Friday, November 22, 2024
More
    હોમપેજદેશ'ભેદભાવ નથી કરતાં શિક્ષિકા, બાળકોની ફી પણ માફ કરી દે છે': મુઝફ્ફરનગરનો...

    ‘ભેદભાવ નથી કરતાં શિક્ષિકા, બાળકોની ફી પણ માફ કરી દે છે’: મુઝફ્ફરનગરનો વિડીયો વાયરલ થયા બાદ ગામના જ મુસ્લિમ વ્યક્તિએ કહ્યું- હું પણ તેમની પાસે જ ભણ્યો, હવે મારી દીકરી ભણે છે

    અમારી ટીમ સાથે વાત કરતા આરિબે આગળ જણાવ્યું કે તેમની એક 2 વર્ષની દીકરી છે, જને તેઓ 'નેહા પબ્લિક સ્કુલ'માં જ ભણાવી રહ્યા છે. આરિબે તેવો પણ દાવો કર્યો કે તેમની બાળકી ખુબ જ સારી રીતે શાળામાં ભણી રહી છે અને શાળામાં ક્યારેય તેની સાથે મઝહબના નામે ભેદભાવ નથી કરવામાં આવ્યો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની એક શાળામાં બનેલી ઘટનાને લઈને સામે આવેલો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોના આધારે એક શાળાના શિક્ષિકા પર એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મરાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યા છે. મોહમ્મદ ઝુબૈર, સંજય સિંહ, સફદ અમીન જેવા અનેક લોકોએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આ વિડીયો દ્વારા ઘટનાને સાંપ્રદાયિક એન્ગલ આપવાનો પ્રયત્ન કર્યો. આટલું જ નહીં, ઇસ્લામિક દેશ કતારના મીડિયા હાઉસ ‘અલ ઝઝીરા’એ પણ વિદેશમાં બેસીને આ ઘટનાને હિંદુ-મુસ્લિમ એન્ગલ આપ્યો હતો.

    જોકે, ઘટના બાદ તરત જ પોલીસ અને ત્યારબાદ વિદ્યાર્થીના અબ્બુએ આ ઘટનામાં કોઈ પણ સાંપ્રદાયિક એન્ગલ હોવાની વાત નકારી કાઢી હતી. હવે એ જ સ્કૂલમાં પોતાના બાળકોને ભણાવી રહેલા અન્ય એક મુસ્લિમ વ્યક્તિએ ઑપઇન્ડિયા સાથે વાત કરતા શાળાની શિક્ષિકાને સાંપ્રદાયિક કહેનારા લોકોની ટીકા કરી છે.

    આ ઘટના મુઝફ્ફરનગર જિલ્લાના મંસૂરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ખુબ્બાપુર ગામની ‘નેહા પબ્લિક સ્કુલ’ની છે. આ જ શાળાના તૃપ્તા ત્યાગી નામના મહિલા શિક્ષકનો વિડીયો વાયરલ થયો હતો. ઑપઇન્ડિયાએ વિડીયો વાયરલ થયા બાદ આ જ ગામના મુસ્લિમ અગ્રણી આરિબ સાથે વાત કરી હતી. આ ઘટનાને સાંપ્રદાયિક એન્ગલ આપનારા લોકો સામે આરિબે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે માત્ર તેમની દીકરી જ નહીં પણ 2 ભાણેજ પણ ‘નેહા પબ્લિક સ્કૂલ’માં જ ભણે છે, આજ દિવસ સુધી ક્યારેય તેમના બાળકો સાથે મઝહબી ભેદભાવ નથી કરવામાં આવ્યો.

    - Advertisement -

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા 32 વર્ષીય આરિબે જણાવ્યું કે તેઓ પોતે પણ બાળપણમાં તૃપ્તા ત્યાગી પાસે ટ્યુશન ભણતા હતા. તૃપ્તાએ જ આરિબને અંગ્રેજી ભણાવ્યું હતું. આરિબનો દાવો છે કે તૃપ્તાએ તેમની સાથે ક્યારેય હિંદુ કે મુસ્લિમ સમજી ભેદભાવ નથી કર્યો. અમારી ટીમ સાથે વાત કરતા આરિબે આગળ જણાવ્યું કે તેમની એક 2 વર્ષની દીકરી છે, જેને તેઓ ‘નેહા પબ્લિક સ્કુલ’માં જ ભણાવી રહ્યા છે. આરિબે તેવો પણ દાવો કર્યો કે તેમની બાળકી ખૂબ જ સારી રીતે શાળામાં ભણી રહી છે અને શાળામાં ક્યારેય તેની સાથે મઝહબના નામે ભેદભાવ નથી કરવામાં આવ્યો.

    આરિબના જણાવ્યા અનુસાર, શાળામાં સારા અને ભેદભાવ વગર શિક્ષણ આપવાના કારણે જ તેમણે પોતાના 2 ભાણેજનાં એડમિશન નેહા પબ્લિક સ્કુલમાં કરાવ્યાં છે. આ દરમિયાન આરિબે 2013ના મુઝફ્ફરનગરનાં રમખાણો યાદ કરીને જણાવ્યું કે, “એટલા તણાવવાળા વાતાવરણમાં પણ ખુબ્બાપુરમાં કોઈ સાંપ્રદાયિક ઘટના નહોતી ઘટી.” આ સાથે જ આરિબે તે પણ જણાવ્યું કે જે પરિવારે મહિલા શિક્ષક પર આરોપ લગાવ્યા છે તે તેમના ગામના રહેવાસી છે જ નહીં, તેઓ બહારથી આવીને ગામમાં વસ્યા છે.

    ઑપઇન્ડિયા સાથેની વાતચીત દરમિયાન મોહમ્મદ આરિબે તેમ પણ જણાવ્યું કે જે મુઝફ્ફરનગરની શાળામાં મહિલા શિક્ષિકા તૃપ્તા ત્યાગીને બદનામ કરવામાં આવી રહ્યાં છે, તેઓ અનેક બાળકોને એક પણ રૂપિયો લીધા વગર ભણાવે છે. આરીબે પોતે શિક્ષિકાની ઉદારતાના સાક્ષી હોવાનું પણ જણાવ્યું છે. સાથે જ આરિબે દાવો કર્યો હતો કે જે વિડીયોને વાયરલ કરવામાં આવી રહ્યો છે તેમાં ખૂબ કાપકૂપ કરવામાં આવી છે, જ્યારે અસલ વિડીયોમાં શિક્ષિકા એક પણ ખોટી વાત નથી કરી રહ્યાં.

    ઑપઇન્ડિયાએ તૃપ્તા ત્યાગીના પરિવાર સાથે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે શાળામાં ધોરણ 1 થી 5 સુધી ભણાવવામાં આવે છે. શાળામાં કુલ 55 વિદ્યાર્થીઓ ભણે છે. સાથે જ પરિવારે તેમ પણ જણાવ્યું કે 55માંથી 25 વિદ્યાર્થીઓ મુસ્લિમ છે અને આજ દિવસ સુધી ક્યારેય આ પ્રકારની કોઈ જ ઘટના સામે નથી આવી અને તેમના વિચાર પણ કોઈ મઝહબ વિરુદ્ધના નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં