Sunday, September 8, 2024
More
    હોમપેજરાજકારણ‘મેં નરેન્દ્ર દામોદરદાસ મોદી…..’: શપથ લેવાયા, ઇતિહાસ રચાયો; ત્રીજી વખત સત્તાના સુકાની...

    ‘મેં નરેન્દ્ર દામોદરદાસ મોદી…..’: શપથ લેવાયા, ઇતિહાસ રચાયો; ત્રીજી વખત સત્તાના સુકાની બન્યા નરેન્દ્ર મોદી

    ગત બંને ટર્મની જેમ આ કાર્યક્રમ નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનના પટાંગણમાં યોજાયો. નરેન્દ્ર મોદી સાથે તેમના મંત્રીમંડળે પણ શપથ ગ્રહણ કર્યા.`

    - Advertisement -

    નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે. રવિવારે (9 જૂન) સાંજે 7:15 કલાકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા અને તેની સાથે જ સતત ત્રીજી વખત શપથ લેનારા તેઓ બીજા વડાપ્રધાન બન્યા છે. 

    ગત બંને ટર્મની જેમ આ કાર્યક્રમ નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનના પટાંગણમાં યોજાયો. નરેન્દ્ર મોદી સાથે તેમના મંત્રીમંડળે પણ શપથ ગ્રહણ કર્યા. જેમાં રાજનાથ સિંઘ, અમિત શાહ, નીતિન ગડકરી, પિયૂષ ગોયલ જેવા મોટા નેતાઓનો સમાવેશ થાય છે. આ નવું મંત્રીમંડળ આગામી પાંચ વર્ષ માટે સરકાર ચલાવશે અને તેવા વડા હશે નરેન્દ્ર મોદી. 

    વર્ષ 2014માં નરેન્દ્ર મોદીના ચહેરા પર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી હતી અને વર્ષો બાદ પૂર્ણ બહુમતી મેળવીને એક દાયકાની UPA સરકારને સત્તા પરથી ઉખાડી ફેંકી હતી. ત્યારે મોદીએ પહેલી વખત વડાપ્રધાન પદે શપથ લીધા હતા. ત્યારબાદ પાંચ વર્ષ કરેલાં કામોને લઈને ભારતીય જનતા પાર્ટી 2019માં પણ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં જ ચૂંટણી લડી અને ફરી એક વખત જંગી બહુમતી મેળવી હતી. ત્યારબાદ ૩૦ મે, 2019ના રોજ મોદીએ ફરી વડાપ્રધાન પદના શપથ લીધા હતા. 

    - Advertisement -

    2024ની લોકસભા ચૂંટણી પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ લડવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી અને NDA મોદીએ છેલ્લાં 10 વર્ષમાં કરેલાં કામોને લઈને લોકો પાસે ગયા હતા. ચૂંટણી બાદ પરિણામોમાં NDAને બહુમતી પ્રાપ્ત થઈ અને હવે સરકાર બની રહી છે. જોકે, આ વખતે ભારતીય જનતા પાર્ટી બહુમતથી થોડી દૂર રહી, પરંતુ ગઠબંધનને પૂર્ણ બહુમતી મળી છે. ગઠબંધનમાં ભાજપ ઉપરાંત મુખ્ય સહયોગી પાર્ટીઓમાં TDP, JDU, LJP, શિવસેના, NCP વગેરેનો સમાવેશ થાય છે, જેના પ્રતિનિધિઓને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

    હવે વધુ પાંચ વર્ષ માટે મોદી વડાપ્રધાન રહેશે. આ પહેલાં જવાહરલાલ નહેરુ 16 વર્ષ 286 દિવસ સુધી વડાપ્રધાન રહ્યા હતા. 1947માં તેમની પસંદગી પીએમ તરીકે થઈ ત્યારથી 1964માં તેમનું નિધન થયું ત્યાર સુધી તેઓ વડાપ્રધાન રહ્યા હતા. બીજા ક્રમે ઇન્દિરા ગાંધી આવે છે, જેઓ 15 વર્ષ, 350 દિવસ પીએમ રહ્યાં. પણ આ કાર્યકાળ એકસાથે ભોગવ્યો ન હતો. પહેલાં 1966થી 1977 અને ત્યારબાદ 1980થી 1984 સુધી તેઓ પીએમ રહ્યાં. નરેન્દ્ર મોદી પાંચ વર્ષ પૂરાં કરશે ત્યારે તેઓ બીજા સૌથી વધુ લાંબો સમય વડાપ્રધાન રહેલા નેતા હશે. 

    જોકે, સ્વતંત્રતા મળ્યા બાદનો સમય અલગ હતો અને આ સમય અલગ છે. ત્યારે વિપક્ષો એટલા સક્રિય ન હતા અને એક જ પાર્ટી (કોંગ્રેસ)નો સૂરજ મધ્યાહને હતો. પરંતુ હાલની પરિસ્થિતિમાં, જ્યારે વિપક્ષો હરાવવા માટે કોઇ પણ હદ સુધી જવા માટે તૈયાર હોય, નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત સત્તાના સુકાની બની રહ્યા છે, જે એક મોટી ઉપલબ્ધિ છે. તેઓ ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. ઇતિહાસ રચાય ગયો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં