વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં તો સૌથી લોકપ્રિય નેતા છે જ, પરંતુ વિશ્વના અન્ય નેતાઓમાં પણ મોદીની લોકપ્રિયતા સૌથી વધુ છે. તાજેતરમાં સામે આવેલા એક સરવે અનુસાર દુનિયાભરમાં લોકપ્રિયતા મામલે નરેન્દ્ર મોદી પહેલા ક્રમે છે અને જો બાયડન, જસ્ટિન ટ્રૂડો, મેક્રોન વગેરે તમામ નેતાઓને પાછળ છોડી દીધા છે.
Global Leader Approval: *Among all adults
— Morning Consult (@MorningConsult) February 2, 2023
Modi: 78%
López Obrador: 68%
Albanese: 58%
Meloni: 52%
Lula da Silva: 50%
Biden: 40%
Trudeau: 40%
Sánchez: 36%
Scholz: 32%
Sunak: 30%
Macron: 29%
Yoon: 23%
Kishida: 21%
*Updated 01/31/23https://t.co/Z31xNcDhTg pic.twitter.com/rxahbUCB0x
મોર્નિંગ કન્સલ્ટ નામની ઇન્ટેલિજન્સ કંપની આ પ્રકારના સરવે કરતી રહે છે. તાજેતરમાં થયેલા સરવેનું પરિણામ શુક્રવારે (3 ફેબ્રુઆરી, 2023) જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં લોકપ્રિય નેતાઓની યાદીમાં નરેન્દ્ર મોદી પહેલા ક્રમે જોવા મળે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન, કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રૂડો, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં, બ્રિટિશ પીએમ ઋષિ સુનક તમામ તેમનાથી પાછળ છે.
સરવે અનુસાર, પીએમ મોદીનું અપ્રૂવલ રેટિંગ 78 ટકા જેટલું છે, જે સૌથી વધુ છે. બીજા ક્રમે મેક્સિકોના રાષ્ટ્રપતિ ઓપેઝ એબ્રાડોરને 68 ટકા રેટિંગ મળ્યું છે. ત્રીજા ક્રમે 58 ટકા રેટિંગ સાથે ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની એલ્બનીઝ છે.
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડન 40 ટકા અપ્રૂવલ રેટિંગ સાથે છઠ્ઠા ક્રમે છે. તેમના પછી કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોનું નામ છે, જેમનું રેટિંગ પણ 40 ટકા છે. બ્રિટિશ પીએમ ઋષિ સુનક 30 ટકા રેટિંગ સાથે દસમા ક્રમે જ્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોં અગિયારમા ક્રમે છે, જેમનું રેટિંગ 29 ટકા જેટલું છે. અંતિમ ક્રમ જાપાનીઝ પીએમ કિશીદાનો છે.
‘ધ મોર્નિંગ કન્સલ્ટ’ની વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર, તેઓ દરરોજ 20 હજાર જેટલાં ગ્લોબલ ઇન્ટરવ્યૂ કરે છે. ગ્લોબલ લીડર એપ્રૂવલ રેટિંગ માટે સાત દિવસ સુધી જે-તે દેશોમાંથી લોકોનો અભિપ્રાય લેવામાં આવે છે. અમેરિકામાં સેમ્પલ સાઈઝ 45 હજાર અને બાકીના દેશોમાં 500 થી 5000 વચ્ચે હોય છે. તમામ ઇન્ટરવ્યૂ ઓનલાઇન માધ્યમથી લેવાય છે અને જેમાં માત્ર વયસ્કોને જ સામેલ કરવામાં આવે છે. ભારતને લઈને જણાવવામાં આવ્યું કે, તમામ સાક્ષરોના જ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં સતત વધારો થઇ રહ્યો છે. મોર્નિંગ કન્સલ્ટના અગાઉના સરવેમાં પણ મોદી જ પહેલા ક્રમે રહ્યા હતા.
થોડા દિવસ પહેલાં ઇન્ડિયા ટૂડેનો પણ એક સરવે સામે આવ્યો હતો, જેમાં 52 ટકા લોકોએ આગામી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને પસંદ કર્યા હતા.