નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ તેમના સંસદીય દળના નેતા તરીકે ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદીના નામની દરખાસ્ત કરી છે. જે બાદ મોડી ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટે રાષ્ટ્રપતિને દાવો કરતા પહેલા તેમણે શક્રવારે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી.
નોંધનીય છે કે નરેન્દ્ર મોદી સતત ત્રીજી ટર્મ માટે કેન્દ્રમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરતા પહેલા આ મુલાકાત કરી છે. મુલાકાત દરમિયાન બંનેએ એકબીજા વંદન કરીને ખાસી વાત પણ કરી હતી. મોદીએ ત્રીજી વાર સરકાર બનાવાતા પહેલા ભાજપના પીઢ નેતા અડવાણીના આશીર્વાદ પણ લીધા હતા.
બાદમાં તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં સરકાર રચવાનો દાવો કરવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા જવાના છે. જ્યારે ભાજપને 240 બેઠકો મળી છે, તો રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનને (NDA) ને 293 બેઠકો મળી છે અને 543 સભ્યોની લોકસભામાં બહુમતી છે.
NDAની સંસદીય દળની બેઠકમાં ગઠબંધનના દરેક દળના નેતાઓએ નરેન્દ્ર મોદીને સર્વસંમતિથી પોતાના નેતા માન્યા છે.