Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ2047 સુધીમાં ભારતને ઇસ્લામિક દેશ બનાવવાના ઇરાદે કામ કરતો હતો ઇકબાલ, સોશિયલ...

    2047 સુધીમાં ભારતને ઇસ્લામિક દેશ બનાવવાના ઇરાદે કામ કરતો હતો ઇકબાલ, સોશિયલ મીડિયા પર હિંદુઓ વિરુદ્ધ ઝેર ફેલાવતો હતો: PFI આતંકી જેલના હવાલે

    ઇકબાલ ખાને હિંદુઓના વિરોધમાં પોતાની નફરત જાહેર કરતા ટ્વીટ કરી હતી કે “સંઘ/બીજેપી ભારતમાં બ્રહ્મણવાદી પ્રભુત્વ માટે કામ કરી રહ્યા છે. આ લોકતંત્ર માટે ખતરારૂપ છે. ભારતના દરેક નાગરિક માટે પણ ખતરો છે. આનો વિરોધ કરવો જોઈએ.”

    - Advertisement -

    મહારાષ્ટ્ર એટીએસએ સપ્ટેમ્બર 2022માં દરોડા પાડીને પ્રતિબંધિત આતંકી સંગઠન પીએફઆઈના 20 લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી 5 લોકોને મુંબઈથી પકડવામાં આવ્યા હતા. એટીએસએ ગઈ 2 ફેબ્રુઆરીના રોજ પાંચ આંતકીઓ વિરોધમાં ચાર્જસીટ દાખલ કરી હતી. એટીએસએ મોટો ખુલાસ કરતા કહ્યું છે તે આ તમામ આંતકીઓ ભારતને ઈસ્લામિક દેશ બનાવવાના ષડયંત્રમાં સામેલ હતા.

    ગિરફ્તાર કરવામાં આવેલા પાંચ આરોપીઓમાં મજહર ખાન, સાદિક શેખ, મોહમ્મદ ઇકબાલ ખાન, મોમિન મિસ્ત્રી અને આસિફ હુસૈન છે.આ તમામ લોકો પર દેશ વિરોધમાં ષડયંત્ર કરવાનો આરોપ છે. આ પાંચ આરોપીઓમાં ‘ઇકબાલ ખાન’ નામનો વ્યક્તિ સોશિયલ મીડીયામાં અતિ સક્રિય હતો. તેનુ ટ્વીટર એકાઉંટ @Khaniqbal129 નામથી એક્ટીવ છે. આ એકાઉંટ પરથી હિંદુઓ વિરોધ કરતો હતો અને આતંકી સંગઠન પીએફઆઈના સમર્થનમાં સતત ટ્વીટ કરતો રહ્યો હતો.

    ઇકબાલ ખાને હિંદુઓના વિરોધમાં પોતાની નફરત જાહેર કરતા ટ્વીટ કરી હતી કે “સંઘ/બીજેપી ભારતમાં બ્રહ્મણવાદી પ્રભુત્વ માટે કામ કરી રહ્યા છે. આ લોકતંત્ર માટે ખતરારૂપ છે. ભારતના દરેક નાગરિક માટે પણ ખતરો છે. આનો વિરોધ કરવો જોઈએ.”

    - Advertisement -

    અન્ય એક બીજી ટ્વીટમાં તેણે કહ્યું કે, “દેશમાં નબળા સમૂદાયના લોકો સાથે જેલમાં યાતના કરવામાં આવી રહી છે. જેમાં સવર્ણો અપવાદ તરીકે રાખવામાં આવે છે.”

    પીએફઆઈ સમર્થક ઇકબાલે હિંદુઓને ‘ભગવા આતંકવાદી’ ગણાવતા લખ્યું હતું તે “આ ખૂની ખેલનું કેન્દ્ર નાગપુર છે, ભગવા આંતકીઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

    ઇકબાલ ખાન હંમેશા મુસ્લિમ સમુદાયને ઉશ્કેરતો હતો. તેણે જુલાઈ 2022માં એક ટ્વીટ કરીને રામ મંદિરને લઈને મુસ્લિમ સમુદાય સાથે અન્યાય થયો છે તેમ કહી બદલો લેવા કહ્યું હતું. સાથે સાથે ‘પીએફઆઈ ઝુકશે નહી’ જેવા હેઝટેગ પણ રાખ્યા હતા.

    સોશિયલ મીડીયામાં સતત સક્રિય રહેતો ઇકબાલ ખાન લોકોમાં અરાજકતા ફેલાય તેના માટે ભાજપા દ્વારા ‘લોકશાહીની હત્યા’ થઈ રહી છે તેવી વાતો પણ ખુલીને કહેતો હતો, એક ટ્વીટમાં તેણે લખ્યું કે “ભારતના બંધારણે કોઈ પણનો વિરોધ કરવાનો અધિકાર આપ્યો છે. પરંતુ સંધ અને ભાજપ આ હકને છિનવવા માંગે છે.” અહિયા પણ ‘પીએફઆઈ ઝુકશે નહી’ જેવા હેઝટેગ વાપર્યા હતા.

    અન્ય એક ટ્વીટમાં મુસ્લિમ સમુદાયને ભડકાવવા માટે લખ્યું હતું કે “જો તમે મુસ્લિમ છો, તો એ માન્ય નથી રાખતું કે તમે નેતા છો કે પત્રકાર, તમને કોઈ પણ મામલામાં ફસાવી દેવામાં આવશે. આ છે ન્યાય અને કાયદાનું રાજ?”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં