Saturday, May 10, 2025
More
    હોમપેજગુજરાત‘ઑપરેશન સિંદૂર’માં ખેડાની ફાલ્ગુની ક્રિશ્ચિયનને દેખાઈ ચૂંટણી જીતવાની ચાલ, સરકારને ઘેરવા જતાં...

    ‘ઑપરેશન સિંદૂર’માં ખેડાની ફાલ્ગુની ક્રિશ્ચિયનને દેખાઈ ચૂંટણી જીતવાની ચાલ, સરકારને ઘેરવા જતાં ફેસબુક પર કરી ઉશ્કેરણીજનક પોસ્ટ: FIR બાદ જેલભેગી થઈ કોંગ્રેસી કાર્યકર્તા

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના PI કેએચ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભારતીય સેનાનું મનોબળ તોડવા અને ખોટી માહિતી ફેલાવી દેશના લોકોમાં ભયનો માહોલ ઊભો કરવાના પ્રયાસ બદલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -

    ખેડા (Kheda) જિલ્લાના નડિયાદ (Nadiad) તાલુકામાંથી એક મહિલા કોંગ્રેસ કાર્યકર્તાની (Women Congress Worker) ધરપકડ (Arrest) કરવામાં આવી છે. નડિયાદ પશ્ચિમ પોલીસે કોંગ્રેસ કાર્યકર્તા ફાલ્ગુની સોલંકી (ક્રિશ્ચિયન) વિરુદ્ધ ખોટી અને દેશવિરોધી માહિતી ફેલાવવા બદલ ગુનો દાખલ કર્યો છે અને તેની ધરપકડ કરી છે. જાણવા મળી રહ્યું છે કે, પોલીસે ધરપકડ બાદ આરોપી મહિલાને કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. કોર્ટે મહિલાને જેલભેગી કરવાના આદેશ આપ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, હાલ મહિલા જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં છે.

    ઘટનાની વિગતો અનુસાર, કોંગ્રેસ કાર્યકર્તા ફાલ્ગુની ક્રિશ્ચિયને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પહલગામ આતંકી હુમલા બાદ ભારતે શરૂ કરેલા ‘ઑપરેશન સિંદૂર’ને લઈને એક પોસ્ટ કરી હતી. તે પોસ્ટમાં તેણે ‘પહલગામ આતંકી હુમલા’ને ‘સરકારનું કાવતરું’ ગણાવ્યું હતું અને ભારતીય સેનાના જવાનોના શૌર્યને બિરદાવવાના બદલે ભારતીય સેનાનો મનોબળ તોડવાનો પ્રયાસ કર્યો હતો. નાગરિકોના ભય અને ગભરાટ ફેલાવતી પોસ્ટ કરવા બદલ નડિયાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.

    ફેસબુક પરની તેની પોસ્ટ હાલ પણ દ્રશ્યમાન છે. તેણે પોસ્ટ કરતાં લખ્યું હતું કે, “પહેલાં આતંકવાદી હુમલો કરાવવાનો, પોતાના જ સૈનિકો અને નાગરિકોની હત્યા કરાવવાની અને ત્યારપછી સેના પાસે અડધી રાત્રે સર્જિકલ સ્ટ્રાઈક કરાવવાની અને તેનો લાભ ચૂંટણીમાં લઈને ચૂંટણી જીતવાની. પબ્લિકની મૂર્ખતાને સલામ છે.”

    - Advertisement -

    ‘ભારતીય સેનાનું મનોબળ તોડવાનો કર્યો પ્રયાસ’- પોલીસ

    આ સમગ્ર કેસને લઈને ઑપઇન્ડિયા સાથે વાત કરતા નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના PI કેએચ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભારતીય સેનાનું મનોબળ તોડવા અને ખોટી માહિતી ફેલાવી દેશના લોકોમાં ભયનો માહોલ ઊભો કરવાના પ્રયાસ બદલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ એ પણ જણાવ્યું કે, આરોપીએ કરેલી પોસ્ટ દેશવિરોધી હતી અને અશાંતિ ઊભી કરી શકે તેમ હતી. તેથી તાત્કાલિક તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અનુસાર, આરોપીનું વર્તન રાષ્ટ્રીય એકતાને ખંડિત કરનારું હતું.

    પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપીની પોસ્ટ દેશવિરોધી અને ખોટી માહિતી ફેલાવનારી હોવાનું ધ્યાને આવતાં જ તે દિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને ખેડા સાયબર ટીમની મદદથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું છે કે, આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટે તેને જેલભેગી કરવાનો આદેશ આપ્યો છે. હાલ આરોપી જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં