIએ, સમાજમાં આતંક, સાંપ્રદાયિક તિરસ્કાર અને અશાંતિ પેદા કરવાના તેના એજન્ડાના ભાગ રૂપે અને 2047 સુધીમાં ભારતમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાના તેના એજન્ડાને આગળ વધારવા માટે, કથિત દુશ્મનો અને લક્ષ્યોની હત્યાઓ કરવા માટે સર્વિસ ટીમ્સ અથવા કિલર સ્ક્વોડ તરીકે ઓળખાતી ગુપ્ત ટીમોની રચના કરી હતી.” એનઆઈએ અધિકારીએ નામ ન આપવાની વિનંતી કરતાં જણાવ્યું હતું.

    “આ સર્વિસ ટીમના સભ્યોને ચોક્કસ સમુદાયો અને જૂથો સાથે જોડાયેલા વ્યક્તિઓ/નેતાઓને ઓળખવા, સૂચિબદ્ધ કરવા અને તેમના પર નજર રાખવા માટે સર્વેલન્સ ટેકનિકમાં હુમલો કરવાની તાલીમ અને હથિયારો આપવામાં આવ્યા હતા.”

    - Advertisement -

    હિંદુઓને ઓળખી, અલગ તારવી, પીછો કરીને હુમલો કરવાની અપાતી તાલીમ

    અધિકારીએ જણાવ્યું હતું કે, સર્વિસ ટીમના આ સભ્યોને વરિષ્ઠ PFI નેતાઓની સૂચનાઓ પર, ઓળખાયેલા લક્ષ્યો પર હુમલો કરવા અને તેમને મારી નાખવા માટે તાલીમ આપવામાં આવી હતી.

    નેટ્ટારુ હત્યાની ઘટનાની વિગતો આપતા, NIAએ જણાવ્યું હતું કે PFI સભ્યોએ ચાર વ્યક્તિઓની ઓળખ કરી હતી અને પછી પ્રવીણ નેટ્ટારુ પર 26 જુલાઈ, 2022 ના રોજ સંપૂર્ણ જાહેરમાં ઘાતક હથિયારો વડે હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી, જેથી લોકોમાં અને ખાસ કરીને કોઈ ચોક્કસ સમુદાયના સભ્યોમાં આતંક સર્જાય.

    બેંગલુરુ શહેર, સુલિયા ટાઉન અને બેલ્લારે ગામમાં યોજાયેલી PFI સભ્યો અને નેતાઓ દ્વારા ષડયંત્રની બેઠકોને આગળ વધારવામાં, જિલ્લા સર્વિસ ટીમના વડા મુસ્તફા પાઈચરને ચોક્કસ સમુદાયના અગ્રણી સભ્યને શોધવા, ઓળખવા અને નિશાન બનાવવાની સૂચના આપવામાં આવી હતી, NIAએ જણાવ્યું હતું.

    2 ફરાર NIAએ 5 લાખના ઈનામની જાહેરાત કરી છે

    મહદ શિયાબ, એ બશીર, રિયાઝ, એમ પૈચર, મસુદ કેએ, કોડજે મોહમ્મદ શરીફ, અબુબક્કર સિદ્દીક, નૌફલ એમ, ઈસ્માઈલ કે, કે ઈકબાલ, શહીદ એમ, મહદ શફીક જી, ઉમ્મર ફારૂક એમ આર, અબ્દુલ કબીર સીએ, મુહદ આઈ શાહ , સૈનુલ આબિદ વાય, શેખ હુસૈન, ઝાકિયર એ, એન અબ્દુલ હરિસ, થુફેલ એમએચ સામે પ્રવીણ નેટ્ટાર્યુ હત્યા કેસમાં ચાર્જશીટ કરવામાં આવી છે.

    ચાર્જશીટ કરાયેલા આરોપીઓમાં મુસ્તફા પાઈચર, મસુદ કેએ, કોડજે મોહમ્મદ શરીફ, અબુબકર સિદ્દીક, ઉમ્મર ફારૂક એમઆર અને થુફેલ એમએચ હાલમાં ફરાર છે. એનઆઈએએ તેમની ધરપકડ કરવા માટેની માહિતી માટે નાણાંકીય ઈનામની જાહેરાત કરી છે.

    NIAએ બે PFI સભ્યો- કોડાજે મોહમ્મદ શરીફ, 53, અને મસુદ KA, 40 વિરુદ્ધ 5-5 લાખ રૂપિયા જાહેર કર્યા છે. NIAએ તેના બાઉન્ટી પોસ્ટરમાં જણાવ્યું છે કે, “જે કોઈ પણ ઉપરોક્ત આરોપીઓની ધરપકડ તરફ દોરી જાય તેવી કોઈપણ માહિતી પુરસ્કૃત કરાશે.” NIAએ કહ્યું કે માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં