Thursday, May 2, 2024
More
    હોમપેજદેશમુઝફ્ફરનગર સ્કૂલ કેસ: વિડીયો બનાવનારો બાળકનો પિતરાઈ ભાઈ નીકળ્યો, અબ્બાએ કહ્યું- મેં...

    મુઝફ્ફરનગર સ્કૂલ કેસ: વિડીયો બનાવનારો બાળકનો પિતરાઈ ભાઈ નીકળ્યો, અબ્બાએ કહ્યું- મેં જ શિક્ષિકાને બાળકને સીધો કરવા કહ્યું હતું, કોઈ કોમ્યુનલ એન્ગલ નથી

    પીડિત વિદ્યાર્થીના પિતાએ આ મામલે હિંદુ-મુસ્લિમની કોઈ મેટર ન હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમણે માહોલ ફરી સામાન્ય કરવાની અને ભાઈચારો જાળવી રાખવાની વાત કરી.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં સ્થિત નેહા પબ્લિક સ્કૂલના એક વીડિયોને લઈને વિવાદ સર્જાયો છે. આ વિડીયોની અંદર શિક્ષિકાની સૂચના પર એક બાળકને ક્લાસના અન્ય વિદ્યાર્થીઓ મારતા જોવા મળે છે. આ ઘટના બાદ પીડિત વિદ્યાર્થીના પિતાએ આ મામલાને સાંપ્રદાયિક રંગ ન આપવાની અપીલ કરી છે. વિડીયો બનાવનાર વિદ્યાર્થીના પિતરાઈ ભાઈએ પણ આરોપ લગાવ્યો છે કે તેનો વિડીયો ખોટી રીતે વાયરલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી શિક્ષિકા સામે ગુનો નોંધ્યો છે. તેમ જ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા શાળાની માન્યતાની તપાસ કરવામાં આવી રહી છે.

    હાલના ઘટનાક્રમમાં પીડિત વિદ્યાર્થીના અબ્બા મીડિયા સામે આવ્યા છે. તેમણે જણાવ્યું કે તેમનો 7 વર્ષનો દીકરો ધોરણ 1નો વિદ્યાર્થી છે. ઘટના ગુરુવાર (24 ઓગસ્ટ, 2023)ની છે. વિદ્યાર્થીના પિતાએ તેમના પુત્રને મહિલા ટીચર દ્વારા અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મરાવ્યાના આરોપનું સમર્થન કર્યું છે. આ ઘટનાનો વિડીયો પીડિત વિદ્યાર્થીના પિતરાઈ ભાઈએ બનાવ્યો હતો, જે તે દિવસે સ્કૂલમાં કોઈ કામ માટે ગયો હતો. વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું કે, ઘટનાના 3 દિવસ પહેલાં તેમણે શિક્ષિકાને તેના બાળકને સીધો રાખવા માટે કહ્યું હતું. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે બાળક પર ફક્ત મેડમ અથવા તો સિનિયર વિદ્યાર્થી જ હાથ ઉઠાવી શકે છે.

    પીડિત વિદ્યાર્થીના પિતાએ આરોપ લગાવ્યો છે કે તેમના બાળકને 1 થી 2 કલાક સુધી ટૉર્ચર કરવામાં આવ્યો હતો. હાલ બાળકની તબિયત સારી છે, પરંતુ તે ડરી ગયો છે. આ દરમિયાન તેમણે અસદુદ્દીન ઓવૈસી દ્વારા ફોન કરીને પુત્રને હૈદરાબાદમાં અભ્યાસ કરવાની ઓફર વિશે પણ જણાવ્યું હતું. જોકે, આ ઓફરને વિદ્યાર્થીના પિતાએ ઠુકરાવીને કહ્યું હતું કે આટલી નાની ઉમરે તેને દૂર નથી મોકલવો. વિડીયોના અંતે પીડિત વિદ્યાર્થીના પિતાએ આ મામલે હિંદુ-મુસ્લિમની કોઈ મેટર ન હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમણે માહોલ ફરી સામાન્ય કરવાની અને ભાઈચારો જાળવી રાખવાની વાત કરી હતી. આમ મુઝફ્ફરનગર વાયરલ વિડીયોની વાસ્તવિકતા ઘણી અલગ જોવા મળે છે.

    - Advertisement -

    વિદ્યાર્થીના પિતાએ એ પણ જણાવ્યું કે, જ્યારે તે ફરિયાદ લઈને ટીચર પાસે ગયા તો તેમને સ્કૂલમાં આવા જ નિયમો હોવાની જાણકારી આપવામાં આવી હતી. તેમ જ વિડીયો બનાવનારા પીડિત વિદ્યાર્થીના પિતરાઈ ભાઇનું પણ નિવેદન સામે આવ્યું છે. પીડિતના પિતરાઈ ભાઈએ જણાવ્યું કે, શિક્ષિકાએ કહ્યું હતું કે, “આ જે મુસ્લિમ મહિલાઓ છે તે પોતાના પિયર જતી રહે છે અને બાળકો ભણવામાં ધ્યાન આપતા નથી.” તેણે કહ્યું કે આ વિડીયોને તોડીમરોડીને રજૂ કરવામાં આવી રહ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં