Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપ્રવીણ નેટ્ટારુ હત્યા કેસ: આરોપીઓ મો. શરીફ અને મસૂદનાં માથે NIAએ ઘોષિત...

    પ્રવીણ નેટ્ટારુ હત્યા કેસ: આરોપીઓ મો. શરીફ અને મસૂદનાં માથે NIAએ ઘોષિત કર્યું 5 લાખનું ઇનામ, જુલાઈમાં ઇસ્લામીઓએ કરી નાંખી હતી ભાજપ નેતાની હત્યા

    26 જુલાઈ 2022ના રોજ કર્ણાટકના બેલ્લારેમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના નેતા પ્રવીણ નેતારૂની હત્યા કરી નાંખવામાં આવી હતી.

    - Advertisement -

    ભાજપ કાર્યકર્તા પ્રવીણ નેટ્ટારુ હત્યા કેસ મામલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ બે વોન્ટેડ આરોપીઓનાં માથે પાંચ લાખ રૂપિયાનું ઇનામ ઘોષિત કર્યું છે. આ બંને પ્રતિબંધિત કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન PFIના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

    બંને આરોપીઓ પ્રવીણ નેટ્ટારુ હત્યા કેસમાં સંડોવાયેલા છે અને ફરાર છે. જેમાંથી એકની ઓળખ મોહમ્મદ શરીફ (ઉં. વ 53) અને બીજાની ઓળખ મસૂદ કેએ (40) તરીકે થઇ છે. બંને કર્ણાટકના કન્નડ જિલ્લાના રહેવાસી છે. એજન્સીએ એ પણ સ્પષ્ટતા કરી છે કે આ બંને વિશે જાણકારી આપનારની માહિતી ગોપનીય રાખવામાં આવશે. 

    આ કેસમાં અત્યાર સુધીમાં 10થી વધુ આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે. તેમજ NIAએ અન્ય 4 ફરાર આરોપીઓને પકડવા માટે તેમના માથે પણ ઇનામ ઘોષિત કર્યું છે. હાલ તેમની શોધખોળ ચાલી રહી છે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે 26 જુલાઈ 2022ના રોજ કર્ણાટકના બેલ્લારેમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના નેતા પ્રવીણ નેતારૂની હત્યા કરી નાંખવામાં આવી હતી. આ હત્યા બાદ જુદી-જુદી થિયરીઓ સામે આવી હતી જેમાંથી જેમાંથી એક એવી હતી કે તેમણે સોશિયલ મીડિયા ઉપર કન્હૈયાલાલના સમર્થનમાં પોસ્ટ કરી હતી, જેના કારણે તેમની હત્યા થઇ ગઈ હતી. 

    હત્યા બાદ 27 જુલાઈના રોજ બેલ્લારેના પોલીસ મથકે આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને આમાં PFIની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું અને ત્યારબાદ કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયના નિર્દેશથી કેસની તપાસ નેશનલ એજન્સી NIAને સોંપવામાં આવી હતી. NIAએ કેસ હાથ પર લઇ 4 ઓગસ્ટે ફરી કેસ દાખલ કર્યો હતો અને પોતાની રીતે તપાસ શરૂ કરી હતી. 

    તપાસ દરમિયાન NIAને સંદિગ્ધો અને આરોપીઓના ઘરેથી અનેક ડિજિટલ ડિવાઇસ અને દસ્તાવેજો મળી આવ્યાં હતાં. હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે અને ફરાર આરોપીઓને શોધવા માટે એજન્સીએ ચક્રો ગતિમાન કર્યાં છે. 

    ઉલ્લેખનીય છે કે આવા હત્યા કેસો અને અન્ય પણ આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવાયા બાદ કેન્દ્ર સરકારે કટ્ટરપંથી સંગઠન PFI ઉપર પ્રતિબંધ લાદી દીધો હતો. PFI સિવાય તેનાં જેવાં નાનાં-મોટાં બીજાં સાત સંગઠનો પ્રતિબંધિત કરવામાં આવ્યાં છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં