ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરતા દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા હાલ તિહાડ જેલમાં બંધ છે. જેલમાંથી તેમણે શુક્રવારે (7 એપ્રિલ, 2023) દેશવાસીઓને સંબોધીને એક પત્ર લખ્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષણ વિશે સવાલો ઉઠાવ્યા હતા. જોકે, તેમના આ પત્રના કારણે નવી ચર્ચા પણ શરૂ થઇ ગઈ હતી. સોશિયલ મીડિયા પર નેટિઝન્સે તેમના હસ્તાક્ષર પર શંકા વ્યક્ત કરી હતી કે મનિષ સિસોદિયાના નામે કોઈ બીજું તો પત્ર નથી લખી રહ્યું?
ટ્વિટર યુઝર અંકુર સિંહે મનિષ સિસોદિયાના અગાઉના એક પત્રની તસ્વીર સાથે હાલના પત્રની તસ્વીર જોડી હતી અને બંનેની સરખામણી કરીને પૂછ્યું કે શું બંનેના હસ્તાક્ષરો સરખા લાગે છે?
Pic 1- Sisodia's letter on April 7
— Ankur Singh (@iAnkurSingh) April 7, 2023
Pic 2- Sisodia's letter on March 9
Do you think handwriting in both letters are same? pic.twitter.com/pmbY5jMehS
એક વ્યક્તિએ કટાક્ષ કરતાં કહ્યું કે, લાગી રહ્યું છે મનિષ સિસોદિયા જેલમાં અક્ષર સુધારવાના ક્લાસ કરી રહ્યા છે. સાથે તેમણે મનિષ સિસોદિયાના બે પત્રોના ફોટા જોડ્યા હતા.
Looks like Sisodia is taking handwriting lessons inside the jail pic.twitter.com/QahuqHLsog
— R Ravi (@NewsJ1964) April 7, 2023
એક વ્યક્તિએ કહ્યું કે, સિસોદિયા સાહેબ એટલા ભણેલા છે કે રોજ નવા-નવા અક્ષરોમાં લખે છે.
Wah sisodia sahab itna padhe likhe hue hai ki wah roj roj naye naye handwriting mai likhte hai
— Amit Singh (@amitsingh9976) April 7, 2023
મેજર સુરેન્દ્ર પૂનિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, મનિષ સિસોદિયા કેજરીવાલના ઈશારે પત્ર લખી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, પીએમ મોદી MA છે જ્યારે સિસોદિયા માત્ર 12 પાસ અને ડિપ્લોમા છે અને પંજાબ સીએમ ભગવંત માન પણ 12 પાસ છે. સાથે તેમણે પત્રના હસ્તાક્ષરો પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
केजरीवाल के कहने पर मनीष सिसोदिया जेल से चिट्ठी लिखता है कि मोदी जी कम पढ़े लिखे हैं @ArvindKejriwal सरजी, प्रधानमंत्री @narendramodi जी B.A और M.A हैं जबकि आपके मनीष तो बस 12th पास + डिप्लोमा धारक हैं और पंजाब CM भगवंत मान साहब भी 12th पास हैं,वो भी तीन Attempts में ….आप मुँह… pic.twitter.com/Pdul1HCdFe
— Major Surendra Poonia (@MajorPoonia) April 7, 2023
વળી કેટલાક લોકોએ આમાં પણ રમૂજ શોધી કાઢી હતી.
Sisodia’s handwriting improving in jail.. 🤣 pic.twitter.com/7VqA4jNGkV
— maithun (@Being_Humor) April 7, 2023
આમ તો હસ્તાક્ષરો ચકાસવા માટે વિશેષ નિષ્ણાતો હોય છે અને તેઓ જ ચોક્કસ તારણ આપી શકે પરંતુ પ્રથમ દ્રષ્ટિએ જોતાં મનિષ સિસોદિયાના બંને પત્રોના હસ્તાક્ષરો થોડા જુદા લાગી રહ્યા છે.
પોતે ગ્રેજ્યુએટ પણ નહીં અને પીએમ મોદીના શિક્ષણ પર સવાલ ઉઠાવ્યા
મનિષ સિસોદિયાએ શુક્રવારે (7 એપ્રિલ, 2023) જે પત્ર લખ્યો તેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષણ પર સવાલો કર્યા હતા.
મનિષ સિસોદિયાએ પત્રમાં ‘ચિંતાઓ’ વ્યક્ત કરતાં કહ્યું કે, જે દેશના વડાપ્રધાન ઓછું શિક્ષણ મેળવ્યાનો ગર્વ લેતા હોય ત્યાં સામાન્ય માણસનાં બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા થઇ શકે નહીં અને આ સંજોગોમાં દેશ કઈ રીતે પ્રગતિ કરશે?
મજાની વાત એ છે કે મનિષ સિસોદિયાએ જે વ્યક્તિના (મોદી) શિક્ષણ પર સવાલ ઉઠાવ્યા છે તેઓ પોસ્ટ ગ્રેજ્યુએટ છે. જે ડિગ્રી સર્ટિફિકેટ પણ જાહેર માધ્યમોમાં ઉપલબ્ધ છે. અને આ સવાલો ઉઠાવનાર મનિષ સિસોદિયા પોતે ગ્રેજ્યુએટ પણ નથી! તેમણે પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યું છે. જ્યારે પીએમ મોદીએ MAની ડિગ્રી મેળવી છે.